________________
[ ૧૦૨
શ્રી આનંદઘન-ચાવીશી ધનધાન્ય વસ્તુ આપે અને પછી વિચાર કરે કે હાશ છૂટયા! આ ભાવ ખેદ સૂચક છે. જેને વસ્તુને, કિયાને કે એના ત્યાગને લય લાગ્યું હોય એ તે એ વસ્તુના છેડા પર આવે ત્યારે એને એમ થાય કે ધન્યભાગ્ય કે આ અવસર આવ્યો! આવી તક વારંવાર મળે તે માટે તેની ઝંખના હોય. એ ઉપવાસ કરે કે ઉત્સવ કરે, એ પૌષધ કરે છે ત્યાગ કે સેવનકાર્ય કરે ત્યારે તેને તેમાં આનંદ જ હોય, અને થાક ન હોય.
આવી રીતે ભૂમિકાની તૈયારી થવાની જરૂરિયાત બતાવી, સંસાર-પરિભ્રમણમાં તેને પ્રાપ્તિકાળ બતાવ્યું. આ હકીકત બહુ લાંબી નજરે જોતાં શીખવે છે. પુદ્ગળપરાવર્તાની કલ્પના થથરાવી નાખે તેવી છે, પણ એ તે ભૂતકાળને વિષય થઈ ગયે. એ વાતને આપણે તે એટલે લાભ લેવાને છે કે આવા અનંત પુગળપરાવર્તે થઈ ગયા, પણ હજુ કાંઈ સંસારને વિસ્તાર થયું નથી અને જે આ વખતે મળેલી તક ગુમાવવામાં આવશે તે પાછા સંસારના પરિભ્રમણમાં ક્યાંના ક્યાં ઘસડાઈ જવાશે.
અને ભૂમિકાની પ્રાપ્તિ થઈ છે કે નહિ તેના નિદર્શનમાં સત્સંગ, ચિત્તની અકુશળતા પર અંકુશ અને આત્મા સંબંધી ગ્રંથના શ્રવણ, મનન, ચિંતવન અને પરિશીલનની વાત પણ ખૂબ વિચારવા યોગ્ય છે. પ્રાણીમાં સેવન યોગ્ય ભૂમિકા જામી છે કે નહિ તેના નિદર્શક તરીકે એ ત્રણે બાબતે ખૂબ મહત્ત્વની દેખાય છે. જ્યારે ભવપરિગતિને પરિપાક થાય, જ્યારે દેવ ટળી જાય અને ગદષ્ટિ ખૂલતી જાય, ત્યારે સત્સંગ, મનમાલિન્ય પર અંકુશ અને અધ્યાત્મગ્રંથનું મનન-ચિંતવન-શ્રવણ થાય છે અને એ રીતે સેવન યેગ્ય ભૂમિકા જામતી જાય છે. માટે સેવન એગ્ય કારણે જમાવવાં, એને અભ્યાસ કરે, એને માટે ચીવટ રાખવી અને એમાં પ્રગતિ કરવાનું પિતાનું કર્તવ્ય ખ્યાલમાં રાખવું. કેટલાંક પ્રાણી આ સેવાકાર્ય મામૂલી ગણી એને પૂરતી મહત્તા આપતા નથી, તેમને ખાસ ચેતવણી આપતાં યેગી ગુરુદેવ કહે છે કે ભાઈઓ સેવન તે ભારે મહત્વની વાત છે, અજોડ હકીકત છે. આ વાત સેવનકાર્યમાં જોડાતાં અટકાવવા માટે નથી કહી, પણ સેવનકાર્યની મહત્તા સમજી એને સ્વીકાર કરવા માટે અને એને ચીવટથી વળગી રહેવા માટે પ્રાર્થના કરવામાં આવી છે.
આ સ્તવનમાં કારણકાર્યભાવ પર અને સંસારના પરિવર્તન માટે ભારે સરસ વાત કરી છે. આનંદ” શબ્દ પર લેખન મર્યાદાને અંગે વધારે વિવેચન કર્યું નથી અને સેવનભૂમિકા પ્રાપ્ત કરવા ભારે પ્રેરણા કરી છે, અને છતાં એ વાત નજીવી, સારી કે સહેલી ન સમજાઈ જાય તે માટે તેનું અનુપમ સ્થાન દર્શાવ્યું છે. મેગીની આ પ્રેરણા ખૂબ વિચારવા યોગ્ય છે, વિચારીને પચાવવા ગ્ય છે, પચાવીને જીવવા યોગ્ય છે. (૩) એપ્રિલ : ૧૯૪૮ ].