________________ મ(મ) - () (1. બ્રહ્મ જેનો દેવતા છે તેવું નક્ષત્ર, અભિજિત નામે નક્ષત્ર 2. ઉદાયનરાજાનો પુત્ર) વીતભય નગરના રાજા ઉદાયનનો અભિજિત નામે પુત્ર હતો. તેની અયોગ્યતાના કારણે પિતાએ તેને રાજ્ય ન આપતાં શ્રાવક હોવાં છતાં, વિરાધક થઇને અસુરકુમાર જાતિમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. મનિય - મયુર્થ (મત્ર) (1. વશ કરીને 2. આલિંગન કરીને) મfar - મિયા(g) (1, આજ્ઞા, હુકમ 2. બલાત્કારે કોઇ કાર્યમાં જોડવું તે 3, પરાભવ 4, વશીકરણ, કાર્મણપ્રયોગ 5. અભિમાન, ગર્વ 6. આગ્રહ, હઠ) અભિયોગ બે પ્રકારે કહેલ છે 1, દ્રવ્યાભિયોગ 2. ભાવાભિયોગ. ચૂર્ણાદિથી મિશ્રિત પિંડ તે દ્રવ્યાભિયોગ છે જ્યારે વિદ્યા, મંત્રાદિથી મંત્રિત પિંડ તે ભાવાભિયોગ છે. આવા બન્ને પ્રકારના પિંડ સાધુ માટે ત્યાજ્ય છે. મોrt - મfપયો(સ્ત્રી) (ભાવનાવિશેષ, આભિયોગિક દેવતામાં ઉત્પન્ન થવું પડે તેવી ભાવના) ભિયોગિક દેવો સંદેશો લાવવાં લઇ જવાં જેવાં વિવિધ પ્રષ્યકર્મ કરનારા હોય છે. ઋદ્ધિ-રસ-શાતા એમ ત્રણ ગારવમાં ગળાડૂબ જે જીવ અન્ય પાસે કાર્ય કરાવવાની ભાવના રાખે છે તે આવી દેવજાતિમાં ઉત્પન્ન થાય છે. મિચT - પ્રયોજન (g) (1. વિદ્યા મંત્રાદિ વડે અન્યને વશ કરવું 2. સાહસ, ઉદ્યમ) જે સાધુ વિદ્યામંત્રાદિનો પ્રયોગ જિનશાસનની પ્રભાવનાથે કરે છે. તે એકાંતે આરાધક થાય છે અને સદ્ગતિનો ગામી બને છે. જ્યારે રાગ-દ્વેષે પરાભવ પામેલ, પોતાનું વિદ્યાબળ બતાવવા માટે મંત્રાદિનો પ્રયોગ કરે છે. તે નિતાંત વિરાધક અને દુર્ગતિનો ભાગી બને છે. अभिकङ्घयाण - अभिकाङ्क्षत् (त्रि.) (ચાહતો, ઇચ્છા કરતો) अभिकङ्घा - अभिकाङ्क्षा (स्त्री.) (ઇચ્છા, અભિલાષા) કોઇક કવિએ સાચું જ કહ્યું છે કે “નહીં યહિ વહ રહ 'જીવનમાં કંઈક કરવાની ઇચ્છા હોય તો રસ્તાઓ આપોઆપ મળી જાય છે. પણ જેને કંઈ કરવું જ ન હોય તેને હજારો બહાના મળી રહે છે. અઢાર દેશના અધિપતિ કુમારપાળ રાજાને પૂજા કરવાની અનુકૂળતા હતી. જયારે માત્ર એક ઘરના માલિક આપણને પરમાત્માના દર્શન કરવાનો પણ સમય નથી. કલિકાળની આ કેવી વિષમતા ! ક્ષિત - મિત્ત (ઉ.) (1. ઉલ્લંઘી ગયેલ, અતિક્રાન્ત 2. સન્મુખ ગયેલ 3. આરબ્ધ). સંસારમાં ચાલીસી વટાવી ગયેલા વ્યક્તિને પીઢ ગણવામાં આવે છે. તે વ્યક્તિ કોઇપણ મુશ્કેલીઓનો ઉકેલ સરળતાથી લાવી શકે છે એવું કહેવાય છે. જૈન ધર્મમાં માત્ર વયથી પીઢ કે બાળનો ભેદ પાડવામાં નથી આવ્યો. જે સદસદૂ માર્ગનો જ્ઞાતા હોય અને વિવેકબુદ્ધિએ વર્તનારો હોય તેને ગીતાર્થ અર્થાત પીઢ કહેલા છે. બાકી એકલા ઊંમરલાયક થવાથી લાયક નથી બની જવાતું. अभिक्तकिरिया - अभिक्रान्तक्रिया (स्त्री.) (જયાં અન્યમતના સાધુઓ દ્વારા ન વપરાયું હોય તેવું સ્થાન)