________________ ઉચિત પ્રવૃત્તિ છે. તેમજ જે વ્યવહાર લોકમાં નિંદ્ય હોય, ધર્મ અને કુળની હીલના કરનાર હોય તેને વિવેકી પુરુષે ત્યાગવો જોઇએ. તેવી અનુચિત પ્રવૃત્તિ જીવની માત્ર ને માત્ર અધોગતિનું કારણ બને છે. સમાવિયવી - મમતક્ષેત્ર() (સંવિગ્ન સાધુરહિત ક્ષેત્ર, પાર્થસ્થાદિ કુશીલીયા સાધુસહિત ક્ષેત્ર) સમ્રાટસંપ્રતિ એક શાસન પ્રભાવક રાજા હતાં. તેઓએ જિનશાસનની પ્રભાવના માટે પોતાના અધિકારમાં આવતાં સંવિગ્નસાધુ વગરના જે ક્ષેત્રો હતાં, ત્યાં બનાવટી સાધુઓ મોકલીને પ્રથમ લોકોમાં ધર્મની સમજ ફેલાવી. ત્યારબાદ સાચાં સાધુને મોકલીને ધર્મનું પાલન કરાવડાવ્યું. ધન્ય હોજો ! આવા શાસનસમર્પિત શ્રાવકને. ઉમાપુ - નમાવુ (જ.). (અન્યના સંયોગમાં પણ પોતાના સ્વરૂપને ન છોડે તે) પંચવસ્તુકાદિ ગ્રંથમાં કહેલું છે કે “જે બીજી વસ્તુનો યોગ પામીને પણ તેના ગુણમાં પરિણત ન થતાં પોતાનાં સ્વરૂપને પકડી રાખે તે અભાવુક છે. જેમ માટી પાણીના સંયોગમાં આવવાં છતાં પણ તે પાણીરૂપે પરિણત ન થતાં પોતાના સ્વરૂપને પકડી રાખે છે. તેવી રીતે શ્રમણ પણ સાંસારિક પુદ્ગલોના સંયોગે પોતાના આત્મિક ગુણોનો ત્યાગ ન થાય તેનું ધ્યાન રાખે માપન - માયક્ર (ઈ.) (1, ભાષાપર્યાણિરહિત 2. એકેંદ્રિય 3. સિદ્ધ 4, એક ગતિમાંથી બીજી ગતિમાં જતી વખતનો જીવ) જીવ જ્યારે એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને નવાં ભવમાં જતો હોય છે. તે વખતે વચ્ચેનો જે અંતરાલકાળ હોય છે તે અભાષક અવસ્થાનો હોય છે. કેમકે તે અવસ્થામાં જીવ સાથે માત્ર તૈજસ અને કાર્મણ એમ બે જ શરીર હોય છે. અમાસા - અમાપા (શ્નો.) (1. અસત્ય વચન 2. સત્યમિશ્રિત એવું અસત્ય વચન) દશવૈકાલિકસૂત્રમાં લખ્યું છે કે “પંચમહાવ્રતના પ્રતિપાલક સાધુએ અસત્યવચન ક્યારેય પણ બોલવું જોઇએ નહિ. સંજોગવશાતુ બોલવાનું આવે તો સત્યમિશ્રિત એવું અસત્યવચન પણ ન ઉચ્ચારે. તેવા સમયે મૌનને ધારણ કરીને રહે.” *માહિર - કમણિજ(2.) (પ્રકાશ વિનાના ભૂમિ આદિ પદાર્થ). રાત્રિભોજનના ત્યાગીએ જ્યાં અંધારું પડતું હોય. આહારાદિ જોવાને અસમર્થ થવાય તેવા સ્થાનમાં જમવાનું ટાળવું જોઇએ. તેવા સ્થાને કે સમયે ભોજન કરવાથી દિવસ હોવાં છતાં પણ રાત્રિભોજનનું પાપ લાગે છે. જ્યારે સાધુને તો પ્રકાશ વિનાના સ્થાનમાં ગોચરી વહોરવાનો પણ નિષેધ કરવામાં આવેલો છે. મfમ -- fમ(ગવ્ય) (1. સન્મુખ, સામે 2. ચારે તરફ 3. બલાત્કાર, અભિયોગ 4. ઉલ્લંઘન 5. અત્યંત 6. લક્ષ્ય 7, પ્રતિકૂળ 8. સંભાવના 9. વિકલ્પ 10, નિરર્થક) સાધુની દસવિધ ચક્રવાલ સામાચારીમાં કહેવું છે કે પોતાનાથી નાના સાધુ હોય ત્યારે પોતાનું કામ કરાવવા માટે બલાત્કારનો પ્રયોગ ન કરે.' અર્થાતુ પોતાનાથી નાના સાધુ પાસે જબરજસ્તી કામ ન કરાવે. કિંતુ તેમની પાસે મીઠાશભર્યા વચને કહે કે શું તમે મારું આ કામ કરી આપશો? સાધુને બલાભિયોગનો નિષેધ કરવામાં આવેલો છે. अभिआवण्ण - अभ्यापन्न (स्त्री.) (સામે આવેલ). ચીરકાલીન સંયમના પાલન દ્વારા જે યતિએ આત્માને ભાવિત કર્યો છે. તેમની સામે સરસ-નિરસ આહાર, રૂપવતી કે કુરૂપવતી સ્ત્રી, ટાઢ કે તડકો, સરળ કે કઠીન પરિસ્થિતિ આવી ચઢે તો પણ કોઈ જ જાતનો ફરક પડતો નથી. તેતો પોતાની યૌગિક ક્રિયામાં જ મસ્ત રહેતા હોય છે.