________________
૧૩
એવું કેટલુંક લખાણ તૈયાર કરવાની હતી, એમ જાણી શકાય છે. તેની વિગતે તેઓની નીચે મુજબની છે. ઉપરથી મળી શકે છે :
(૧) ત્રીજા સ્તવનના વિવેચનની શરૂઆતમાં તેઓએ નોંધ્યું છે કે “કારણ-કાય પર નોટ લખવી.”
(૨) ચેથા સ્તવનના પહેલે પાને તેઓએ નેંધ કરી છે કે “આ સ્તવન છપાવતાં વિસ્તારથી ઇંડેક્સ કરવી અને શબ્દોની પણ કરવી; ભેદ-પેટભેદના પારિભાષિક શબ્દોની કરવી; વિષયોની કરવી.”
(૩) પૃ. ૬૧માં તેઓ લખે છે કે “આને મળતી હકીકત હજુ બે-ત્રણ સ્થાન પર આગળ જતાં આપવાની છે. ત્યાં અને ઉપોદઘાતમાં એની સ્પષ્ટતા થશે.”
(૪) પૃ. ૯૬ માં તેઓ લખે છે કે “એ મૂળ ગાથા મેળવવાનો પ્રયાસ ચાલુ છે. તેનો ઉલ્લેખ જરૂર થશે.”
(૫) પૃ. ૧૭૧ માં તેઓ નોંધે છે કે “તે (નયવાદના ) વિષય પર સ્વતંત્ર પુસ્તિકારૂપે ઉલ્લેખ કરવાની ભાવના છે.”
(૬) પૃ. ૧૪૭ માં તેઓ લખે છે કે “તેને માટે (દર્શનને માટે), બનશે તે સ્વતંત્ર ઉલ્લેખ કરવાને વિચાર રાખ્યો છે.”
(૭) પૃ. ૨૦૭માં લખ્યું છે કે “તેની વિગત તદ્યોગ્ય ઉપોદઘાતમાં તમને પ્રાપ્ત થશે.” (૮) પૃ. ૨૬૯માં તેઓએ લખ્યું છે કે “તે માટે જુઓ ઉપોદઘાતમાં આનંદઘનચરિત્ર.”
(૯) પૃ. ૨૮૪માં નિર્દેશ છે કે “આ નયવાદ માટે ઘણું કહેવાનું છે અને આયુષ્ય હશે તે તે પર એક લેખ લખવાને મારો વિચાર છે.”
(૧૦) પૃ. ૩૧૬માં લખ્યું છે કે “જૈન દષ્ટિએ યોગ’ના બીજા વિભાગમાં હું એ વિષય ઉપર યોગ. બત્રીશી' વગેરેના અભ્યાસને સાર આપવા ઈચ્છું છું.”
(૧૧) પૃ. ૩૩પમાં ઉલ્લેખ છે કે “આનંદધનની ભાષા પર ઉપોદઘાત ઉપર ધ્યાન ખેંચવામાં આવશે.”
(૧૨) પૃ. ૪૩૫માં તેઓ લખે છે કે “તે સંબધી (નવ રસ સંબંધી) અલંકારશાસ્ત્રના અભ્યાસ અનુસાર, એક લેખ લખવાની ભાવના છે.”
આ ગ્રંથમાંના ઉપરના ઉલ્લેખ જોતાં શ્રી મોતીચંદભાઈ આ ગ્રંથને સવિસ્તર ઉપદ્યાત લખવા ઇચ્છતા હતા. તે જ બીજી કેટલીક બાબતનું સ્પષ્ટીકરણ-વિવેચન લેખવાની એમની ભાવના હતી, એ સ્પષ્ટપણે જાણી શકાય છે. આયુષ્ય પૂરું થવાને કારણે તેઓ આ કાર્યા ન કરી શક્યા એમાં ખરી ખોટ એમને નહીં પણ તત્વજિજ્ઞાસુઓને ગઈ. તેઓ તે જિંદગીની છેલ્લી ક્ષણ સુધી ધર્મ અને ધર્મશાસ્ત્રોનું જ ચિંતન-મનન કરીને પિતાના જીવનને કૃતાર્થ અને ઊર્ધ્વગામી બનાવીને “માવના મવનાશિની” એ મમવાણીને ચરિતાર્થ કરતા ગયા !
સ્તવનના સર્જક અને વિવેચક ગીશ્વર આનંદઘનજીનું સ્મરણ થાય છે અને આત્માની ખેજ માટે અંતરની ઊંડી, અગોચર અને કષ્ટસાધ્ય કેદીઓનું પૂણ હર્ષોલ્લાસથી ખેડાણ કરનાર કઈ મસ્ત આત્મવીરનાં દર્શન થાય છે. શરીરની, સુખસગવડની, નામને-કીર્તિની કશી જ ખેવના નહીં; ઝંખના એકમાત્ર આત્મતત્ત્વનાં સાંગોપાંગ દશન પામીને સમગ્ર વિશ્વ સાથે તાદામ્ય સાધવાની-મિત્તી ને સવમૂકું ને વિશ્વમંત્ર જીવનના અણુઅણુમાં ધ્વનિત કરવાની ! એમ લાગે છે કે શ્રી આનંદધનજીએ પિતાની શાંત, એકાંત, ઉત્કટ આત્મસાધનાને બળે પિતાના જીવનમાં જાણે ભક્ત અને ભગવાનની એકરૂપતા પ્રાપ્ત કરી લીધી હતી. આવા એક પ્રશાંત પુરુષાથી સંતના જીવન અને એમની સાધનાની ઝીણી-મોટી વિગતે જાણવાની કેટલી તીવ્ર જિજ્ઞાસા અંતરમાં જાગે છે ! પણ જાણે