________________
૧૫૬]
શ્રી આનંદઘન-ચાવીશી બનાવે છે. બહિરાત્માની વ્યાખ્યા કરતાં શુભચંદ્ર મુનિ પિતાના “જ્ઞાનાવ” નામના ગ્રંથમાં કહે છે કે –
“સમજુ અને મેક્ષની વાંછા કરતા હોય તેણે પરપર્યાય રહિત થઈને આત્મા સંબંધમાં સમ્યગુ રીતે નિશ્ચય કરે, એ બહુ જરૂરી છે. દેહધારી સર્વ પ્રાણીઓના આત્મા ત્રણ પ્રકારના હોય છે એવી વિશ્વવ્યવસ્થા છે : બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, આ ત્રણેનું સ્વરૂપ હવે કહેવામાં આવે છે. આમવિભ્રમને પરિણામે જે શરીર વગેરેમાં આત્મબુદ્ધિ રાખે છે, એની ચેતના મેહુથી ઊંઘી ગયેલી અને અસ્ત પામેલી હોય છે અને તે પહેલા પ્રકારને બહિરાત્મા છે એમ જાણવું. બાહ્ય ભાવને તજી દઈને આત્મામાં જ આત્મનિશ્ચય કરે છે તેવા પ્રકારના આત્માને જ્ઞાની પુરુષએ અંતરાત્મા કહેલ છે. જે આત્મા કોઈ જાતનો લેપતે નથી એટલે જે નિલેપ રહે છે, જેને શરીર સાથે કશો સંબંધ નથી એટલે જે નિષ્કલ છે અને પિતે તદ્દન શદ્ધ છે એટલે જેને રાગ-દ્વેષની જરા પણ અસર થતી નથી, રહી નથી અને તદ્દન નિવૃત્ત છે અને જેનામાં કઈ જાતનો વિકલ્પ થતું નથી તેને પરમાત્મા કહેવામાં આવે છે. આ આત્માને નિર્વિકપ કેવી રીતે ઓળખે તે મોટો પ્રશ્ન છે. એને શરીર વગેરે પદાર્થોથી અલગ ગણવું જોઈએ. એ અતિપ્રિય છે એ રીતે એને પરમાત્મા તરીકે શોધી યેગીએ તેને જુદે ગણવો જોઈએ. તેટલા માટે યેગી બહિરાત્માને છોડી દઈને, પિતે જાતે કલ્પના વગરને થઈ આત્માને બરાબર ઓળખે અને તેમાં સુસ્થિર થઈને તેનું ધ્યાન કરે તે ખરેખરા લેગીનું લક્ષણ છે. જેની બુદ્ધિ બહેર મારી ગઈ છે, તેઓ આત્માને શરીર સાથે જોડે છે. શરીરથી શરીરધારીને જ્ઞાની માણસ જુદો ધારે છે. શરીરમાં આત્મબુદ્ધિની કલ્પના કેટલાક પ્રાણીઓને થાય છે અને એવા બહિરાત્માઓ આ જગતને પણ પોતાની સંપત્તિ માની ઠગાય છે અને કાંઈ આત્મહિત કરી શકતા નથી. શરીરમાં આત્મા છે અને તે પોતે છે, શરીર જ આત્મા છે આ સંસારબીજ છે. માટે એ બાહ્ય ભાવનો ત્યાગ કરવો અને અંતરંગમાં પ્રવેશ કરે.”
આ પ્રમાણે થંડી હકીકત જણાવી. જ્ઞાનાવની અસલ હકીકતે ધર્મધ્યાનની છે. તેમાં આત્માને કેવી રીતે ઓળખ અને ચિંતવ એ સવીયે ધ્યાનની રચનામાં આ હકીકત આપી છે તેને પ્રસ્તુત ધારીને અત્ર આપવામાં આવી છે. આ રીતે બહિરાત્માનો પ્રકાર સમજવા આપણે કાંઈક પ્રયાસ કર્યો. અને ઉપર નામ આપ્યાં તે પદાર્થો અને શરીરનો જે સાક્ષીભાવ રાખે છે. તેને માત્ર સાધનરૂપ ગણે છે, તે આત્માને બીજો પ્રકાર છે, તેને અંતરાત્મા કહેવામાં આવે છે. આ ત્રણે પ્રકારના આત્માને ઓળખવા માટે શ્રી જ્ઞાનર્ણવમાં શુભચંદ્ર મુનિએ ઘણું કહ્યું છે તે અત્રે પ્રસ્તુત હોવાથી અવતરણ યોગ્ય છે. તેઓ જણાવે છે કે –
જ્ઞાની વિચાર કરે છે કે ઇન્દ્રિ દ્વારા આત્મસ્વરૂપથી છૂટો થઈને પિતે વિષયમાં મગ્ન થઈ જઈને મેં ખરેખર આત્માને અહુ ભાવથી બરાબર જાણ્યા નથી. બાહ્ય શરીરાદિકમાં આત્મબુદ્ધિને છોડી દઈને જે અંતરાત્મારૂપ થઈ જાય છે અને જે વિષયાદિકમાં પણ આત્મબુદ્ધિ કરતે