________________
[ ૧૫૩
૫: શ્રી સુમતિનાથ જિન સ્તવન કર્યા છે એમ માનવું તે આત્માપણ કહેવાય છે. આત્માર્પણ કરનારે વેપાર કરે કે લડાઈ કરે,
ધખોળ કરે કે રસોઈ બનાવે, ટૂંકમાં, એ જે કાંઈ પ્રવૃત્તિ કરે તે પ્રભુના નામે કરે, પ્રભુ પ્રેરણાથી અને કોઈ જાતની બદલાની અપેક્ષા ન રાખતાં પ્રભુપ્રીત્યર્થ કરે, એ આત્માપણ કહેવાય છે. આવી જાતનું ફળની અપેક્ષા રહિતપણું રાખવું એ ગની શરૂઆતમાં ઘણું ઉપયોગી છે. એથી પ્રભુમાં એવી એકલીનતા થઈ જાય છે કે તે પ્રાણી જ પ્રભુમય થઈ ગયે એમ લાગે છે. એને લઈને પ્રાણું એક પ્રકારની નિઃસ્પૃહવૃત્તિ કેળવી પિતાની જાતને ભૂલી જાય છે.
આ સમર્પણને સિદ્ધાંત બુદ્ધિને સંતોષ આપે છે, કારણ કે ભગવાન પિતે પણ કાચ જેવા અવિકારી છે. કાચને અવિકારી કહેવાનું કારણ એ છે કે એ જેવો હોય તે આદર્શ બતાવે છે, એ કોઈની શરમ રાખતા નથી. આવી રીતે ભગવાન પિતે પણ અવિકારી છે. તેના હૃદયમાં પણ સાચો ખ્યાલ અવિકારી પણ આવી જાય છે. કેઈ કામ પિતાને હિસાબે કે જોખમે ન રાખતાં ભગવાનને અર્પણ થાય તે એમાં બુદ્ધિ સંતોષાય છે અને પોતે જાણે એનો દ્રષ્ટા જ માત્ર રહે છે. લેકની નજરે આ આત્મર્પણમાં સંમતિ હોય છે, કારણ કે આ આત્માર્પણનો સિદ્ધાંત ઘણાખરા ધર્મોને માન્ય હોય છે અને પિતાની યુગપ્રવૃત્તિ જનસંમત છે એમ જાણી એ પ્રાણીને પણ એક જાતનો સંતોષ થાય છે. આ વ્યવહારનજરે સારી વાત થઈ. પણ એ આત્માર્પણની બુદ્ધિથી પાછા હઠવું તે સાચો વિચાર છે. લેકેની સંમતિ ઉપર ન રાચતાં સમર્પણથી આગળ વધવું અને સમર્પણથી પાછા હઠવું અથવા સમર્પણ તે સર્વસ્વ છે અને હવે સાક્ષીભાવ સિવાય કાંઈ કરવાનું રહેતું નથી એવી જે એકાંત બુદ્ધિ થાય તે બુદ્ધિથી પાછા હઠવું તે સારો વિચાર છે, તે કર્તવ્ય છે, તે અનુકરણીય છે. અહીં લેકસંમતિ અને આત્મપ્રગતિ વચ્ચે ઘણો વિરોધ આવે છે. ઘણા માણસો પસંદ કરે એટલે પિતાનું કર્તવ્ય થઈ ગયું અને પિતામાં પરિપૂર્ણતા આવી ગઈ_એમ ન સમજતાં આગળ વધવું. પૂર્વના સમર્પણના વિચારમાં સર્વસ્વ માનવું એ તે પિતાની બુદ્ધિની કિંમત કરાવે છે. જે પ્રગતિશીલ આત્મા હોય તે આગળ વધે છે અને સમર્પણમાં સર્વ આવી ગયું એમ માનતા હતા તેથી પાછો હઠે છે.
પરિસર્પણ”ને કેશને અર્થ “ચારે તરફ જવું” એમ થાય છે; એ રીતે વિચાર કરતાં સર્ષની જેમ આગળ જ વધવું, એકલા આત્મસમર્પણથી અટકવું નહિ, પણ સપ જેમ અવાજ ર્યા વગર આગળ વધે છે તેમ યોગમાર્ગમાં આગળ પ્રગતિ કરવી. યેગમાર્ગમાં પ્રગતિ કેમ થાય તે આપણે આગળ જોશું. એ માર્ગમાં આગળ જવું અને પ્રગતિ કરવી આ અર્થ પણ નીકળે છે. સમર્પણનો સિદ્ધાંત ઠીક છે, પણ તેથી અને તેના પૂરતું અટકવાનું નથી, પણ યોગમાર્ગે બતાવેલ રસ્તે આગળ પ્રગતિ કરવી એ પણ સારો વિચાર છે. આ અર્થ કરતાં પાછા હઠવાની કે અર્પણ કરતાં અટકવાની વાત આવતી નથી, પણ બુદ્ધિને સંતોષ આપે તેવા સમર્પણમાં સંપૂર્ણતા ન માનવી અને સમર્પણ કરતાં પણ આગળ વધવું એ ભાવ નીકળે છે. અને મને ૨૦