________________
[૧૪૦
શ્રી આનંદઘન–વીશી છે અને પિતાની મુરાદ પાર પડી એમ માની મનને મનાવી લે છે. એમાં એની તરસ છીપતી નથી; તરસ તે અમૃતપાન થાય ત્યારે જ છિપાય. બાકી વ્યવહારદર્શન કરી એ દર્શન પ્રાપ્ત થયું છે, એમ માને તે એની અથડાઅથડી મટતી નથી, અંદરની આત્મિક ભૂખ ભાંગતી નથી. અમૃતપાન કયા અને કેવા દર્શનની પ્રાપ્તિથી થાય તે જીવનશોધન કરવા ગ્ય છે. અને માલતી ફૂલે મેહવાની ભાવના રાખનારે બાવળથી રાચવું નહિ. અને ગંગાજળમાં રમવાની ઈચ્છા હોય એણે ખાડાના છિલ્લર જળમાં રાચી જવું નહિ. અમૃતપાન ક્યારે થાય તે શોધવા જેવું છે. અંશસત્ય તે ઘણી વાર વિષપાન જેવું નીવડે છે અને એને સર્વસત્ય માનવા જતાં પ્રાણીની ફસામણી થાય છે તે વાત આગળ જતાં સમજાશે.
અનેકાંતવાદની ભૂમિકાની પ્રાપ્તિ માટે આગલા સ્તવનમાં “અભય, અષ અને અખેદનાં વિશેષણ આપીને જે ભવ્ય દશા જગવવા જિજ્ઞાસા જાગ્રત કરી હતી, તેને અત્ર અનેકાંત
સ્વરૂપદર્શનપ્રાપ્તિની તૃષાના આકારમાં આગળ કરવામાં આવી છે અને એ તૃષા આત્માને સંસારમાં રખડાવનાર ભૌતિક દર્શનની પ્રાપ્તિથી તૃપ્ત ન થાય એવો અંદરને ગર્ભિત આશય છે, તે ખાસ સમજી રાખવા જેવો છે. એ દશા પરત્વે હજુ આગળ ઘણી વિચારણા થવાની છે. અમૃતપાન કેને કહેવું તે વાતનું અત્રે તે સ્પર્શજ્ઞાન છે. જિજ્ઞાસારૂપ અત્ર તેને બીજક્ષેપ થયેલ છે, વિશેષ વાત આગળ વિકાસના વધારામાં આવશે. અત્ર ધારણું માત્ર કરવામાં આવી છે. વિકાસની પ્રાથમિક દશાની અત્ર હજી શરૂઆત છે તે ધ્યાનમાં રહે. (૫) તરસ ન આવે હો મરણજીવન તણો, સીજે જે દરિસણુકાજ; દરિસણ દુરલભ સુલભ કૃપા થકી, “આનંદઘન મહારાજ. અભિનંદન. ૬.
અર્થ– આપના દર્શનની પ્રાપ્તિનું મારું કામ થઈ જાય, જામી જાય, તે મરણ જીવનના રખડપાટાને મને જે ત્રાસ થઈ રહ્યો છે તે ન રહે. ( દૂર થઈ જાય). સાધારણ રીતે દર્શનપ્રાપ્તિ દુર્લભ છે, પણ આપશ્રી–આનંદઘન મહારાજ-ની કૃપાથી એ સુલભ છે. એટલા માટે (અભિનંદન) પ્રભુના-જૈનના સાચા દર્શનની અમે ઝંખના કરીએ છીએ.
ટબે–તૃષાને તરસ મરણજીવન જન્મમરણને પાર ન આવે, પાર ન પામીએ. જે દર્શનપ્રાપ્તિને કાજે સીજે તે એહવું દરસણ દુરલભ છે તે માટે તુજ કૃપા થકી સુલભ. આનંદઘન
પાઠાંતર-તરસ-પાર, સીજે-સીઝે. કાજ-કાજિ. સુલભ-તું જ, દુરલભ-દુર્લભ. (૬)
શબ્દાર્થ–તરસ = ત્રાસ, હેરાનગતિ, પીડા, દુઃખ; તૃષા અર્થ પણ થઈ શકે; તરસ એટલે કપા, દયા, રહેમ અર્થ પણ થાય. ન આવે = ન થાય. તરસન = કાપી નાંખવું તે, છેડો. મરણજીવન તણો = મરવાનો અને જીવવાને, રખડપાટીને, આંટા મારવાને. સીજે = સીઝ, પાર પડે, સિદ્ધ થાય. દરિસણુકાજ = દર્શન પ્રાપ્ત કરવાનો મુદ્દો, દર્શન મેળવવાને ઉદ્દેશ. દુરલભ = મુશ્કેલીથી મળે તેવું, દુર્લભ્ય. સુલભ = સુલભ્ય, સહેલાઈથી મળે તેવું. કૃપા=મહેરબાની, દયા, રહેમનજર. આનંદધન = આનંદના સમૂહ. મહારાજ = ભગવાન (ની); છઠ્ઠી વિભક્તિ. (૬)