________________
૧૨.
પદના વિવેચનગ્રંથની જેમ આ ગ્રંથમાં પણ દરેક સ્તવનના વિવેચનની શરૂઆતમાં ભૂમિકા કે ઉસ્થાનિકારૂપે “સંબંધ” નામે લખાણ મૂક્યું છે. પછી સ્તવનની એક એક કડી મૂકીને એની નીચે પાદોંધરૂપે તે તે કડીને પાઠાંતરો અને શબ્દાર્થ મૂક્યા છે, અને કડીની સાથે જ્ઞાનવિમલસૂરિજીના ટબાનું વર્તમાન ગુજરાતીમાં અવતરણ અને છેવટે વિવેચન મૂક્યું છે. અને આખા સ્તવનના વિવેચનને અંતે ઉપસંહારનું લખાણ મૂક્યુ છે. આ રીતે પ્રત્યેક સ્તવનનું વિવેચન “સંબંધથી શરૂ થાય છે, અને “ઉપસંહારથી પૂરું થાય છે. બધાં સ્તવનોનું વિવેચન પૂરું થયા પછી, પદોના વિવેચનગ્રંથમાં સ્વીકારેલ પદ્ધતિ પ્રમાણે, બધાં મૂળ સ્તવન એક્સાથે આપી દીધાં છે.
આ ગ્રંથનું લખાણ શ્રી મોતીચંદભાઈની હયાતીમાં પ્રગટ થયેલ એમનું છેલ્લું પુસ્તક હતું “વ્યાપારકૌશલ્ય. એ પુસ્તક સને ૧૯૫૦ (વિ. સં. ૨૦૦૬)માં પ્રગટ થયું હતું. એનું પ્રારંભિક નિવેદન તેઓએ તા. ૨૩-૬-૧૯૫૦ ના રોજ લખ્યું હતું, જ્યારે “શ્રી આનંદઘન-વીશીના છેલ્લા સ્તવનનું વિવેચન તેઓએ સને ૧૯૫૦ ના ઓગસ્ટ માસમાં (વિ.સં. ૨૦૦૬ માં) પૂરું કર્યું હતું. આ ચોવીશીના પહેલા સ્તવનનું વિવેચન તેઓએ સને ૧૯૪૭ના ઓગસ્ટમાં, બીજા સ્તવનનું વિવેચન સને ૧૯૪૭ના ઓકટોબરમાં અને ત્રીજા સ્તવનનું વિવેચન સને ૧૯૪૮ ના એપ્રિલમાં લખ્યું હતું, સને ૧૯૪૮ ના ઑગસ્ટમાં તેઓ ગંભીર માંદગીમાં સપડાયા. તેથી ચોથાથી લઈને તે બાકીનાં બધાં સ્તવનનું વિવેચન તેઓએ ૧૯૪૯ ના મે માસથી તે સને ૧૯૫૦ ના ઑગસ્ટ માસ સુધીમાં પૂરું કર્યું હતું. અને છેલ્લા સ્તવનના વિવેચન પછી સાત મહિને, તા. ર૭–૩–૧૯૫૧ ના રોજ, તેઓને સ્વર્ગવાસ થયઆને અર્થ એ થયો કે તેઓએ આ ગ્રંથને મોટા ભાગ તેઓની માંદગી દરમ્યાન જ લખ્યો હતો. એટલે આ ગ્રંથને તેમ જ શ્રી ઉમાસ્વાતિવાચકવિરચિત “પ્રશમરતિ'ના વિવેચનને એમની અંતિમ સાહિત્ય પ્રસાદી લેખી શકાય.
આ વિવેચન શ્રી મેતીચંદભાઈએ માંદગી દરમ્યાન છેલ્લી અવસ્થામાં લખ્યું તે પછી, એમની ટેવ મુજબ, એમને પિતાને એ ઝીણવટપૂર્વક ફરી તપાસી જવાનો કે, “શ્રી આનંદઘનજીનાં પદો” ભાગ બીજાની જેમ, શ્રી ફતેહચંદ ઝવેરભાઈ શાહ કે એમના જેવા અધિકારી વિદ્વાન મિત્ર પાસે વંચાવી-તપાસરાવી લેવાને અવકાશ મળે નહીં. જો એમ થઈ શક્યું હોત તે વિવેચનના લખાણમાં તેઓએ જાતે જ કેટલાક સુધારાવધારા કરીને એને વધારે સ્પષ્ટ અને સચોટ બનાવ્યું હોત આમ છતાં તેઓએ જે કંઈ લખ્યું છે, તે પૂરેપૂરું ઉપયોગી અને ઉપકારક છે, એમાં તો જરાય શંકા નથી. અને આ માટે આપણે તેઓના ચિરકાળ પર્યત ઋણી રહીશું.
આ ગ્રંથમાં શ્રી જ્ઞાનવિમલસૂરિજીના ટબાનું શ્રી મોતીચંદભાઈ એ ચાલુ ગુજરાતી ભાષામાં અવતરણ આપ્યું છે. પણ આ અવતરણ સ્તવનેને ભાવ સમજવામાં શ્રી મોતીચંદભાઈએ પોતે કરેલા અર્થ અને વિવેચન કરતાં, ભાગ્યે જ વિશેષ ઉપયોગી થતું હોય એમ લાગે છે. એટલે મારે નમ્ર મત એ છે કે, જ્યારે પણ આ ગ્રંથની બીજી આવૃત્તિ છાપવામાં આવે ત્યારે યા તે ટબાનું આ અવતરણ કમી કરવામાં આવે, અથવા તે મૂળ ટબાનું અધિકારી વિદ્વાન પાસે સંશોધન-સંપાદન કરાવીને ટબાના અવતરણના સ્થાને એ ટબ જ ગ્રંથમાં આપી દેવામાં આવે. જેઓને શ્રી મોતીચંદભાઈએ ટબાનું ચાલુ ભાષામાં કરેલ અવતરણ જેવું હશે તેઓ આ પહેલી આવૃત્તિ ઉપરથી એ જોઈ શકશે. એ જ રીતે પાઠશુદ્ધિ અને અર્થસંગતિની દષ્ટિએ આ ગ્રંથમાં આપવામાં આવેલા પાઠાંતરોમાં પણ, બીજી પ્રતોના આધારે, કેટલાક ફેરફાર કરવાની જરૂર દેખાય છે.
શ્રી મોતીચંદભાઈની ભાવના આ ગ્રંથનું શ્રી મોતીચંદભાઈનું લખાણ જોતાં તેઓની ભાવના આ ગ્રંથને સમજવામાં ઉપયોગી થાય