________________ अरिहंतभासिय - अर्हद्राषित (त्रि.) (તીર્થંકરભગવંતે પ્રરૂપેલ, જિનેશ્વરકથિત) સ્નાતસ્યાની તૃતીય થયમાં શ્રતની પ્રશંસા કરતાં લખ્યું છે કે “આ શ્રુતજ્ઞાન અરિહંતો દ્વારા ભાસિત, ગણધરો દ્વારા રચિત અને બુદ્ધિમાન શ્રમણોત્તમ દ્વારા ધારણ કરવામાં આવેલ છે. મોક્ષના અગ્રદ્ધારસમાન આ શ્રુતજ્ઞાન છે. આવા શ્રતને અમે નિરંતર વંદન કરીએ છીએ.' अरिहंतमणुण्णाय - अर्हदनुज्ञात (त्रि.) (તીર્થકરે જેની કર્તવ્યતારૂપે અનુજ્ઞા આપી છે તે) પ્રજ્ઞાપનાદિ આગમ શાસ્ત્રોમાં લખ્યું છે કે જિનેશ્વર ભગવંતે જેની જેની અનુજ્ઞા નથી આપી તેનો ત્યાગ કરનાર ઉત્તમશ્રમણ છે. તથા કર્તવ્યતારૂપે જે આચરવાની અનુજ્ઞા આપી છે તેને ઉત્સાહપૂર્વક આચરનાર હોય છે.” अरिहंतसक्खिय - अर्हत्साक्षिक (न.) (અરિહંતની સાક્ષી) પાપભીરૂ આત્મા કર્મબંધના હેતુભૂત અનુષ્ઠાનોને આચરતો નથી. છદ્મસ્થાવસ્થાવ. જો કોઇ દોષ સેવાઇ જાય તો અહિતની સાક્ષીએ, સિદ્ધની સાક્ષીએ, સાધુની સાક્ષીએ અને આત્માની સાક્ષીએ તેનું શુદ્ધમને પ્રાયશ્ચિત્ત લે છે. તેમજ ભવિષ્યમાં પુનઃ દોષ સેવાઈ ન જાય તેના માટે પ્રતિજ્ઞા લે છે. अरिहंतसमणसिज्जा - अर्हच्छ्रमणशय्या (स्त्री.) (અરિહંત અને સાધુ શય્યા, જિનાલય-ઉપાશ્રયરૂપ શવ્યા) જીતકલ્પમાં લખ્યું છે કે “જે સ્થાનમાં અરિહંત પરમાત્મા બિરાજે છે તે જિનાલય અરિહંત શય્યા છે. તેમજ જે સ્થાનમાં શ્રમણો વસવાટ કરે છે તે ઉપાશ્રયાદિ શ્રમણ શય્યા છે.” अरिहंतसासण - अरिहंतशासन (न.) (જિનાગમ, આગમશાસ્ત્ર) દુર્ગતિમાં પડતા આત્માને તારે તે તીર્થ. આચારાંગાદિ આગમોમાં અરિહંત, ગણધર, ચતુર્વિધસંઘ અને જિનાગમને તીર્થ કહેલા છે. તારનાર તીર્થ આપણી પાસે છે. હવે તેને પકડીને તરવું કે છોડીને ડૂબવું તે આપણા પર નિર્ભર કરે છે. अरिहंतसिज्जा - अर्हच्छय्या (स्त्री.) (જિનાલય, દેરાસર) રહm - અહંદૂત્ત (ઈ.) (આર્યસુસ્થિત અને સુપ્રતિબદ્ધના પાંચમાં શિષ્યનું નામ) િિરઇન - મહંત (કું.) (આર્યસિંહગિરિના ચોથા શિષ્યનું નામ) મઢવાલ - પf () (રોગરહિત ઉપસર્ગ) અપf (g) (રૂપરહિત ઉત્પાત, ઉપસર્ગવિશેષ) દેવ દ્વારા અદેશ્યપણે કરવામાં આવેલ ઉપસર્ગ. અર્થાત્ કોઈ દેવ અદશ્ય રહીને જીવને પીડા કે દુખ ઉપજાવે તે ઉપસર્ગને અરૂપોપસર્ગ કહેવાય છે. - 53 -