________________ મહર્ષિ રમણના આશ્રમમાં ઘણા બધા વ્યસનીઓ પોતાની પરેશાનીઓ લઇને આવતા હતાં. એક ભાઈએ આવીને મહર્ષિને કહ્યું કે હું તમ્બાકુની આદત છોડવા માંગું છું પણ તે કેમેય કરીને છૂટતી નથી. મહર્ષિ તેને પોતાની સાથે ઉદ્યાનમાં લઇ ગયા અને ત્યાં આગળ એક દશ્ય બતાવ્યું. જેમાં એક માણસ ઝાડને વળગીને બૂમો પાડતો હતો. અરે ! મને આ ઝાડથી કોઇ છોડાવો તે મને છોડતું નથી. જોનારે કહ્યું મહારાજ આ તો મૂર્ખ લાગે છે. ઝાડ તેને નહિ તે ઝાડને છોડતો નથી, મહર્ષિએ કહ્યું ભાઇ જો તે મૂર્ખ છે તો તું મહામૂર્ખ છે કેમકે તમ્બાકુ તને નહિ તું તમ્બાકુને નથી છોડતો. કેટલો સચોટ જવાબ! મમરંગાય - સિંગાત (સિ.) (પશીરૂપે બનેલ, ઉત્પન્ન) મસંથાર - અમિસંથRUT (7) (પર્યાલોચન, વિચારવું) કોઇપણ વ્યક્તિ જન્મથી જ મહાન નથી હોતો. તે મહાન બને છે તેણે કરેલા કાયથી. તે કાર્યો કરતા તેનાથી ભૂલો પણ થઇ હોઇ શકે છે. પરંતુ તે જ ભૂલોનું પર્યાલોચન કરીને, પુનઃ તે બાબતોનું ધ્યાન રાખીને ભૂલ વિનાની પ્રવૃત્તિથી તે સફળ બને છે. જેથી લોકમાં તે મહાન અને સન્માનનીય તરીકે પ્રસિદ્ધિ પામે છે. ગમનથિ - મિથિત () (ગ્રહણ કરેલ, સ્વીકારેલ) વૃત્તિ બે પ્રકારે છે 1. સિંહવૃત્તિ અને 2. શિયાળવૃત્તિ. જંગલનો રાજા સિંહ એકવાર જે કાર્યસ્વીકારે છે તેને કોઇપણ સંજોગોમાં સ્વપરાક્રમે પાર પાડે છે. જયારે શિયાળ આરંભે શૂરાની જેમ પ્રવૃત્તિનો પ્રારંભ તો કરે છે પણ કોઇ આપત્તિ કે ભય આવે ધૂમ દબાવીને ભાગી જાય છે. નિગ્રંથ સાધુ પણ સિંહવૃત્તિ જેવા હોય છે. એકવાર સ્વીકારેલ કાર્યને દઢ મનોબળપૂર્વક પાર પાડે છે. अभिसंभूय - अभिसंभूत (त्रि.) (પ્રાદુર્ભાવ થયેલ, પ્રગટ થયેલ) अभिसंवड्ड - अभिसंवृद्ध (त्रि.) (ધર્મશ્રવણયોગ્ય અવસ્થામાં વર્તતો) દરેક ક્ષેત્ર કે પ્રવૃત્તિમાં યોગ્યતા વગર કે યોગ્યતાનાં પરિપાક વગર બધું જ વ્યર્થ અને નિષ્ફળ છે. અનાદિકાલીન મિથ્યાત્વમાં વર્તતા જીવમાં પ્રથમ જિનમાર્ગની સન્મુખ થવાની યોગ્યતા હોવી જોઇએ. ત્યારબાદ જિનમાર્ગપતિતની યોગ્યતા, તેના પછી. જિનધર્મની પ્રાપ્તિની યોગ્યતા, સદૂગુરુની પ્રાપ્તિની યોગ્યતા આ બધી યોગ્યતાની અવસ્થાઓમાંથી પસાર થયા બાદ જીવમાં ધર્મશ્રવણની યોગ્યતા ઉત્પન્ન થાય છે. જે જીવ ગુરુવાણીની શ્રવણયોગ્યાવસ્થામાં વર્તી રહ્યો છે, તે જીવ નજીકના કાળમાં સમ્યજ્ઞાનદર્શન અને ચારિત્રપ્રાપ્તિની યોગ્યતા પણ મેળવી લે છે. अभिसंवुड्ड - अभिसंबुद्ध (त्रि.) (ધર્મકથાદિ નિમિત્તને પ્રાપ્ત કરીને પુણ્યપાપનો જ્ઞાત, બોધ પામેલ) अभिसमण्णागय - अभिसमन्वागत (त्रि.) (1. શબ્દસ્વરૂપ સમજીને અવધારણ કરેલ 2. પ્રાપ્ત, મળેલ 3. બાંધ્યા પછી ઉદયાવલિકામાં આવેલ કર્મ) સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે “જીવ તીવ્ર મોહવશ નરકાદિ દુર્ગતિયોગ્ય કર્મનો બંધ કરે છે ત્યારે તેને ખ્યાલ નથી હોતો કે આનું પરિણામ શું આવશે. પૂર્વબદ્ધ કર્મ જ્યારે ઉદયાવલિકામાં આવીને જીવને તેનો વિપાક ચખાડવા સન્મુખ થાય છે. ત્યારે પ્રાણી, વિચારે છે કે હાય રે ! તે સમયે મેં આવું પાપ ન કર્યું હોત તો મારે આજે આવાં માઠા પરિણામ ભોગવવાં ન પડત.” अभिसमागम - अभिसमागम (पुं.) (1. અર્થવિષયક સંશયરહિત મર્યાદાપૂર્વકનું જ્ઞાન) પદાર્થને વિષય બનાવનાર નિર્ણયાત્મક જ્ઞાન જીવને ત્રણ પ્રકારે થાય છે. 1. ઉર્વલોકસંબંધિ 2. અધોલોકસંબંધિ અને 3. - 20 -