________________
શ્રી સુમતિનાથ જિન સ્તવન સંબંધ અભિનંદન સ્વામીના દર્શનને નિમિત્તે આપણે આત્માને ચારે તરફ ફેરવી આવ્યા અને તેની આડા ઘાતી ડુંગરો હતા તેને પણ સમજી આવ્યા. આ બહારની બાબતે જતી કરી આત્માને પિતાને જ બરાબર ઓળખ જોઈએ, એટલે એના ત્રણ અવસ્થા પ્રકારે છે તે જ બતાવી આપી તેના વિવેચનમાં આ આખું સ્તવન આનંદઘન (લાભાનંદ) લખે છે. અત્યંત દિલગીરીની વાત છે કે જે આત્માને ઉત્કર્ષ કરે છે, તે આત્માને જ આપણે ઓળખતા નથી. તેથી બીજી દર્શન અને ઘાતી ડુંગરની વાત હાલ તુરતને માટે રહેવા દે છે. આપણે આપણા આત્માને બરાબર જાણી–સમજી લઈએ. આત્માને ન જાણે હોય તે તે બીજી સર્વ વાત જાણેલી નકામી છે. કારણ કે આત્માને જાણ અને એના સર્વ પ્રકારને બરાબર પિછાનવા એ તે કેન્દ્રસ્થાને હોવું જોઈએ. બીજી વાત જાણીએ પણ ખુદ આત્માને ન ઓળખીએ તે સર્વ જાણ્યું નકામું થઈ પડે. શાસ્ત્રકાર કહે છે કે “જે એક આત્માને જાણે તે સર્વને જાણે છે, અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે. એટલે આ બધી ધમાલ આત્માને ઓળખવા માટેની હોઈ એને અનેક દષ્ટિબિંદુથી જાણ એ આપણું પવિત્ર ફરજ છે.
આત્મા છે' એમ તે આપણને જરૂર લાગે છે, કારણ, મૃતક શરીરને જોઈએ તે શરીર તે તેનું તે રહે છે, પાચે ઈન્દ્રિ-જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિ-સર્વ તેનું તે તેમાં રહે છે, છતાં તે હાલતું ચાલતું નથી, જવાબ આપતું નથી, વિચાર કરી શકતું નથી, તે બતાવે છે કે તેને ચેતના આપનાર કઈ વસ્તુ તેનામાંથી નીકળી ગઈ છે. આ મૃતક શરીરને હલાવનાર, ગતિમાં મૂકનારે આત્મા છે. એક બીજી વાત જોઈએ. સમાન સંગમાં જન્મનાર એક મોટો ધનવાન થાય છે અને બીજે તદ્દન ગરીબ. આવી જ રીતે શરીરનાં બંધારણમાં ફેરફાર; ચાલવાની રીતભાતમાં ફેરફાર બતાવે છે કે એ કમાણ પૂર્વભવની છે. આ પૂર્વભવને સિદ્ધ કરનાર સર્વ દલીલે પણ આત્માની હયાતી સૂચવે છે. આત્મા ન હોય તે એ કમાણી કેની સાથે આવે ? આપણે જોઈએ છીએ, ઘર, પૈસા કે કોઈ પણ ચીજ મરનાર સાથે જતી નથી, પણ તેણે કરેલ સારાં કે ખરાબ કામ તેની સાથે જતાં હોવા જોઈએ, નહિ તે મોટો અન્યાય થઈ જાય અને સારા કે ખરાબ કામના બદલે ન મળે. આ પરભવને સાબિત કરતી બાબત પણ આત્મા જેવી ચીજની હયાતી બતાવે છે અને તેની સાથે તે કૃત્યેનાં ફળ જરૂર જાય છે. આ આત્મા છે એમ સ્વીકારવું અને તેની જુદી જુદી અવસ્થા સમજવી એ આ સ્તવનનો મુખ્ય વિષય છે. આત્મા જેવી કોઈ પ્રેરક અને સંગ્રાહક ચીજને માન્યા વગર ચાલે તેમ જ નથી. નહિ તે કરેલ કાર્યને નાશ થઈ જાય, તે નકામું-નહિવત્ બને, અને ન કરેલ કામ અથવા તેનાં પરિણામ