________________ વુક્ષ - વિજ્ઞાપન () (વિશિષ્ટ બોધ, વિશેષ જ્ઞાન). ઘરમાં તમે બોસ હોવ એટલે તમે અપેક્ષા રાખો છો કે મારી પત્ની શું કરે છે, મારા સંતાનો શું કરે છે અને મારા પરિચિતો શું કરે છે તેની મને જાણકારી હોવી જોઈએ. જો પત્ની કે પુત્રો તમારી જાણ બહાર કોઇ પ્રવૃત્તિ કરે તો તમે તરત જ ભડકી જાઓ છો. તેમના ઉપર ગુસ્સો કરવા લાગો છો કે મારી જાણ બહાર આ કાર્ય કર્યું જ કેમ. આ બધા બોધની અપેક્ષા રાખો છો, પણ ક્યારેય એ જાણવાની ઇચ્છા રાખી છે કે હું જે વિચારું છું, જે વર્તન કરું છું અને જે બોલું છું તે સભ્ય છે કે અસભ્ય. તે મારા આત્માનું હિત કરનારા છે કે અહિત કરનારા. શું ખરેખર તમારા સભ્યોનું જ્ઞાન હોવું અતિ જરૂરી છે કે પછી તમારા આત્માનું જ્ઞાન હોવું અતિ આવશ્યક છે. તે નક્કી તમારે જાતે જ કરવાનું છે. અrgટ્ટ - ગણિ (સ્ત્રી) (વર્ષા, વરસાદ) ઘણી વખત ગૃહસ્થોને પ્રશ્ન થાય છે કે પોતાના પરિવાર માટે, સારા ભવિષ્ય માટે પૈસા કમાવવો પાપ થોડી જ કહેવાય. તે તો તમારું કર્તવ્ય છે. તમે જેટલું ધન ભેગું કરશો એટલું જ તમારું જીવન વધારે સારું જીવાશે. આ એક ભ્રામક માન્યતા છે. જેવી રીતે વસાદ આવવો તે સારો છે.પણ એ જ વરસાદ જો અતિમાત્રામાં આવી જાય તો તે વિનાશનું કારણ બને છે. માત્રામાં પડેલ વૃષ્ટિ સમસ્ત જગત માટે હિતકારી બને છે. એવી જ રીતે જીવન જરૂરીયાત પૂરતું ધનાર્જન સારું છે. પરંતુ લોભને વશ થઇને આસક્તિપૂર્વક ધનની પાછળ દોડ્યા કરવું તે વિનાશની નિશાની છે. आवेढिय- आवेष्टित (त्रि.) (ચારેય બાજુથી વીંટળાયેલ) કલ્યાણમંદિર સ્તોત્રમાં સિદ્ધસેન દિવાકર સૂરિ મહારાજ કહે છે કે “હે પ્રભુ! આપ મારા જીવનમાં મોર બનીને પધારો. જેવી રીતે ચંદનના વનમાં સર્પો ચંદનવૃક્ષોને વીંટળાઇને રહેલા હોય છે. અને તે જ વનમાં મોરના એક ટહુંકારથી બધા જ સર્પો ગભરાઈને ભાગી જાય છે. તેવી જ રીતે મારા આત્માને પણ ક્રોધ, માન, માયા, લોભરૂપી સર્પો વીંટળાઈ વળ્યા છે. મારા જીવનમાં આપનું આગમન મોરનો ટહુંકાર સાબિત થશે. અને કષાયરૂપી સર્પો ઊભી પૂંછડીએ ભાગી જશે.” आवेढियपरिवेढिय - आवेष्टितपरिवेष्टित (त्रि.) (અત્યંત ગાઢ રીતે ચારે તરફ વીંટળાયેલ). જીવનનું મહત્ત્વ શું છે એ જાણવું હોય તો જેને ફાંસીની સજા થઇ હોય તેને પૂછો. ફાંસીનો ફંદો ચારેય બાજુ વીંટળાઈને તેની અત્યંત ગાઢ રીતે ભીંસ વધારી રહ્યો હોય, ત્યારે તેની જીવવાની જે તીવ્રચ્છા હોય છે તે જોવા જેવી હોય છે. મૃત્યુ તેને ખેંચી રહ્યું હોય પરંતુ તેને જીવન છોડવું નથી હોતું. જ્ઞાની ભગવંતો કહે છે કે મોક્ષનું મહત્ત્વ પણ તેને જ સમજાય છે કે જેને સંસાર, કષાયો, બંધનો ફાંસીના ફંદા જેવા લાગતાં હોય. તેનો આત્મા તેમાં ગુંગળામણ અનુભવતો હોય, તેવા જીવને પૂછજો કે સંસારનું દુખ અને મોક્ષનું મહત્ત્વ શું છે. મવેર - માવેn (g) (વેગ, ઝડપ). * વેત (નિ.) (આગળો ટેકવીને ઊંચો કરેલ પ્રદેશ) ય - મ (વિ.) (વિજ્ઞાપન કરનાર, જણાવનાર) આત્માને પાપ ડંખશે તો પાપોત્પાદક કાર્ય પણ ડંખશે, તેને ખોટા કાર્યો કરવાનું જરાપણ મન નહીં થાય. કદાચ સંજોગવશાતુ કરવું પણ પડશે તો તેમાં તેનું મન નહીં ભળે. અને કાર્ય કર્યા પછી બાળક બનીને ગુરૂદેવ આગળ પોતાના સઘળા પાપોનું