________________ આપણે ત્યાં સિદ્ધચક્ર કે ભક્તામર વગેરે પૂજનો હોય છે ત્યારે પૂજન પ્રારંભ કરતી પૂર્વે કાર્યની નિર્વિન સમાપ્તિ અર્થે સમ્યગ્દષ્ટિ દેવોનું આહ્વાન કરવામાં આવે છે. તેમનું આહ્વાન કરવા માટે ખાસ વિશિષ્ટ મંત્રોચ્ચાર કે સ્તુતિ બોલીને તેમને આમંત્રણ આપવાની વિધિ છે. જેવી રીતે તમે સંબંધની વૃદ્ધિ માટે તમારા મિત્રો કે સ્નેહીજનોને તહેવારાદિ પ્રસંગો પર આમંત્રણ આપો. છો. બસ સમ્યગ્દષ્ટિ દેવો પણ સાધર્મિક બંધું જ છે. પરંતુ તેમની પાસે આપણાથી અધિક શક્તિ હોવાથી પૂજને કે અંજનશલાકાદિ મહોત્સવ નિર્વિઘ્ન પૂર્ણાહૂતિ અર્થે તેઓની સહાય લેવામાં આવે છે. તેઓ પણ પોતાનું કર્તવ્ય સમજીને જિનેશ્વર ભગવંતના ભક્તિ મહોત્સવાદિમાં તુરંત દોડીને આવે છે. મવિ૬- વિજ્ઞf (at) (આવિચ દેશમાં ઉત્પન્ન થયેલ સ્ત્રી) મલિંકા - વિધ્ય (અવ્ય) (પહેરીને, ધારણ કરીને) માર્જ (a) - મલિન (જ.) (પ્રગટ ક્રિયા, પ્રગટપણે કરેલું કાય) જીવ જ્યાં સુધી સંસારમાં હતો ત્યાં સુધી પ્રાઇવેટ હતો. તે કોઇને ભાઈ, પિતા, પુત્ર વગેરે સંબંધોથી જોડાયેલો હતો. પરંતુ જે દિવસે તે શ્રમણવેષ ધારણ કરે છે તે દિવસથી તે કેટલાકના મટીને સમસ્ત જગતનો થઇ જાય છે. તેનો જગતના સર્વ જીવો સાથેનો સંબંધ પણ સમાન પણે જાહેર થઇ જાય છે. શાસ્ત્રોમાં કહેવું છે કે જેવી રીતે સાધુનો સંબંધ જાહેર હોય છે. તેવી જ રીતે તેની તમામ ક્રિયાઓ પણ જાહેર હોવી જોઇએ. તેની પ્રત્યેક ક્રિયા જગત સમક્ષ પ્રગટ હોય છે. તેનું કોઇપણ કાર્ય એવું નથી હોતું કે તેને લોકોથી છુપાવવું પડે. અને જે આવી પ્રગટ ક્રિયાવાળા હોય છે તેને દુનિયાનો કોઇ ભય સતાવી શક્તો નથી, વિ૬ - વિB (ઉ.). (1. ભૂતાદિથી ગ્રસિત 2. આવૃત્ત, વ્યાપ્ત 3. પ્રવેશેલ) કર્મગ્રંથમાં મોહનીય કર્મને મદિરાપાન સમાન કહેલું છે. જેમ દારૂ પીધેલો માણસ પોતાના ચેતાતંત્ર પરનો કાબુ ગુમાવી દે છે. તે સંપૂર્ણપણે દારૂના વશમાં આવીને વિચિત્ર હરકતો કરવા લાગે છે. તેમ આખુંયે જગત મોહરાજાથી ગ્રસિત છે. તેનો નશો. આખા જગતને ચઢેલો છે. અને તેનાથી આવિષ્ટ થયેલ મનુષ્યો ઇર્ષા, પ્રપંચ, ક્રોધ, અહંકાર, માયા વગેરે વિચિત્ર વર્તનો કરતો દેખાય છે. આવા મોહમદિરાથી ગ્રસિત જીવોને જોઇને સર્વજ્ઞ ભગવંતોને તેમના ઉપર ક્રોધ નથી આવતો. તેમનું હૃદય કરૂણાથી આર્દ્ર બનીને ગંગાનદી બનીને વહેવા લાગે છે. વિદ્ધ - વિદ્ધ (કિ.). (1. વિંધાયેલું, છેદાયેલું 2. પહેરેલું, ધારણ કરેલું) કહેવાય છે કે જગતના બે મોટા સત્ય છે એક જન્મ અને બીજું છે મરણ, બાકી બધા જ જે ખેલ છે, તકલીફો છે, મનોરંજનો છે. એ બધું જ એ બન્ને વચ્ચેનો અંતરાલ કાળ છે. આ બે સત્યની વચ્ચે વ્યક્તિ જાત જાતના તોફાનો કરતો હોય છે. નવા નવા કપડા ધારણ કરશે. ઘરેણાંઓ પહેરશે. એક-બીજા માટેનો સ્નેહ બતાવશે. કોઇનું માઠું લાગશે. કોઇની ઇર્ષા થશે. આ બધું જ જન્મ પછી અને મૃત્યુની પહેલાના ભ્રમો છે. બાકી જીવ જયારે જન્મ પામે છે ત્યારે અને મૃત્યુ પામે છે ત્યારે સર્વથા નિર્વસ્ત્ર અને લાગણીહીન અવસ્થાવાળો હોય છે. કફન પણ જાતે લઈને ઓઢી નથી શકતો. બધા ભેગા મળીને તેની ઉપર કફન ઓઢાડે ત્યારે તે સ્મશાને પહોંચે છે. ત્યાં સ્વેચ્છા જરાપણ ચાલતી નથી. आविद्धवीरवलय - आविद्धवीरवलय (त्रि.) (વીરપુરુષોનું આભૂષણ જેણે ધારણ કર્યું છે તે) માવિમવિ - વિર્ભાવ (.) (પ્રગટ થવું, પ્રાદુર્ભાવ થવો) 3800