________________ જીવદયા પાળવા માટે તેની સમજણ હોવી અતિઆવશ્યક છે. જેને તેનો બોધ હશે તે અહિંસાનું પાલન સરળતાથી કરી શકે છે. પણ જેની પાસે તેનું જ્ઞાન જ નથી. કંઇ જાણેલું કે સમજેલું જ નથી. તે છકાયની રક્ષા કેવી રીતે કરી શકશે? એવું દશવૈકાલિકસૂત્રમાં કહેવામાં આવ્યું છે. મf - મગૃઇ(મત્ર.) (1. અંગીકાર કરીને, સ્વીકારીને) રાજિમતી રહનેમીને કુમાર્ગેથી વાળતા કહે છે કે “જેમ અગંધનકુળનો નાગ અગ્નિમાં બળી મરવાનું પસંદ કરે છે. કિંતુ એકવાર વમેલું ઝેર પાછું પીવા માટે તૈયાર થતો નથી. તેમ સંસારના ભોગસુખોને ત્યાગીને, ચારિત્રધર્મનો સ્વીકાર કરીને પુનઃ તે જ તુચ્છ ભોગોની વાંછા કરવી તમારા જેવા પુરુષને શોભતું નથી.” अभिगिज्झंत - अभिगृध्यत (त्रि.) (લોભને વશ થયેલ, લાલચી) લોહી પીવાની લાલચને વશ થયેલ મકોડો પોતાના પ્રાણ ગુમાવે છે પણ ચામડી પરથી હટવાનું નામ નથી લેતો. તેમ કેટલાક એવા લાલચી લોકો હોય છે કે ચમડી તૂટે પણ દમડી ન છૂટે કહેવતાનુસાર શરીર, વ્યવહાર, ધર્મ, નીતિ બધું જ નેવે મૂકીને માત્રને માત્ર હાય પૈસો લાવ પૈસો કરતાં હોય છે. મમ્મણશેઠ એક માત્રલોભના કારણે જ તો સાતમી નરકે પહોંચી ગયો હતો ને! fમદ - મઝદ(ઈ.) (1, પ્રતિજ્ઞા, નિયમ 2. જૈન સાધુનો એક આચારવિશેષ 3. પ્રત્યાખ્યાનનો એક ભેદ 4. કદાગ્રહ 5. એક પ્રકારનો શારીરિક વિનય) અભિગ્રહને ધારવું તે સાધુઓનો એક આચાર કહેવામાં આવેલ છે. સંયમ અને આત્માની શુદ્ધિને માટે જૈનશ્રમણો કોઇને કોઇ અભિગ્રહને ધારણ કરતાં હોય છે. આ અભિગ્રહ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે હોય છે. अभिग्गहियसिज्जासणिय- अभिगहीतशय्यासनिक (पं. त्रि.) (જેણે શય્યા અને આસન ગ્રહણ કર્યા છે તે) કલ્પસૂત્રમાં કહેલું છે કે “વર્ષાકાળમાં સાધુએ પાટપાટલાદિ આસન અવશ્ય ગ્રહણ કરવા. ચાતુર્માસમાં શ્રાવક પાસે તેની યાચના કરી તેનો ઉપયોગ કરવો. અન્યથા નીચે શીતલભૂમિ પર સૂવાથી કંથવાદિ જીવોની વિરાધના થવાનો દોષ લાગે છે.' પ્રિક્રિયા - મહીતા(જં.) (અભિગ્રહવાળી એષણા) અભિગ્રહધારી સાધુ ભિક્ષા લેવાના સમયે અમુક દ્રવ્યોના ત્યાગ પૂર્વક શેષ જે આહારની એષણા કરે તે અભિગૃહીતા કહેવાય છે. જેમકે આજે સાત દ્રવ્યમાંથી પ્રથમ બે ન લેવા અથવા આ દિવસે આટલું ન લેવું અને અમુક પ્રહણ કરવું તે. अभिघट्टिज्जमाण - अभिघट्यमान (त्रि.) (વેગપૂર્વક જનાર) દશવૈકાલિકસૂત્રના પાંચમાં અધ્યયનમાં ભિક્ષા લેવા કેવી રીતે જવું તેનું વિસ્તૃત વર્ણન કરેલ છે. ગોચરી લેવા નીકળેલ સાધુ અતિમંદ ન ચાલે તેમ અતિવેગથી પણ ન ચાલે. કેમકે અત્યંત ઝડપથી જનાર સાધુ જીવોની વિરાધના કરનાર બને છે. આથી અમંદ અને અવેગવાળી ગતિથી ગમન કરે. अभिधाय - अभिघात (पुं.) (લાકડી વગેરેથી પ્રહાર કરવો, ગોફણ વગેરેથી ગોળા ફેંકવા, હિંસા કરવી, હણવું) નિશીથની ચૂર્ણિમાં કહેલું છે કે “ગોફણ, ધનુષ્ય, પત્થરાદિથી પ્રહાર કરાય તેને અભિઘાત કહેવાય છે.”