________________ आहारोवचय - आहारोपचय (त्रि.) (આહારથી પુષ્ટ થયેલ) ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવું છે કે કોઇ અતિવિલાસી, પાપવૃત્તિવાળો જીવ સુખી અને પૈસાદાર હોય તો તેને જોઇને ધર્મી પુરુષે દુખી ન થવું. કારણ કે તેની આ અવસ્થા લીલા ચણા વગેરે ઉત્તમ આહારથી પુષ્ટ થયેલા શરીર વાળા બકરા જેવી છે. જેને ભવિષ્યમાં બલિ તરીકે વધેરવામાં આવવાનો છે. પૂર્વ ભવના પુણ્યના પ્રતાપે તે અત્યારે ભલે સુખી દેખાતો હોય, પરંતુ તેનો ભવિષ્યકાળ તો અત્યંત દારુણ અને દર્દનાક હશે. તમને તો એ વાતનો આનંદ હોવો જોઇએ કે તમને ઉત્તમ દેવ-ગુરુ અને ધર્મની પ્રાપ્તિ થઇ છે. પૈસો ઓછો મળ્યો છે પરંતુ પરિવારનો પ્રેમ અને લાગણી પ્રાપ્ત થઈ છે. જે લાખો રૂપિયા ખર્ચવાથી પણ મેળવી શકાતી નથી. आहारोवचिय - आहारोपचित (त्रि.) (આહારથી પુષ્ટ થયેલ) મહાવUT -- માવા (a.) (ઉદેશ, ધારણા, સંકલ્પ) શાસ્ત્રમાં હિંસા બે પ્રકારે કહેલી છે. તેમાં પ્રથમ છે હેતુહિંસા હેતુ એટલે કારણ, ઇચ્છા, ઇરાદાપૂર્વક જે જીવની હિંસા કરવામાં આવે તે હેતુહિંસા છે. જેમ કે કસાઇ પોતાના ધંધા માટે જીવોને જાણીબૂઝીને મારે છે. આથી તે હેતુહિંસા છે. અને બીજી છે સ્વરૂપહિંસા જે દેખીતી રીતે હિંસા જ છે પરંતુ તેમાં જીવનો પોતાનો હિંસા કરવાનો કોઇ જ ઉદ્દેશ ન હોય તે સ્વરૂપ હિંસા છે. જેવી રીતે પરમાત્માને ફૂલ ચઢાવવા માટે વૃક્ષ પરથી ફૂલ તોડવામાં આવે તો દેખાવથી એમ લાગે કે વનસ્પતિના જીવની હત્યા કરે છે. પરંતુ તે ફૂલનું ચૂંટન કોઇ મોજશોખ માટે નહીં અપિતુ પરમાત્માની ભક્તિના અર્થે હોય છે. તે ફૂલને તોડીને ફૂલના જીવની હિંસા કરવાનો કોઇ જ ઉદ્દેશ હોતો નથી. માદિ - થિ(કું.) (માનસિક પીડા) કલ્પસૂત્રમાં આવે છે કે પ્રભુ મહાવીરે સાધનાકાળ દરમ્યાન તાપસના આશ્રમમાંથી ચાલુ ચોમાસે વિહાર કર્યો અને પાંચ નિયમ લીધા. તે પાંચ નિયમોમાં સહુ પ્રથમ નિયમ હતો કે જયાં અપ્રીતિ થાય ત્યાં રહેવું નહીં. આના દ્વારા પરમાત્માએ પોતાના અનુગામી અનુયાયીઓને પણ સંદેશ આપ્યો કે કોઈ જીવને વાચિક અને કાયિક તો દૂર રહો માનસિક પીડા પણ આપવી નહીં. આપણાં કારણે તેના મનમાં દુખ ઉત્પન્ન થાય એવું એકપણ કાર્યન કરવું. અહો શું પરમાત્મા અને તેઓએ આપેલ ધર્મ છે. આવી કટિબદ્ધતા અને ઉદારતા અન્ય ક્યાંય જોવા નહીં મળે. (ગચ્છમાંથી નીકળેલ સાધુ) હિંડક એટલે હિંડવું, ફરવું, પરિભ્રમણ કરવું એવો થાય છે. જે સાધુ દેશ-પરદેશ, ગામ-પરગામ ભ્રમણ કરવાના સ્વભાવવાળો હોય તેને આહિંડક કહેલા છે. ઓઘનિર્યુક્તિમાં લખ્યું છે કે આહિંડક ઉપદેશ અને અનુપદેશ એમ બે પ્રકારના હોય છે. સૂત્ર અને અર્થને ગ્રહણ કરીને દેશ દર્શનાર્થે ઉપદેશ દેતાં દેતાં વિવિધ સ્થાનોમાં પરિભ્રમણ કરે છે તે ઉપદેશ આહિંડક છે. તથા જેઓ માત્ર તીર્થસ્થાનો કે સ્તુપાદિના દર્શનાર્થે ગમનાગમન કરે છે તે અનુપદેશ આહિક છે. માëિડિઝા - મદિંચ (એચ.) (પરિભ્રમણ કરીને, ફરીને) મહિ - ધિક્ય () (અધિકપણું, વિશેષપણું) બુદ્ધને કોઇકે પ્રશ્ન કર્યો કે ઝેર એ શું છે ત્યારે ગૌતમબુદ્ધ ખૂબ જ સુંદર જવાબ આપ્યો કે જરૂરિયાત કરતાં કોઇપણ વસ્તુનું 4090