________________
૪: શ્રી અભિનંદન જિન સ્તવન
[૧૩૯ સુગ્ય છે. મતલબ કહેવાની એ આવે છે કે માત્ર ‘દર્શન’ની બૂમ મારવાથી દહાડે વળતે નથી. અમૃત પીવાની પાકી ઈચ્છા જાગી હોય અને પછી કડવું ઝેર જેવું પાણી મળે છે તેમાં કાંઈ તરસ છીપે નહિ અને ઠંડા પીણુના ઓડકાર આવે નહિ.
- જ્યાં ત્યાં અવ્યવસ્થિતપણે આંટા મારવાથી દર્શનની પ્રાપ્તિ ન થાય. એને માટે ખરું સ્વરૂપ સમજવું હોય તે સમ્યક્તવની છ ભાવના વિચારી તદ્રુપ અનુકૂળ દર્શનની શોધ કરવી ઘટે. સમ્યકત્વની છ ભાવના, આ પ્રકારો ખૂબ વિચારવા જેવા છે. એ ભાવના સમજવાથી દર્શનની તલસને કેવા પ્રકારની હેવી જોઈએ તેને સ્પષ્ટ ખ્યાલ આવી જશે :
(૧) ધર્મ મલ’ સમ્યકત્વ છે. સાચી સહણ છે, એ વિચાર કરે એ પ્રથમ ભાવના છે. સાચા સમ્યકત્વ વગર માત્ર બાહ્ય વૃત્તિએ કે ગર્વના પિષણ ખાતર ક્રિયા કરે તે નકામી છે, અને અંતિમ ઉત્કૃષ્ટ લાભ કરનાર નથી એવી ભાવના કરવી.
(૨) શુદ્ધ સમ્યકત્વ એ ધર્મનગરનું દ્વાર છે ધર્મ અને સભ્યત્વના પરસ્પરના સંબંધને પ્રવેશદ્વાર સાથે સરખાવી, એ ભાવના પર આખા સમ્યકત્વની આલોચના કરી એ રીતે સમ્યક ત્વનું ચિંતવન કરવું એ બીજી ભાવના છે.
(૩) અથવા ધર્મપ્રસાદને પાયે સમકિત છે, એ રીતે ચિંતવી ધર્મ-મહેલના ચણતરમાં સાચી સદ્દહણ વિવેકપૂર્વકની જોઈએ, તે સમ્યક્તવ-વિચારણાને ત્રીજો પ્રકાર છે. કેઈ બંગલે પાયા વગર ઊભું ન રહે, તેમ ધર્મ પ્રાસાદને પાયે સમ્યકતવ છે, એ દષ્ટિબિન્દુથી સમક્તિની ભાવના કરવી એ ત્રીજો પ્રકાર છે.
(૪) અથવા સમક્તિ તે નિધાન છે, અખૂટ ખજાને છે અને એકસાથે એકઠા થયેલ ગુણગણની ખાણ છે, એ રીતે સમકિતની ભાવના કરવી એ ચોથે પ્રકાર છે.
(૫) સમ્યકત્વને ‘આધાર’ શમ-દમસંગ છે, આ પ્રકારની વાસનાને આગળ કરી જેમ પૃથ્વી સર્વ વસ્તુને આધાર આપે છે તેમ સમ્યકત્વની વાસના ઉપર સર્વ ધર્મને આધાર છે, એ રીતે સમ્ય સંબંધી ટેકારૂપે વિચારણા કરવી એ પાંચમે ભાવનાને પ્રકાર છે.
(૬) અને સમ્યકત્વ અનેક ગુણોને ઝીલવાનું ભાજન છે, એમાં અનેક ચીજે-ગુણો સમાઈ જાય છે, એવી ભાવના એ સમ્યકવિની વિચારણને છઠ્ઠો પ્રકાર છે.
આ પ્રકારની ભાવના વિચારતાં દર્શનની ભાવના કેવા પ્રકારની હોવી જોઈએ તેને વિચાર બંધાશે. આવ. દર્શનની ભાવના થઈ હોય, આવી વિશિષ્ટ કોટિની પ્રાપ્તિ માટે તીવ્ર ઈચ્છા અને તરસના થઈ હોય, તેને કુસકા કે ફેતરાં મળે એમાં એ કેમ રાજી થાય ? અને એમાં એને દહાડે શું વળે?
આ પાંચમી ગાથામાં દર્શનની તૃષ્ણને ખૂબ હલાવી છે. એમાં અમૃતપાન અને વિષપાનને પણ સમજવા જેવાં છે. કોઈ કઈ વાર પ્રાણી ફાંફાં મારીને પછી જે મળે તે લઈ લે