________________
૧૦૬]
શ્રી આનંદઘન-વીશી છે. અહીં દર્શન-ઉપયોગમાં દર્શન શબ્દ વપરાય છે. અને જેને દર્શનાવરણીય કર્મ સાથે સંબંધ છે તે દર્શન શબ્દને એક પ્રકારને અર્થ બતાવે છે. આ અર્થ પણ દર્શન શબ્દને છે, પણ આ સ્તવનમાં દર્શન શબ્દ બીજા અર્થમાં વપરાય છે તે પર હવે લક્ષ્ય આપીએ. | દર્શન શબ્દને બીજો અર્થ જે વસ્તુ જેવી હોય તેવી તેને સમજવી તે છે. તવાઈશ્રદ્ધાને દર્શન કહેવામાં આવે છે. એ આત્માને ગુણ છે અને એને ઘાત કરનાર કર્મનું નામ દર્શનમેહનીય છે. આ દર્શનમેહનીય કમ ચેતનની એવી દશા કરી મૂકે છે કે તેને પરિણામે એને વસ્તુને સાચે બોધ થતું નથી. એ લાંબી નજરે પિતાને ખરે લાભ ક્યાં થાય છે કે થવાને છે તે સમજી શકતા નથી અને પૌગલિક પરભાવમાં રાચી એ સંસારમાં રખડ્યા કરે છે. એ દર્શનની પ્રાપ્તિ માટે દર્શન મેહનીય કર્મ પર વિજય મેળવી પડે છે. એવી રીતે દર્શનમેહનીય કર્મને દૂર કરી જે બંધ થાય તેને સમ્યકત્વ અથવા તત્વશ્રદ્ધા કે ધર્મ રુચિ કહેવામાં આવે છે અને એનું નામ દશન છે.
દર્શનને બરાબર સમજવા માટે મિથ્યાત્વને ઓળખી લેવું જોઈએ. નીચેના મિથ્યાત્વના દશ પ્રકાર સમજવાથી તેને ખ્યાલ આવશે :–
૧. જેને સંસારનાં આકર્ષણ લેભાવી ન શકે, જેને કંચન-કામિની પિતા તરફ ખેંચે નહિ, જેને સાંસારિક લેકેની પ્રશંસા લેભાવી શકે નહિ, એવા સાધુપુરુષને સાધુ ન માનવા.
૨. અને જે સંસારમાં લુબ્ધ હોય, જે પરભાવમાં રાચતા હોય, જે સ્ત્રી-પરિચયમાં રસ લેતા હોય, જે સ્ત્રીકથા કે સ્ત્રીસંગમાં મોજ માણતા હોય, સાંસારિક વૈભવ, ભેગ કે પ્રશંસામાં રાચતા હોય તેવા સાધુવેશધારીઓને સાધુ માનવા.
૩. ક્ષમા, માદવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચનતા અને બહ્મચર્ય એ દશ પ્રકારના ધર્મને અધમ માનવો.
૪. હિંસા કરવી, દારૂ પીવે, જુગાર રમ, બીજાનું ખરાબ ઈચ્છવું વગેરે પ્રક્રિયાને અથવા એવી પ્રક્રિયા પ્રરૂપનારને ધર્મ કે ધમ માનવા.
૫. શરીર, ઇન્દ્રિય અને મન જડ છે એને આત્મા સમજો, અથવા, ટૂંકામાં કહીએ તે, અજીવને જીવ માનવો.
૬. અને જીવને અજીવ માન; જેમ કે ગાય, બકરી, બેલ, મરઘી આદિ પ્રાણીઓમાં આત્મા નથી અને તેટલા માટે તેને ખાવામાં કાંઈ પાપ નથી આવી માન્યતા કરવી.
૭. બેટી કુરીતિ હોય તેને ચલાવી લેવી. પુરાણી કે નવી રીતિ ખોટી હોય તેને સાચી તરીકે સ્વીકારવી. ઉન્માર્ગને સુમાગ માને.
નીચેના દશમાં ક્રમ ફેર છે, મૂળ પાઠ નીચે પ્રમાણે છે – जीवे अजीवसन्ना, अजीवे जीवसन्ना, मग्गे उमग्गसन्ना, उमग्गे मग्गसन्ना, सुदेवे अदेवसन्ना, अदेवे सुदेवसान्न, सुसाहुसु असाहुसन्ना, असाहुसु साहुसन्ना, धम्मे अधम्मसन्ना, अधम्मे धम्मसन्ना ।