________________
૩: શ્રી સંભવનાથ સ્તવન
[૧૦૧ આવી રીતે ભૂમિકાની શુદ્ધિના દર્શનની આતુરતા-જિજ્ઞાસા જાગૃત કરનાર, સેવનના પ્રસંગે ઊભા કરી આપનાર વિચારણા આ સ્તવનમાં શરૂ કરી, અને એનાં કારણોની મહત્તા બતાવવા સાથે એ ભૂમિકા મળે ત્યારે શું શું થાય તેને આછો ચિતાર આપ્યો અને એની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરી. (૬)
ઉપસંહાર સંભવનાથ તીર્થંકરના નામ સાથે જોડાયેલા આ સ્તવનમાં ભારે મહત્ત્વની વાત કરી છે. એને આખો ઝોક સેવનનું મહત્વ બતાવવાને અને ચેતનને વિકાસ કરવાની ભૂમિકા તૈયાર કરવાની આકાંક્ષા ઉત્પન્ન કરવાનો છે. અને છ ગાથામાં ગપ્રવાહની ગંભીરતા, વિશેષતા અને ભયસ્થાનવાહિતા તરફ ધ્યાન ખેંચી ભારે વિચારણાઓ જાગતી કરી છે.
શરૂઆતમાં ભૂમિકાની શુદ્ધિની મહત્તા તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું તે વાતમાં કેટલું મહત્ત્વ છે તે આખા રતવનને ઝોક જાણ્યા પછી બરાબર સમજાઈ જાય તેમ છે. અને ભૂમિકામાં અભય, અદ્વેષ અને અખેદનાં વિશેષણમાં કેવી અર્થ વાહિતા છે તે પર ખાસ ધ્યાન આપવા યોગ્ય છે. માનસશાસ્ત્રની નજરે જોઈએ ત્યારે અસ્થિર માનસ અને ચંચળ પરિણામે આખા જીવન પર કેટલી અવ્યવસ્થા કરે છે, એને ખ્યાલ આવે છે. અને યોગમાર્ગને વિચાર કરતાં જણાય છે કે એમાં ચિત્તવૃત્તિ પર કાબૂ મેળવ, એ વાતને જ પ્રાધાન્ય અપાયું છે અને પરિણામની ચંચળતા જ્યાં હોય ત્યાં વૃત્તિ પર કાબૂને સવાલ જ રહેતો નથી. અને યુગમાં જેટલી અગત્ય મન પર કાબૂ મેળવવાની બાબતને આપવામાં આવે છે, તેટલું જ મહત્વ મનને રાગદ્વેષ વગરનું બનાવવાની બાબતને અપાય છે. ભગવાનમાં રાગ ન હોય ત્યારે વીતરાગતા પ્રાપ્ત થાય છે, તેની સાથે જ વીતષતા સમજવાની છે. શ્રેષની અધમતા ઉઘાડી છે, એટલે વીતરાગ શબ્દમાં વીતષની હકીકત કરતાં વીતરાગતાને ગૌરવભર્યું સ્થાન આપવામાં આવ્યું છે, પણ એમાં વીતશ્લેષિતાને તે પાકું અગત્યનું સ્થાન છે જ. અને અહીં તે શ્રેષના સર્વથા ત્યાગની ભૂમિકાએ પહોંચવાની વાત નથી, પણ ભૂમિકાની શુદ્ધિ માટે અરેચકભાવને ત્યાગ કરવાની હદ સુધી જ જવાનું છે. માત્ર કોઈ વસ્તુ કે પ્રાણી તરફ ધૃણુ ન હોવી જોઈએ, તુચ્છકાર ન થે જોઈએ: આ અદ્વેષની પ્રાથમિક ભૂમિકા બહુ મહત્ત્વનું માનસિક કામ બજાવે છે અને વિકાસ માર્ગ પર ચઢવા માટે બહુ જરૂરી છે. જૈનના આચાર-ઉપદેખાઓએ રાગ અને દ્વેષ પર આ ખે સંસાર રચાય છે તે વાતને બતાવી તેનું સ્વરૂપ ખૂબ વિસ્તારથી બતાવ્યું છે. ઠેષ તે દેખાય છે, પણ રાગ મીઠો છે, અંદરથી અજાણપણામાં ઘૂસી જાય તેવે છે અને તેથી વીતરાગ દશામાં રાગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, પણ દ્વેષની અધમતા કે સંસારવાહિતા તેથી જરા પણ ઓછી થતી નથી. મેહ રાજાના એ બને દીકરાઓ એટલે સંસારવિસ્તાર છે.
અને અમેદની ભૂમિકા તે ખાસ ચીવટથી વિચારવા યોગ્ય છે. કેટલીક વાર શુભ કાર્યો કે વિચારણા કરતાં પ્રાણ થાકી જાય છે. સારી સમાજસેવાનાં કામ કરે, છેડા આંટાફેરા ખાય, કે