________________ आयारंगचूला- आचाराङ्गचूडा (स्त्री.) (આચારાંગ સૂત્રના દ્વિતીય શ્રતુન્ડંધનો પાછલો ભાગ) યારસુત્ર - માવાર સુત (ઈ.) (આચારમાં કુશળ) વ્યવહાર સૂત્રમાં આચારકુશળની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવેલી છે, “જ્ઞાનાદિ આચાર વડે જે કાર્ય કરવામાં કુશળ હોય અથવા ભવબંધના હેતુભૂત કર્મોનો નાશ કરવામાં કુશળ હોય તે આચારકુશળ છે. અથવા બીજી રીતે આચારોનો જેને સંપૂર્ણ જ્ઞાન છે કે પછી જ્ઞાનાદિ આચારોને પ્રસંગનુસાર સારી રીતે પ્રયોજી જાણે છે તે આચારકુશળ છે.” आयारक्खेवणी - आचाराक्षेपणी (स्त्री.) (આક્ષેપણી કથાનો એક ભેદ) સંસારમાં અનેક પ્રકારના જીવો રહેલા છે. અને તે દરેક જીવો વિવિધ વિષયોમાં રૂચિ ધરાવતા હોય છે. તે ભિન્ન-ભિન્ન રૂચિ ધરાવતા જીવોને આત્મહિતકર ધર્મ પ્રત્યે આકર્ષવા માટે આપણી કથા પ્રયોજવાનું શાસ્ત્રીય વિધાન છે. તે આપણી પણ અને પ્રકારે છે. જેમ કોઇ જીવને સાધુ વગેરેના આચારો પ્રિય હોય તો તેને લોચ, અસ્નાન, આતાપના, વિહારાદિ આચારોના કથન દ્વારા શ્રમણ સાધુધર્મ પ્રત્યે આકર્ષવાનો પ્રયત્ન કરે. આ પ્રકારની કથાને આચારાપણી કહેવામાં આવે છે. आयारगोयर - आचारगोचर (पु.) (આચારસંબંધી, આચારવિષયક) મોક્ષમાર્ગને સાધી આપનાર અનુષ્ઠાન તે આચાર છે અને તે આચારનો જે વિષય કે સંબંધ તે આચાર ગોચર છે. શાસ્ત્રમાં કહેલું છે કે કોઈ રાજા, મંત્રી કે શ્રેષ્ઠી વગેરે સાધુને બે હાથ જોડીને પૂછે કે હે મુનિવર આપના આચારનો સંબંધ શું છે તે જણાવો. ત્યારે જરાપણ વિચલિત થયા વિના, પ્રસન્નવદની સાધુ તેને સાધુના આચાર અને તેનું ફળ વિસ્તાર પૂર્વક કહે. યારા - માવાઇ (!) (આચારાંગ સૂત્રનો દ્વિતીય શ્રુતસ્કંધ) આચારાંગ સૂત્રની ટીકામાં આચારાગ્ર એટલે દ્વિતીય શ્રુતસ્કંધ કહેલો છે. તેની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે પ્રથમ શ્રુતસ્કંધમાં જે બ્રહ્મચર્યાદિ અધ્યયન કહ્યા તે નહીં કહેવા બરોબર અથવા સંક્ષેપથી કહેલા છે. આથી પ્રથમ શ્રુતસ્કંધમાં કહેલ અર્થો અથવા સંક્ષિપ્ત અર્થોના વિસ્તૃત કથન માટે તેના અગ્રભૂત એવી ચાર ચૂલારૂપ એવો દ્વિતીય શ્રુતસ્કંધ કહીએ છીએ. आयारचूला - आचारचूला (स्त्री.) (આચારાંગ સૂત્રની ચૂલિકા, આચારાંગ સૂત્રનો દ્વિતીય શ્રુતસ્કંધ) આચારાંગ સૂત્રનો દ્વિતીય શ્રુતસ્કંધ આચારચૂલા કે આચારચૂલિકાના નામે પણ ઓળખાય છે. આ બીજા ગ્રુતસ્કંધમાં કુલ પાંચ ચૂલિકા છે. જેમાં પ્રથમ સપ્ત અધ્યયનવાળી, બીજી સપ્તસપ્તતિકા, ત્રીજી ભાવના, ચોથી વિમુક્તિ અને પાંચમી નિશીથ અધ્યયનરૂપ आयारचूलिया - आचारचूलिका (स्त्री.) (આચારાંગ સૂત્રની ચૂલિકા, આચારાંગ સૂત્રનો દ્વિતીય શ્રુતસ્કંધ) માથાર - માણIRટા (a.) (શીલાંગાચાર્ય વિરચિત આચારાંગસૂત્રની ટીકા) મયR - HIR7 (.) (આચારમાં રહેલ, જ્ઞાનાદિ પંચાચારયુક્ત) માત્ર સાધુવેશ ધારણ કરવાથી જીવ સાધુ નથી બની જતો. પરંતુ સર્વજ્ઞ ભાષિત જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર 339