________________
૪: શ્રી અભિનંદન જિન સ્તવન
[૧૪૯ ઘણાખરા તે સારો સાથ આપતા નથી. કેટલાયે અધે રસ્તે સાથ મૂકી દે છે અને ઘણાખરાને સાથ આપવાની શક્તિ કે વડ જ હોતી નથી. અગાઉ સાથ આપનાર પિતાની સાથે ચાકીપહેરાને બંદોબસ્ત રાખતા, સાથે આવનારને રસ્તા બતાવતા, એને કઈ વખત ભાતું કે પાણી ખૂટે તે મદદ કરતા અને આખે રસ્તે તેને ભાવ પૂછતા અને તેની ચિંતા રાખતા. આવા “સેંગૂ” મળી જાય તે તે ઠીક વાત છે, પણ પોતે માર્ગના જ્ઞાતા અને બીજાને અટવી ઓળગાવવાની ચિંતા સેવનારા તે ભાગ્યને જ સાંપડે છે. એટલે પછી કઠણ થઈ, ધૃષ્ટ બની રસ્તે પડવામાં આવે તે પણ ભેમિયાને અભાવે અટવીના ચક્કરમાં ફસાઈ જવાય છે અને વાટ ભૂલેલાની જે દશા થાય તેવી દશા થાય છે.
સર્વથી મહત્વની વાત મુદ્દો સમજી ધ્યાનમાં લઈ લેવાની છે અને તે એ છે કે દર્શનસમત્વ એ એકડે છે. એના પર જ્ઞાન, ચારિત્ર, વીર્ય, ઉપગ આદિ અનેક ગુણોના આંકે ચઢાવવામાં આવે તેમ આત્મિક મૂલ્ય વધતું જાય છે. પણ એ એકડો ન હોય તે તેના વગર ગમે તેટલાં મીઠાં ચઢાવવામાં આવે તેમાં આત્મવિકાસની દષ્ટિએ કાંઈ દહાડે વળતો નથી. તેથી ભૂમિકાશુદ્ધિ કરી ત્યાં સાફ જમીન પર દર્શનને આલેખ કરવો. દર્શન શબ્દને મહિમા મોટો છે. દર્શન આત્માને મૂળ ગુણ હોવાથી ખૂબ આસેવન અને ચીવટ માગે છે. દર્શનને સમજવું એટલે વિગતવાર સમસ્ત જૈન દર્શનની સમજણ હાથ ધરવા જેટલું ઊંડાણ લાગશે, પણ એના સાદા ખ્યાલમાં તે સાચી સહણ, ઊંડો પ્રેમ અને સાચા માર્ગ તરફ જવા અંદરને ઉત્સાહ એટલી જ બાબત છે. એટલે દર્શનના ૬૭ અધિષ્ઠાન જોઈને કે એના પ્રભાવકે કે ભાવનાઓનાં વર્ણન વાંચીને ચિંતામાં પડી જવા જેવું નથી. સડસઠ અધિષ્ઠાનમાં એકની પ્રાપ્તિની અંદર દર્શન પ્રાપ્તિ થઈ જાય તેમ છે. ગુણપ્રાપ્તિ કાયમ કરવી હોય તે આગળ પ્રગતિ કર્યા કરે તે જ સાંપડેલ ગુણ કાયમ રહે એ નિયમ હોઈ દરેક અધિષ્ઠાને પહોંચવા પ્રયત્ન કરવા યોગ્ય છે પણ એનાં મોટાં નામે કે ભવ્ય કલપનાથી એ દુષ્પાય છે, અતિ આકરાં છે, એમ માની લેવા જેવું નથી. એને માટે ચીવટ રાખી પ્રયત્ન કરવામાં આવે તે જનતાના મોટા ભાગને તે એ સુગ્રાહ્ય છે, ચીવટપૂર્વકના અલ્પ પ્રયાસે પણ આરાધ્ય છે અને વિશેષ ચીવટે પ્રગતિ કરાવી આગળ વધવામાં પરસ્પર અસરકારક મદદ કરે તેવા છે. દર્શનની બાબતમાં ઘણું લખી શકાય તેમ છે, એને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે અને પૃથક્કરણ કરી સારતત્ત્વરૂપે ખૂબ સ્વીકારવાસમજવા-મનન કરવા યોગ્ય છે અને જાણીને જીવવા યોગ્ય છે.
કેવા પ્રકારના આત્માને આ દર્શનપ્રાપ્તિ થાય એને વિચાર હવે કરવાનો છે. એ થતાં આત્માનો અને દર્શનનો અનિવાર્ય સંબંધ, આત્માની અને દર્શનની એકતા અને દર્શન એ જ આત્મા છે એનો સ્પષ્ટ ખ્યાલ થઈ જશે અને ત્યારે દર્શનની અત્ર બતાવેલી મહત્તા કેવી રીતે કારગત થઈ પડશે, કેવી રીતે કાર્યકર નીવડી શકે છે અને એની ભૂમિકાશુદ્ધિ સાથે વાતાવરણશુદ્ધિ કેવા પ્રકારની લાભકારક થાય છે તે જાણ્યા પછી દર્શનની મહત્તા વધારે સ્પષ્ટ થશે.