________________
૪: શ્રી અભિનંદન જિન સ્તવન
[૧૨૩ લિંગને અંગે કહે છે કે માણસ પોતે જુવાન હોય, એની સ્ત્રી લાવણ્યશાલી, સમજુ અને ઘરરખુ હોય અને એની પાસે કોઈ સંગીત સંભળાવવા આવે અથવા કિન્નર ગાન કરે ત્યારે તેને સંગીતશ્રવણમાં જેવી મજા આવે તેવી ધર્મશ્રવણમાં આવે એ પહેલું લિંગ શુશ્રુષા નામનું છે. બીજા ધર્મરાગ નામના લિંગને વર્ણવતાં શ્રી ઉપાધ્યાયજી કહે છે કે કોઈ માણસ મોટી અટવી વટાવીને થાકીને લેથ થઈ ગયે હોય, એને સખત ભૂખ લાગી હોય, તે વખતે એ મનમાં ઈચ્છા કરે કે અત્યારે ખીર-ખાંડ-ઘેબરનાં ભેજન મળે તે ભારે કામ થઈ જાય! એ વખતે ઘેબરના ભેજન તરફ એનું આકર્ષણ થાય તેવી જ ઈચ્છા ધર્મ પ્રાપ્તિ માટે થાય એ રાગ નામનું બીજું લિંગ બતાવ્યું છે. અને વૈયાવચ્ચ નામના ત્રીજા લિંગને અંગે એમણે વિદ્યાસાધકને દાખલે આપ્યો છે. જેમ વિદ્યા સાધવા તત્પર થયેલ આકાંક્ષી વિદ્યાપ્રાપ્તિની પાછળ પિતાની સર્વ શક્તિ વાપરે, અને તેને અંગે લગારેક પણ આળસ કરે નહિ એમ વૈયાવચ્ચ કરનાર પ્રાણી પિતાના કર્તવ્યમાં વગર સંકોચે વળગી રહે.
આવા ત્રણ લિંગવાળું દર્શન પ્રાપ્ત થવું સાધારણ રીતે દોહ્યલું છે, કારણ કે એને અંગે જે માનસિક વિચારધારા, શિસ્ત અને અંકુશે જોઈએ તે આવેલાં હોતાં નથી અને એને સદહણ પ્રાપ્ત કરવાને અંતરથી, ઉપર જણાવ્યા તેવ, રાગ પણ થયેલ હોતો નથી. એની દાનત એવી હોય છે કે જરા પણ ઘસારે ખાધા વગર કે તપ-ત્યાગ-સંયમ કર્યા વગર દશનપ્રાપ્તિ થઈ જતી હોય તે તેને વાંધો નથી. પણ ઘસારે ખાધા વગર અને અંતરના ઉમળકા વગર દર્શનપ્રાપ્તિ સામાન્ય રીતે મુશ્કેલ છે. મતમતાંતરના ભેદો, ઝઘડાઓ અને પક્ષબુદ્ધિ એટલી આકરી હોય છે અને દર્શનની બાબત આવે ત્યારે પ્રાણીની રાગદશા એટલી તીવ્ર બની જાય છે કે એમાં સાચ ક્યાં છે અને સાચું કોણ છે એને નિર્ણય કરે છે તે એથી પણ વધારે આકરી વાત બની જાય છે.
“નિર્ણયઃ—એક તે દરેક દર્શન પિતાની જ વાત કર્યા કરે, બીજે સત્ય હોય તેને શોધવાની દરકાર પણ ન કરે અને પિતાના વિવેકચક્ષુને વાપરવાની તકલીફ પણ ન લે, ત્યાં દર્શનની પ્રાપ્તિ પણ મુશ્કેલ છે. અને કદાચ પ્રાપ્તિ થઈ જાય તે અરસપરસના વિરોધશોધક અને દર્શક વાતાવરણમાં સર્વથા નિર્ણય કરે એ પણ એટલું જ મુશ્કેલ છે. કારણ કે ગમે તે મતમાં જાઓ, તેની વાત સાંભળો કે જાણવાનો પ્રયત્ન કરે તે સર્વે પોતપોતાની વાત જ કરશે, પિતે જ સત્યને ઈજા મેળવે છે એવો દાવો કરશે અને બીજી આંખ ઉઘાડવાની પણ સાફ ના સુણાવી દેશે, એટલે પિતા સિવાયના સર્વ જૂઠા છે, એવા અભિનિવેશથી જ વાત કરશે અને ભળતી દલીલેને સાચે-ખટો ટેકે મેળવી પિતાને કક્કો ખરે કરવાની જ પેરવી કરશે.
“સકળવિશેષ—પોતે કહે છે તે સિવાય અન્યને સત્ય સાંપડ્યું હોય, સત્યના અંશે અન્યત્ર પણ હોઈ શકે છે, જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી વાતને ઘટાવવાની શકયતા છે એ વાત જ એને બેસે નહિ, એટલે નિર્ણય કરે, નિર્ણય મેળવવો કે નિર્ણય નિરધારવો એ દર્શનની પ્રાપ્તિ કરતાં પણ વધારે મુશ્કેલ છે.