SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ અને વીર્યાચારરૂપ પંચાચારનું યથોક્તરૂપ પાલન કરવાથી જીવ સાચા અર્થમાં સાધુ બને છે. આથી જ તો પંચિંદિય સૂત્રમાં પણ જે પંચવિધ આચારનું પાલન કરતાં હોય તેને જ આચાર્ય કહેલા છે. आयारणिज्जुत्ति - आचारनियुक्ति (स्त्री.) (આચારાંગ સૂત્રની નિયુક્તિ, ભદ્રબાહુસ્વામી વિરચિત નિર્યુક્તિ) વરતેજી - આવર્તન (ઉ.). (આચારપાલનમાં ચોરી કરનાર) જિનેશ્વર ભગંવતે કહેલા સર્વે સાધ્વાચાર મોક્ષરૂપી ફળને આપવાની ક્ષમતા ધરાવે છે. જે જીવ તે આચારોનું ચોરી કર્યા વિના નિરતિચાર પાલન કરે છે, તે નિશ્ચિતપણે મોક્ષને પામે છે. પરંતુ જે જીવ સુખશીલીયા સ્વભાવના કારણે તેમાં અતિચારો લગાડે છે અથવા આચારપાલનમાં ચોરી કરે છે. તો તે ભવાંતરમાં કિલ્બિષિક દેવપણાને પામે છે. એવું દશવૈકાલિકસૂત્રના પાંચમાં અધ્યયનમાં કહેલું છે. માયાવસ - માવાવ (.). (આચારાંગસૂત્ર, આચારાંગસૂત્રનું અપરનામ) આચારોનું પ્રતિપાદન કરનારી અવસ્થા જેમાં રહેલી છે તે આચારદશા. અથવા તો દશ અધ્યયનરૂપ જે સૂત્રનું કથન કરવામાં આવેલું હોય તે આચારદશા સૂત્ર. બાર અંગ સૂત્રમાંના આદ્ય આચારાંગસૂત્રનું અપનામ આચારદશા પણ છે. માયારપ#g - મારા પ્રશ્નન્ય (!). (આચારનો સમૂહ, નિશીથગસુત્રના ત્રણ અધ્યયનસહિત આચારાંગસુત્ર) આચારાંગ સૂત્રમાં શાસ્ત્રપરિજ્ઞા, લોકવિજયથી લઈને નિશીથસૂત્રની ચૂલિકા પર્યત જે આચારોનું કથન કરવામાં આવેલું છે. તેની કુલ સંખ્યા અઠ્યાવીસ છે. આ અઠ્યાવીસ પ્રકારના આચારને આચારપ્રકલ્પ પણ કહેવામાં આવે છે. आयारपकप्पधर - आचारप्रकल्पधर (पुं.) (નિશીથ અધ્યયન પર્યત સૂત્રને ધારણ કરનાર) વ્યવહાર સૂત્રમાં કહેલું છે કે “આચારપ્રલ્પધર સૂત્ર, અર્થ અને તદુભય એમ ત્રણ પ્રકારે કહેલા છે. આચરણ, ક્રિયા એટલે આચાર તે મુખ્યપણે પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ ત્રણ પ્રકારે છે. જે સાધુ નિશીથ અધ્યયન પર્યંતના આગમને સૂત્ર, અર્થ અને તદુભયને ધારણ કરે છે તે આચારપ્રકલ્પધર જાણવા.' आयारपकप्पिय - आचारप्रकल्पिक (पुं.) (આચાર પ્રકલ્પ નામક અધ્યયનને ધારણ કરનાર) आयारपढमसुत्त - आचारप्रथमसूत्र (न.) (આચારાંગ સૂત્રનું પ્રથમ સૂત્ર) आयारपण्णत्तिधर - आचारप्रज्ञप्तिधर (पु.) (આચારાંગસૂત્ર એવં પ્રજ્ઞપ્તિ સૂત્રોના જ્ઞાતા) आयारपणिहि - आचारप्रणिधि (पुं.) (દશવૈકાલિક સૂત્રનું આઠમું અધ્યયન). વર્તમાન કાળમાં પિસ્તાલીસ આગમ વિદ્યમાન છે. આ પિસ્તાલીસે પિસ્તાલીસ આગમમાં અધ્યયનો, ઉદેશા, સ્થાનો વગેરે કહેવામાં આવ્યા છે. આ દરેક અધ્યયનો સકારણ કહેલા છે. તેમાં એક પણ અધ્યયન નિષ્કારણ કે તઘલખી વિચારવાળા નથી. જેમ કે દશવૈકાલિક સૂત્રમાં સાતમું અધ્યયન વાક્યશુદ્ધિનું છે. આ આખાયે અધ્યયનમાં સાધુએ કેવી રીતે નિર્દોષ વચન બોલવા જોઈએ તેનું કથન કર્યું છે. અને જ્યારે આઠમાં આચારપ્રણિધિ નામના અધ્યયનની શરૂઆત કરી ત્યારે કહી દીધું કે વાક્યશુદ્ધિ 340
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy