________________
૧૪૮]
શ્રી આનંદઘન-ચવીશી એક વાત સ્પષ્ટ કરવી અહીં પ્રાસંગિક છે. શ્રદ્ધા કે સહણામાં જ્ઞાનને વિરોધ નથી. કેટલાક શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ગૂંચવાઈ જાય છે. “અંધ શબ્દ એમને ભડકાવી મારે છે. એમાં જરા વધારે પૃથક્કરણની જરૂર છે. જે શ્રદ્ધા સમજણ, વિચારણા અને અભ્યાસ પર રચાયેલી હોય છે તે જ કાયમ ટકે છે, તેના પર જ ખર આધાર રાખવા યોગ્ય છે. અને દર્શન શબ્દમાં અંદરખાનેથી જ્ઞાનને મહિમા સાથે જ ગણાય છે. બાકી, અલૌકિક ભાવે અને બાહ્ય દષ્ટિથી ન પહોંચી શકાય તેવા પદાર્થોને અંગે સહણામાં વિશ્વાસને સ્થાન તે જરૂર રહે. એ વિશ્વાસને અંગે એના પ્રણેતાની નિરભિમાન વૃત્તિ અને રાગદ્વેષ પર મેળવેલા વિજયને અંગે એની પ્રામાણિકતા પર નજર રખાય અને એવી સુજ્ઞતાદર્શક પરીક્ષાને પરિણામે અતિસૂક્ષમ ભાવની વિચારણામાં શ્રદ્ધાનું તત્ત્વ આવે તે ખરું, પણ એની સાથે “અંધ” શબ્દ વાપરવાથી મૂળ વાત સાવ મારી જાય છે. એ શ્રદ્ધા જ્ઞાન પર રચાયેલી કે બંધાયેલી હોય તે એની સાથે “અંધ” શબ્દ વાપરી એ દર્શનની અતિ મહત્વની બાબતને વીંખી–પીંખી નાખવી ન ઘટે. બાકી શ્રદ્ધામાં સ્વીકારનો અંશ તે જરૂર આવે. આપણી પાસે પ્રયોગના સાધનો ન હોય, અતિ સૂક્ષ્મ ભાવ ગ્રહણ કરી પચાવી શકે એટલે બુદ્ધિને વિકાસ ન હોય, તે પરીક્ષાપૂર્વક પસંદ કરેલા પુરુષની વાણી પર વિશ્વાસ રાખવો ઘટે. એને અંધતા કહેવી એ અંધતાના સ્વરૂપની વિકૃત સમજણ બતાવે છે.
આ સ્તવનમાં અમૃતપાનની તરસ વિષપાનથી ન ભાગે એમ વિચારદર્શન કરાવ્યું છે, તે ઊંડા રહસ્યથી ભરપૂર છેઃ અમૃતપાનની ઈચ્છા થાય તે અમૃત મેળવવું, તેને માટે પ્રયાસો કરવા અને અમૃત મેળવ્યું જ રહેવું. એમાં વિષપાનથી તરંશ છીપે નહીં. ઘણા પ્રાણીઓ દર્શન દર્શનની વાત કરે છે, ઝંખના કરે છે, પણ એને અમૃતપાનની ઈચ્છા હોય છતાં એ વિષપાનના મથાળા નીચે મૂકેલા ઈ એક પ્રકારના જળનું પાન કરી લે છે, પણ એમ કરવામાં એની તરસ છીપતી નથી અને એનું કામ થતું નથી. એકાંતવાદ હોય, સંસારવૃત્તિ હોય, પિતાને મત કે પંથ ચલાવવાની આકાંક્ષા હોય, દુનિયામાં નામના કે માન મેળવવાની ઈચ્છા હોય, ત્યાં ચલાવેલ મત કે પ્રસારેલ સંપ્રદાય વિષપાનનું સ્થાન લે છે. એમાં કદાચ તાત્કાલિક દેખાવ પર રાચવાનું મન થઈ આવે, તે પણ એમાં અમૃતપાન થતું નથી, એમાં તરસ છીપતી નથી અને આત્મિક વિકાસ થતું નથી.
અને તેટલી જ અગત્યની વાત “ઘાતી ડુંગરની છે. દરશનપ્રાપ્તિની આડે બહુવિધ લાલચે, તેફાને અને ડુંગરાઓ છે. કષાયના અનેક આવિર્ભાવ આ ઘાતી ડુંગરમાં આવે છે. પિતાની વાતને સાચી કરવા અને એકાંતવાદને પોષવા પ્રાણીઓ કેવાં કેવાં ઇંગલે ચલાવે છે અને દર્શનને નામે કેવા ઢંગધતૂરા ચલાવી રહ્યા છે તે જોઈએ છીએ ત્યારે ઘાતી ડુંગરની વિવિધતા અને નામ રાખવાની સુચ્છ અધમતાને ખ્યાલ આવે છે.
અને માર્ગદર્શક ભેમિયાને-સુંગૂને સથવારો મેળવવો એ ભારે મહત્વની બાબત છે.