________________ આવાસ - માવ (.) (આવશ્યક, અવશ્ય કરવા યોગ્ય) * માવાસ (ઈ.) (ઘર, આશ્રય, રહેવાનું સ્થાન) મનુષ્ય જે સ્થાનમાં રહે છે તેને ઘર કહેવાય છે. પ્રાણી જે સ્થાનમાં રહે છે તેને તબેલો કહેવાય છે. તેવી જ રીતે દેવો અને નરકના જીવો જે સ્થાનમાં રહે છે અથવા આશ્રય કરે છે તેને જૈન પરિભાષામાં આવાસ કહેલા છે. જેમ કે ભવનપતિ દેવો વૃત્ત એટલે ગોળાકાર આકૃતિવાળા આવાસોમાં વાસ કરે છે. બૃહસંગ્રહણી ગ્રંથમાં આ આવાસોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે. માવાપāય - વાસપર્વત (ઈ.) (નિવાસરૂપ પર્વત, આશ્રયભૂત પર્વત) લઘસંગ્રહણી ગ્રંથમાં વૈતાઢ્ય પર્વતની ચર્ચા આવે છે. વૈતાઢ્ય પર્વત વૃત્ત અને દીર્ધ એમ બે પ્રકારના છે. આ પર્વતો વિદ્યાધર મનુષ્ય અને તિર્યજુમ્ભક દેવોના આવાસરૂપ કહેલો છે. વૈતાઢ્ય પર્વત પર શ્રેણીબદ્ધ વિદ્યાધર મનુષ્યોના નગરો છે. અને આ નગરમાં માત્ર વિદ્યાધર મનુષ્યો જ વાસ કરી શકે છે. તે સિવાયના મનુષ્યો ત્યાં આવી શકતાં નથી. માવાસવ - માવયવ (7) (અવશ્ય કરવા યોગ્ય સામાયિકાદિ) આજના સમયમાં ધર્મ પ્રત્યેની આપણી સમજણ સાવ જ બદલાઇ ગયેલી છે. ધાર્મિક કહેવાતાં આપણે ખરા અર્થમાં ધર્મનો મર્મ હજી સુધી આપણે સમજયા જ નથી. જેમ કે પરમાત્મા પૂજ્ય છે માટે આપણે દરરોજ પરમાત્માની પૂજા કરીએ છીએ. અરે એવો પણ નિયમ રાખીએ છીએ કે ભગવાનનું મુખ જોયા વિના મોઢામાં પાણી પણ નહીં નાખવાનું. હવે અહીં આપણી ભૂલ થાય છે. પરમાત્મા ઉપકારી છે એટલે પૂજનીય ખરા જ પરંતુ ભગવાને એવું નથી કહ્યું કે મારી પૂજા ફરજીયાત છે. જો ફરજીયાત કોઇ વસ્તુ બતાવી હોય તો તે છે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ વગેરે અનુષ્ઠાનો. ફરજીયાત પૂજા નથી કરવાની ફરજીયાત સામાયિકાદિ કરવાના છે. નિયમ એવો હોવા જોઇએ કે સવારના પ્રતિક્રમણ વિના નવકારશી નહીં કરવાની. કારણકે પૂજાને આવશ્યકમાં સ્થાન નથી પણ પ્રતિક્રમણ અને સામાયિકને છ આવશ્યકમાં સ્થાન આપેલ છે. * માવા (2) (1. સામાયિકાદિ આવશ્યક 2. આવાસ, ઘર) आवासयाणुओग - आवासकानुयोग (पुं.) (આવશ્યકનું વ્યાખ્યાન) પ્રવાહ - માવાદ (ઈ.) (1. વિવાહ પૂર્વે થતો તાંબુલદાનનો ઉત્સવ 2. લગ્ન બાદ વર-વધુને જમવા માટે ઘરે તેડવા તે) વ્યવહારમાર્ગ પ્રવર્તક ભગવાન ઋષભદેવે જેમ સાધુ ધર્મની મર્યાદાઓ બતાડી છે તેવી જ રીતે ગૃહસ્થ ધર્મની પણ મર્યાદાઓ બતાવી છે. સંસારમાર્ગ સુચારુ રૂપે ચાલે તે અર્થે તેઓએ ગૃહસ્થ પાળવા યોગ્ય આચારો અને સીમારેખાઓ રાખેલી છે. તેઓએ જે વ્યવહારમાર્ગ સ્થાપ્યો છે તેની પાછળ ગૂઢ ભાવાર્થ છૂપાયેલો છે. જેમ કે પુરુષ અને કન્યાના લગ્ન પૂર્વે તાંબુલદાનનો પ્રસંગ કરવો એવું વિધાન છે. આવું કરવાથી એમ ન સમજવું કે ખાણી-પીણીનો વ્યવહાર કરવા ભેગા થવાનું છે, તેની પાછળનો હેતુ એ છે કે આમ ભેગા મળવાથી વાતચીત કરવાથી વર અને વધુ પક્ષે એકબીજા માટે સ્નેહની વૃદ્ધિ થશે. જેનાથી પરસ્પર માનોન્નતિ થાય છે. વારંગ - ઝવહિન (ર.) (આહ્વાન કરવું, બોલાવવું) 379 -