________________ એક પણ પ્રયત્ન છોડતો નથી. પણ તે એક વાત ભૂલી જાય છે કે આ સંસાર છે ત્યાં સુધી રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યરૂપી ત્રણ ચોર તેની પાછળ લાગેલા જ છે. અને જ્યાં સુધી તે સંસારમાં રહેલો છે ત્યાં સુધી તેનાથી છૂટકારો થવો અશક્ય અને અસંભવ જ છે.” * મ નy () (આલિંગન આપેલ, જોડેલ) आलिद्धमणालिद्धवंदण - आश्लिष्टानाश्लिष्टवन्दन (न.) (વંદનનો ૨૭મો દોષ) પ્રાતઃ અને સાંયકાલીન પ્રતિક્રમણમાં આપણે વાંદણાસૂત્ર બોલીએ છીએ. આ સૂત્ર ગુરૂવંદના સૂત્ર કહેવાય છે. આ સૂત્રોચ્ચાર સમયે એક વિધિ કરવાનો હોય છે. પોતાના બન્ને હાથ વડે રજોહરણ કે ચરવળાનો સ્પર્શ કરીને મસ્તકે સ્પર્શ કરવાનો હોય છે. આ વિધિ દ્વારા ગુરૂના ચરણને સ્પર્શ કરતાં હોઇએ તેવી ભાવના ભાવવાની હોય છે. પરંતુ પ્રમાદવશ જીવ હાથવડે રજોહરણનો સ્પર્શ કરે પરંતુ મસ્તકનો સ્પર્શ કરે અથવા મસ્તકે હાથ સ્પર્શ પણ રજોહરણાદિનો સ્પર્શ ન કરે તો તે વંદન દોષયુક્ત કહેવાય છે. અને તે આશ્લિષ્ટાનાશ્લિષ્ટ વંદન દોષ બને છે. મતિ (m) ai - (.) (સળગાવનાર, દાહકત) અગ્નિને દાહર્તા કહેલો છે. આમ તો અગ્નિ પ્રકાશ આપે છે પરંતુ તે માત્રામાં હોય તો. જો તે અગ્નિ વિકરાળ સ્વરૂપ લઇ લે તો ઘર, પરઘર, ગામ, નગર કે જંગલદિને પણ બાળીને ખાખ કરી નાંખવા સમર્થ છે. તેવી રીતે ક્રોધરૂપી અગ્નિ ઉપર પણ જે કાબૂ રાખવામાં ન આવે તો તમારી અંદર રહેલા ગુણોનો નાશ, બીજાની પાસે તમને દુષ્ટ સાબિત કરાવનાર અને દુર્ગતિની ગર્તામાં ધકેલનાર બને છે. ત્તિ (f) વી - સારપન () (1. સળગાવનાર, દાહકર્તા 2, ઘરમાં ચિત્રાદિ અર્થે ચોખાદિથી મિશ્રિત જલનો લેપ) ગતિ (ft) વિર - ગાપિત (ઉ.) (ઘર-આંગણાદિને પ્રકાશિત કરનાર) પુત્રને કુલદિપક કહેવામાં આવેલો છે. એટલે પોતાના કાર્યો અને ગુણો દ્વારા જે લોકમાં કુળનું નામ અજવાળે છે. પરંતુ તે માત્ર પોતાના જ કુળનું જ્યારે સ્ત્રી લક્ષ્મીસ્વરૂપ છે. જેમ લક્ષ્મી જ્યાં જાય ત્યાં સુખને આપે છે. લગ્ન પહેલા પિતાના ત્યાં હોય તો પિતા માટે લાભકારી હોય છે. અને લગ્ન પછી પતિ અને તેના ઘર માટે શુકનવંતી હોય છે. આમ સ્ત્રી ઉભયકુળમાં પ્રકાશ પાથરનારી હોય છે. પરંતુ એ જ સ્ત્રી જો પોતાની મર્યાદાને ભૂલે તો બન્ને કુળોને અપયશના સમુદ્રમાં ડૂબાડી દે છે. આત્તિ (જિં) 1 - અન્ના (f) % (6) (ધાન્યવિશેષ, ચોળા) ત્તિ (6) (સ્પર્શ કરવો, અડકવું) આજનો પુરુષ કે સ્ત્રી એકબીજાના સ્પર્શમાત્રથી કામાતુર થઇ જાય છે. તેઓ આખો દિવસ શરીરથી ભલે ગમે તે કામ કરતાં હોય પણ મનમાં તો તે સ્ત્રી કે પુરુષના સ્પર્શની ઝંખના કરતાં હોય છે. શાસ્ત્રકાર પરમર્ષિ આ ચેષ્ટાને તુચ્છતાપૂર્ણ કહે છે. કારણ કે આ શરીર તો નકરી ગંદકીઓથી ભરેલું છે. તેમાંથી સતત અશુચિનો પ્રવાહ વહે રાખે. તેમજ રાગને ઉત્પન્ન કરાવનાર હોવાથી કર્મબંધમાં કારણભૂત છે. જો તમારે સ્પર્શ કરવો જ હોય તો સરુના ચરણનો કરો, તીર્થંકર પરમાત્માની પ્રતિમાનો કરો. આ દેવગુરુનો સ્પર્શ તમારી અંદર રહેલા ગુણોને ઉજાગર કરનાર છે. અને તમને જન્મના બંધનથી મુક્તિ અપાવનારી છે. પ્રાતઃકાળમાં તેમને કરેલો સ્પર્શ તમારા આખા દિવસને સફળ બનાવે છે.