________________ आयरियपायमूल - आचार्यपादमूल (न.) (આચાર્યની નજીક, આચાર્યની પાસે) આચાર્યને શાસ્ત્રમાં તીર્થંકરની સમાન કહેલા છે. આથી જેમ તીર્થંકરની પાસે કે તેમની આજ્ઞામાં રહેવાથી દર્શન-જ્ઞાન અને ચારિત્રનો જેટલો લાભ મળે છે. તેટલો જ લાભ આચાર્ય ભગવંતની આજ્ઞામાં કે તેઓની પાસે રહેવાથી પ્રાપ્ત થાય છે. અને જે જીવ તેમની અવગણના કે નિંદા કરે છે. તે સાક્ષાત્ તીર્થંકર ભગવંતની અવહેલના કરવાના દોષનો ભાગી બને છે. आयरियभासिय - आचार्यभासित (न.) (ત નામે પ્રશ્નવ્યાકરણનું ચતુર્થ અધ્યયન) મામા - સાર્થક (). (મોક્ષમાર્ગ, શિષ્ટપુરુષ પ્રતિપાદિત માર્ગનું આચરણ). આર્યમાર્ગની શાસ્ત્રોમાં અલગ અલગ વ્યાખ્યા કરવામાં આવેલી છે. જેમ કે સર્વ હયધર્મનો ત્યાગ તે આર્યમાર્ગ છે. પાપલેશ્યાનો જયાં જરા પણ સ્પર્શ નથી તે આર્યમાર્ગ છે. સદનુષ્ઠાનનું પાલન તે આર્યમાર્ગ છે. અને છેલ્લે જૈનેન્દ્રશાસન દ્વારા પ્રતિપાદિત મોક્ષમાર્ગ તે આર્યમાર્ગ છે. आयरियविज्जा - आचार्यविद्या (स्त्री.) (પુરુષકલા અંતર્ગત બેંતાલીસમી કલા) आयरियविप्पडिवत्ति- आचार्यविप्रतिपत्ति (स्त्री.) (બંધદશાનું પાંચમું અધ્યયન) મા (2) ચિત્રેય - ગવેર (.) (તીર્થકરની સ્તુતિરૂપ અથવા શ્રાવકધર્મના પ્રતિપાદક વેદ) આવશ્યક સૂત્રમાં સ્પષ્ટ કથન કરવામાં આવ્યું છે કે “તીર્થકરની સ્તુતિ સ્વરૂપ અને શ્રાવકધર્મનું પ્રતિપાદન કરનારા વેદોની રચના આદ્ય ચક્રવર્તી ભરત મહારાજાએ કરેલી હતી. આ વેદોની રચના તેઓએ પોતાના સ્વાધ્યાય અર્થે કરેલી હતી. અને તે વેદો આર્યવેદ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ત્યારબાદ યાજ્ઞવલ્કલાદિ દ્વારા રચિત વેદો તે અનાર્યવેદ કહેવાય છે. આથી આજે પણ જ્યારે યજ્ઞ વગેરેમાં વેદોનો મંત્રોચ્ચાર કરવામાં આવે છે ત્યારે તેમાં નેમિનાથ, પાર્શ્વનાથ, આદિનાથ વગેરે તીર્થકરોના નામોનો ઉલ્લેખ કરવામાં આવે છે.' મારવેરાવૈ - માવાવૈધ્યાવૃત્ય () (વૈયાવચ્ચનો એક ભેદ, આચાર્યદેવની સેવા) તત્ત્વાર્થ સૂત્રમાં વૈધ્યાવચ્ચના દસ સ્થાન જણાવવામાં આવેલા છે. સાધુ તેમજ શ્રાવકે તે દસેય સ્થાનને તન-મન અને ધનથી સહાયક બનવું જોઈએ એવું શાસ્ત્રીયવિધાન છે. આ દસ સ્થાનોમાં સર્વ પ્રથમ સ્થાનરૂપે આચાર્ય ભગવંત છે. આચાર્ય શાસનના રાજા છે. અને ધર્મનેતા એવા આચાર્યદેવની આહાર, પાણી, ઔષધિ, ધન વગેરે દ્વારા સેવા કરવાથી ઉચ્ચ ગોત્ર અને યાવતુ તીર્થકર નામકર્મનો બંધ થાય છે. आयरियव्व - आचरितव्य (त्रि.) (આચરવા યોગ્ય, અનુષ્ઠાનને યોગ્ય) જિનાજ્ઞા કથનાનુસાર ત્યાગવા યોગ્યના ત્યાગથી, ઉપાદેય તત્ત્વના સ્વીકારથી અને આચરવા યોગ્ય અનુષ્ઠાનના આચરણથી જીવ આરાધક બને છે. અને ઉપરોક્ત આચરણથી વિપરીત વર્તતો જીવ વિરાધકની શ્રેણીમાં આવે છે. આથી જ તો વીતરાગ સ્તોત્રમાં હેમચંદ્રાચાર્ય મહારાજે સ્પષ્ટ કહેલું છે કે આજ્ઞાનાની આરાધના મોક્ષ માટે અને તેની વિરાધના સંસાર માટે કારણભૂત 336 -