________________ નિવેદન કરીને તેનું શુદ્ધપ્રાયશ્ચિત્ત ગ્રહણ કરશે. અને પોતાના આત્માને ઉજ્વળ બનાવશે. આપણે સાચું પ્રાયશ્ચિત્ત એટલા માટે જ નથી કરી શકતાં કેમ કે મનમાં પાપનો ડંખ નથી. પાપ કર્યા પછી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત કરવામાં પણ માયા કરીએ છીએ. ગુરુ પાસે નિર્દોષ ભાવે નિવેદન કરનાર જ શુદ્ધ પ્રાયશ્ચિત્ત કરી શકે છે. aોમ - માવ્યોમ (એચ.) (મર્યાદા કરીને, સીમામાં રાખીને) માસ - અશ્વ (ઈ.) (1. ઘોડો 2. અશ્વિની નક્ષત્ર, 3, અશ્વિની નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ) ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલું છે કે શિષ્ય બે પ્રકારે હોય છે. એક પ્રજ્ઞાપનીય અને બીજો અપ્રજ્ઞાપનીય. તેની ઘોડાની સાથે ઉપમા આપીને વ્યાખ્યા કરતાં કહે છે કે જેમ એક ઘોડો એવો છે જે પોતાના માલિકને ઇશારામાં જ સમજી જાય છે અને તેની ઇચ્છા પ્રમાણે વર્તન કરનારો છે. જ્યારે બીજો ઘોડો એવો છે જેને માલિક ગમે તેટલી ચાબુકો મારે ગમે તેટલું શિક્ષણ આપે પરંતુ પ્રમાદીપણે જ વર્તે છે. તેમ એક શિષ્ય એવો છે જે ગુરૂના મનની વાત ઇશારા માત્રમાં સમજી જાય છે. તેને બોધ કરાવવો સરળ હોય છે. પરંતુ જે અપ્રજ્ઞાપનીય છે તે પ્રમાદી અશ્વની જેમ ગમે તેટલું શિખવાડો. ગમે તેટલી હિતશિક્ષા આપો તેના પર કોઇ જ અસર નથી થતી. તેના માટે તો પત્થર ઉપર પાણી જેવું જ પૂરવાર થાય છે. * માળ (ઈ.) (આહાર, ભોજન) જિનધર્મમાં તપનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવેલું છે. અનાદિકાલથી જીવને જે આહારની સંજ્ઞા દેઢ થઇ છે તેને શિથિલ કરીને અણાહારી પદ મેળવવા માટેની પ્રતિબદ્ધતા એટલે તપ, જ્ઞાનસાર અષ્ટકમાં કહેલું છે કે જ્ઞાનરૂપી અત્યંતર તપ તે શ્રેષ્ઠ તપ છે. કારણ કે બાહ્ય તપ માત્ર શરીરને તપાવે છે. તમારા શરીરની શુદ્ધિ જ કરે છે. જ્યારે જ્ઞાનરૂપી તપ તમારા આત્મા ઉપર લાગેલા કર્મોને અગ્નિની જેમ તપાવે છે. અને તેનો નાશ કરવા દ્વારા આત્માની શુદ્ધિ કરે છે. આથી તેઓ બાહ્ય તપ કરતાં અત્યંતર તપ ઉપર વિશેષ ભાર મૂકે છે. માસ (7) - માયન (કિ.) (આશ્રય કરનાર) -- જીત્ય(પત્ર.) (આશ્રય કરીને, આલંબન લઇને) સંજાન - માાંજનીય (ક) (શંકા કરવા યોગ્ય) મન હમેશાં આત્માને વિપરીત દિશામાં દોરી જનારું હોય છે. જેમાં શંકા કરવાની ના હોય ત્યાં શંકા કરાવશે અને જે શંકા કરવા યોગ્ય ન હોય ત્યાં તમને સતત શંકા કરાવશે. જેમ કે સિનેમા, હોટલ, ટીવી વગેરે પાપ કાર્યો કરતાં તમને શંકા નહીં થવા દે કે તેનાથી તમારું હિત થશે કે નહીં. પરંતુ જ્યારે પણ કોઇ ધાર્મિક અનુષ્ઠાન કરશો એટલે તે જાગ્રત થઇ જશે. સતત ધંટડી વગાડ્યા કરશે કે આનાથી મને લાભ થશે કે નહીં. સંn -- માઊં (ઈ) (રાગ, મોહ, અભિવૃંગ) આસંગ એ પારિભાષિક શબ્દ છે તેનો અર્થ થાય છે મોહ અથવા રાગ, ષોડશક ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજ ફરમાવે છે કે જેમ સંસારની પ્રત્યેક પ્રવૃત્તિમાં જો અપેક્ષા ભળે તો તે તેના નિશ્ચિત ફળને નથી આપતી. તેમ મોક્ષરૂપી ફળને આપનાર પ્રત્યેક અનુષ્ઠાન અપેક્ષારહિત થઇને આચરવું જોઇએ. અપેક્ષા આવી એટલે રાગ આવ્યો અને રાગ આવે ત્યાં વીતરાગતા નથી ટકતી. એટલે કે અપેક્ષા વિનાનું અનુષ્ઠાન જ શુદ્ધ અનુષ્ઠાન છે અને તે જ મોક્ષફળ આપવાને સમર્થ છે. 383 -