________________ અધિકપણું તે ઝેર છે. શરીરમાં વધારે પડતું સુગર ઝેર છે. જરૂરિયાત કરતાં વધારે પડતો પૈસો અહંકાર અને દુર્ગુણોરૂપી ઝેરને ફેલાવે છે. વધુ પડતો પ્રમાદ તમારા નિસ્તેજ ભવિષ્યરૂપી ઝેરને ઉજાગર કરે છે. આમ દરેક ક્ષેત્રે આવશ્કતા કરતાં અતિશયતા ઝેરનું કારણ બને છે. મહિલા - fધવિજ () (યક્ષ-રાક્ષસ-પ્રહાદિ નિમિત્તક દુખ) સાડાબાર વર્ષના સાધનાકાળ દરમ્યાન પ્રભુ ઉપર દેવો દ્વારા અનેક પ્રકારના ઉપસર્ગો કરવામાં આવ્યા. યક્ષ-રાક્ષસાદિ દ્વારા પરમાત્માને ઘણાં દુખ આપવામાં આવ્યા. જેના ત્યાં પાણી માંગતા દુધ હાજર થતું હતું તેવા મહારાણા પ્રતાપનું જ્યારે ભાગ્ય પરવાર્યું ગ્રહો વિપરીત દિશામાં ચાલવા લાગ્યા ત્યારે રોટલાના એક ટુકડા માટે જંગલોમાં ભટકવા લાગ્યા. આવા દેવો દ્વારા કે ગ્રહો દ્વારા જીવને જે માનસિક, વાચિક કે કાયિક દુખ પ્રાપ્ત થાય છે તેને આધિદૈવિક દુખ કહેવામાં આવેલું છે. आहिभोतिय - आधिभौतिक (न.) (મનુષ્ય-તિર્યંચાદિ નિમિત્તક દુખ) જેમ દેવકે ઝહાદિ જનિત દુખોને આધિદૈવિક કહેવામાં આવે છે. તેમ જે દુખોના જનેતા અથવા દુખોને કરનાર મનુષ્ય, પશુ કે પક્ષી હોય તેવા દુખોને આધિભૌતિક કહેવાય છે. જેમ કે કોઇ મનુષ્ય તમને માર્યા અથવા ઠગાઇ કરી. કોઇ પશુએ તમને શિંગડા વડે હાયા. સમડી વગેરે કોઇ પક્ષીએ તમને ક્ષતિ પહોંચાડી તો તેવા તમામ પ્રકારના દુખો આધિભૌતિકની કક્ષામાં આવે છે. ત્રિ - મરાત (ર.) (કહેલ, પ્રતિપાદન કરેલ) * મહિત (ર.) (1, સ્થાપન કરેલ 2. પ્રવેશ કરેલ 3. અનુષ્ઠાન કરેલ) આનંદઘનજી મહારાજને કોઇકે પ્રશ્ન કર્યો કે તમે કહો છો કે પરમાત્માનું ધ્યાન ધરો, પરમાત્માં તમારા ચિત્તને સ્થાપિત કરો વગેરે વગેરે. પરંતુ આ પરીવારની જવાબદારીઓ, સંયોગની કઠિનાઈઓ અને સમયની અલ્પતાના કારણે અમે કેવી રીતે પ્રભુનું ધ્યાન ધરીએ તે કહો? ત્યારે આનંદઘનજી મહારાજે કહ્યું કે ભાઈ ભરબજારમાં દોરડા ઉપર નાચતા નટને પૂછો તેનું ધ્યાન શેમાં છે? હજારો અવાજની વચ્ચે પૈસા ગણતા વ્યક્તિને પૂછો કે તારું ધ્યાન કેવું છે? માથે બેડુ ઉચકીને વાતો કરતી અને હસાહસ કરતી પનીહારીને પૂછો કે તારું ધ્યાન ક્યાં છે? જો આવી અવસ્થામાં પણ તેઓ પોતાના નિર્ધારિત કાર્યમાં ચિત્તને સ્થાપી શક્તાં હોય, તો પછી આટલી જવાબદારીઓની વચ્ચે પણ તમે પરમાત્માનું ધ્યાન કરી જ શકો છે. તેઓએ દર્શાવેલ અનુષ્ઠાનો પણ આચરી જ શકો છો. તેમાં મને કોઈ જ અશક્યતા દેખાતી નથી. માદિયા - મહિલાનિ(ઈ.) (અગ્નિહોત્રી બ્રાહ્મણ) आहियविसेसत्त - आहितविशेषत्व (न.) (સત્યવચનનો અતિશય) મહાભારતના યુદ્ધમાં ચારેય બાજુ વાત ફેલાઈ ગઈ કે અશ્વત્થામા હણાયા છે. પાંડવો તરફથી આ એક ષડયંત્ર જ હતું. કારણ કે દ્રોણાચાર્યને ગમે તેમ કરીને યુદ્ધ કરતા રોકવા જરૂરી હતાં. આ વાત દ્રોણાચાર્યના કાને પણ આવી કે તેમનો પુત્ર અશ્વત્થામાં હણાયો છે. છતાં પણ તેઓને કોઇની ઉપર ભરોસો નહોતો. આથી વાતની સત્યતા પૂરવાર કરવા તેઓ સત્યવાદી યુધિષ્ઠિર પાસે ગયા. અને પૂછ્યું કે શું ખરેખર અશ્વત્થામા હણાયો છે? યુધિષ્ઠિરે પણ અર્ધસત્ય ઉચ્ચારતાં કહ્યું કે અશ્વત્થામા હણાયો છે તે વાત સાચી છે. પરંતુ તે ખબર નથી કે હાથી કે તમારો પુત્ર. અહીં એક વાત તો સાબિત થાય છે કે, સામાન્ય માણસ સાચુ બોલે અને શિષ્ટ પુરુષ જે બોલે તેમાં શિષ્ટપુરુષોના વચનો ઉપર જ લોકો વધુ વિશ્વાસ કરે છે. 410