SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણોની અત્યંત સેવા. તેઓ સમુદાયના પાંચસો પાંચસો સાધુઓની ગોચરી અત્યંત ઉત્સાહપૂર્વક લાવતાં અને હોંશે હોંશે તેમને વપરાવતા. તેમના આ ઉત્તમ આચરણ અને પરિણામના કારણે ચક્રવર્તી કરતાં પણ વિશેષ બળ પ્રાપ્ત થયું. अभिक्खालाभिय - अभिक्षालाभिक (पुं.) (ભિક્ષા સંબંધી અભિગ્રહવિશેષ ધારણ કરનાર સાધુ) अभिक्खासेवणा - अभिक्षणासेवना (स्त्री.) (વારંવાર આસેવના) માનંત - માર્જત (1 કિ.). (1. સન્મુખ ગર્જના કરતો 2. વાદળે કરેલ ગર્જના) વાદળે કરેલ ગર્જના માત્રથી મોર હર્ષાન્વિત થઇને નાચવા લાગે છે. તેમ ભિક્ષા માટે સાધુનું ઘરમાં આગમન થતાં પુણ્યાભિલાષી શ્રાવક અત્યંત ભાવવિભોર બનીને રોમાંચિત થઇ ઉઠે છે. મામ - મfમામ (ઈ.) (1. સન્મુખ જવું, સામે જવું 2. સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો હેતુ 3. શ્રાવકના પાંચ અભિગમ 4, પ્રાપ્તિ, સ્વીકાર 5. જ્ઞાન, બોધ 6. આદર, સત્કાર) તત્ત્વાથધિગમસૂત્રમાં વાચકમુખ્ય ઉમાસ્વાતિજી મહારાજે લખ્યું છે કે “જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ બે રીતે થાય છે 1. નિસર્ગથી સ્વાભાવિક રીતે પૂર્વભવમાં કરેલ સત્કર્મોના કારણે આ ભવમાં સહજ રીતે તેમને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. 2. અધિગમથી અર્થાતુ ગુરુભગવંતના ઉપદેશથી જેવી રીતે ભગવાન મહાવીરને નયસારના ભવમાં ઉપદેશથી સમકિતની પ્રાપ્તિ થઈ હતી.” મામા - મગમન () (1 સન્મુખ જવું 2. બાહ્યનો ત્યાગ અત્યંતરમાં પ્રવેશ) શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે અત્યંત૨ ગુણોની પ્રાપ્તિ જોઇતી હોય તો બાહ્યપરિવારનો ત્યાગ આવશ્યક છે.' જીવ જ્યારે પોતાના બાહ્ય સુખસાધનોનો ત્યાગ કરે છે ત્યારે તેના માટે અત્યંતર જગતનાં દરવાજા ખૂલી જાય છે. આથી જ આપણા અણગાર જ્યારે પ્રવ્રજ્યા ગ્રહણ કરવા નીકળે છે ત્યારે સમગ્ર સૃદ્ધિનો ત્યાગ કરે છે. अभिगमणजोग्ग - अभिगमनयोग्य (त्रि.) (સન્મુખ જવાને યોગ્ય) अभिगमरुड़ - अभिगमरुचि (पुं.) (1. સમ્યત્વનો એક ભેદ 2. અભિગમરુચિ સમ્યક્ત છે જેને તે) દશ પ્રકારના સભ્યqમાંનો એક ભેદ છે અભિગમચિનો. જે જીવને ગુરુભગવંતનો ઉપદેશ સાંભળીને કેવલીપ્રરૂપિત તત્ત્વ જાણવાની ઇચ્છા થાય છે, રૂચિ થાય છે તેને અભિગમરૂચિ કહેવામાં આવે છે. fમામ+ડ્ડ- મામશ્રાદ્ધ (ઈ.) (જેણે અણુવ્રત સ્વીકાર્યા હોય તેવો શ્રાવક) अभिगमसम्मत्त - अभिगमसम्यक्त्व (न.) (નવતત્ત્વના બોધપૂર્વકનું સમ્યક્ત) સ્થાનાંગસૂત્ર બીજા સ્થાનના પ્રથમ ઉદેશામાં અભિગમસમ્યક્તની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, ‘તે બે પ્રકારનું હોય છે 1. પ્રતિપાતિ આવીને ચાલ્યું જનાર અને 2, અપ્રતિપાતિ સદૈવ સ્થિર રહેનાર.' માય - મિત્ત (2) (1. સામે આવેલ 2. પ્રવિષ્ટ 3. જાણેલું, સમજેલું)
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy