________________
૧૨૪]
શ્રી આનંદઘન વીશી મદમેં ઘાર્યો રે, અધો કિમ કરે, રવિ-શશિરૂપ-વિલેખ”—એ નિર્ણયની મુશ્કેલી બાબત પર એક બરાબર ઘટતે આવે એવો દાખલે આપે છે. મદમાં ચકચૂર થયેલ માણસ હોય અને જાતે આંધળો હોય તે સૂર્ય-ચંદ્રના રૂપને કેવી રીતે દેખી શકે? એક તે જન્મથી અંધ હોય અને વળી દારૂ પી, નશે કરી એ ઘેનમાં ડૂબી ગયેલ હોય, તેવો માણસ સૂર્યને પ્રકાશ કે ચંદ્રની ચાંદની કેમ જાણી શકે ? એ પ્રમાણે અજ્ઞાનથી કે મિથ્યા જ્ઞાનથી અંધ બનેલો માણસ હોય તેને દીવા જેવી સાચી વાત પણ કેમ સૂઝે? સર્વાગ સત્યદર્શનની ઝાંખી થવી દોહ્યલી છે. અને મિથ્યા જ્ઞાનમાં તણાઈ ગયેલે પ્રાણી પણ દર્શનને પામી શકતે નથી. એ પિતાના અભિનિવેશમાં કે આગ્રહમાં એટલે ચકચૂર બની જાય છે કે એની સ્થિતિ અજ્ઞાનીના કરતાં પણ બદતર થાય છે અને પિતાના ખોટા કે આડે માગે ઉતારી દેનારા દલીલપ્રવાહમાં એ તણાઈ જઈ સાચા દર્શનની ઝાંખી કરી કરતું નથી.
મદમેં ઘા ઘારવું એટલે ઘેરાઈ જવું. જે પ્રાણી મદ-અભિમાનમાં દટાઈ ગયે હોય, તેને સ્વરૂપજ્ઞાન ક્યાંથી આવે ? એને પિતાની જાતનું ભાન ન હોય, એને પિતાના કુળની કે આબરૂની ખેવના ન હોય; એ સારા ખેટાની પરીક્ષા કરી શુદ્ધ નિર્ણય કેમ કરી શકે ?
વિલેખ’–‘લેખ એટલે લખવું, જાણવું, જેવું. “વિલેખ” એટલે વિશેષ કરીને અથવા વિગતવાર વધારે જાણવું. જાણવું એટલે વિવેકપૂર્વક સાચા-ખોટાને ખ્યાલ કરે, છાશમાંથી માખણ તાવી લેવું.
અધો?–અંધને તે જોવાનું જ બનતું નથી અને સાથે એ પીધેલ હોય પછી તેને ગાંડપણ લાગી જાય છે. પછી એનામાં સામાન્ય દર્શનનો સંભવ રહેતો નથી. તે પ્રમાણે અજ્ઞાન કે મિયાજ્ઞાનમાં ફસડાઈ ગયેલે પ્રાણી સાચા દર્શનને કે સાચા નિર્ણયને કેમ કરી શકે ? અને સાચા દર્શન વગર માર્ગની પિછાન નથી, માર્ગની પિછાન વગર માર્ગને સ્વીકાર નથી અને માર્ગના સ્વીકાર વગર માગે ગમન નથી. પરિણામે દર્શનપ્રાપ્તિની દુર્લભતા, ઉપર જણાવી છે. તે. કાયમ રહે છે અને પ્રાણીને સંસારમાં પરિભ્રમણ કરવાનું ચાલુ રહે છે.
સમકિતનાં પાંચ દુષણ બતાવ્યાં છે. એ પાંચ દુષણને ખ્યાલ કરતાં દુરાગ્રહનો મદ પ્રાણીને કેવા કેવા આકારમાં ચઢે છે તેને ખ્યાલ આવશે અને તેનાથી ચેતતા થવાય તે દર્શનની પ્રાપ્તિની સુલભતા સાંપડે એ છેવટે જણાશે. આપણે સમકિતનાં એ પાંચ દુષણો સંક્ષેપમાં સમજી લઈએ? ' (૧) “શકા —આ પ્રથમ દૂષણ છે. જીવ છે કે નહિ, ધર્મ છે કે નહિ, કર્મ છે કે નહિ _આવી મૂળ બાબતની શંકા થયા કરે, તે દૂષણ છે, સમજવા માટે ચર્ચા કરવી, સ્પષ્ટતા કરવા માટે વાદવિવાદ કરવા એ એક વાત છે, અને મનમાં તેને માટે સંદેહ રાખવે એ અલગ વાત છે. વાદ, ચર્ચા, સવાલજવાબ, ધોળ એ કર્તવ્ય છે, પણ અંદરખાનેથી એ હશે કે નહિ એવી તક વિચારણા સમાધાન માટે નહિ, પણ સંદેહ તરીકે કરવી એ દૂષણ છે. આવી શંકા સર્વવિષયી હોય અથવા દેશવિષયી હોય. ધર્મની શંકા, એની શક્યતા આ કાળમાં હોવા સંબંધી અંદરથી.