________________ ઠેર ઠેર તેઓ કર્મની વાતો કરે છે. તેઓ ગુરુત્વાકર્ષણ બળને ઉદાહરણ ટાંકીને કહે છે કે એક બોલને તમે જેટલી તીવ્ર ગતિથી દિવાલ તરફ ફેંકો છો. તે જ બોલ દિવાલ સાથે અથડાઈને તેની બમણી ગતિથી તમારી તરફ પાછો આવે છે. બસ એવી જ રીતે તમે જે પણ સારા કે ખરાબ વિચારોના વાઇબ્રેશન વાતાવરણમાં મોકલો છો. તેની બમણી ગતિથી રિફ્લેક્શન થઇને તે પુનઃ તમારી પાસે જ આવે છે. જૈન શાસ્ત્રોમાં આને કર્મસિદ્ધાંત કહેલો છે. आयपइट्ठिय -- आत्मप्रतिष्ठित (त्रि.) (1. સ્વસ્વરૂપમાં રહેલ 2. ક્રોધનો એક ભેદ) પોતાના મૂળભૂત સ્વરૂપનો કદાપિ ત્યાગ ન કરવો તે આત્મપ્રતિષ્ઠિત કહેવાય. દરેક વ્યક્તિના પોતપોતાના સિદ્ધાંતો હોય છે. તમને ઠેર ઠેર એવા દાખલા જોવા મળશે કે કોઈને જુઠું બોલવું પસંદ નથી. કોઇને ખોટું કરવું ગમતું નથી. તો તેનાથી વિપરીત કેટલાકને બીજા જોડે જુઠું બોલવું કે ખોટું કરવાનું જ વધારે ફાવતું હોય છે. તેઓનો સિદ્ધાંત જ હોય છે કે બીજા જોડે આપણે ખોટું કરવું. અને તેમના વર્તનના આધારે લોકોમાં તેમની તેવી છાપ પડતી હોય છે. જેને સરળ ભાષામાં સ્વભાવ કહીએ છીએ. શાસ્ત્રીય ભાષામાં તેને સ્વસ્વરૂપ કહેલું છે. અધ્યાત્મયોગમાં કહેલું છે કે પૌગલિક ભાવોના ત્યાગપૂર્વક આત્માના મૂળભૂત સ્વભાવનો સ્વીકાર કરવો તે આત્મપ્રતિષ્ઠિત છે. आयपण्णा - आगतप्रज्ञ (त्रि.) (વિદ્વાન, બુદ્ધિશાળી) સૂયગડાંગ સૂત્રમાં આગતપ્રજ્ઞનો અર્થ આ પ્રમાણે કરેલો છે, “સંબર્તિવ્યાકર્તવ્યવિવે. અર્થાતુ ક્યારે શું કરવું જોઇએ અને ક્યારે શું ન કરવું જોઇએ અથવા નિશ્ચય અને વ્યવહારથી શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે. એવો વિવેક જેને પ્રાપ્ત કર્યો છે તે આગતપ્રજ્ઞ જીવ જાણવો.” મયમા - માયતમાન (ઈ.) (મોક્ષમાર્ગ) જેમ કોઇ ગામ, નગર, શહેરમાં જવું હોય તો તે સ્થાનવિશેષ મૂળ, મંઝિલ અથવા સાધ્ય છે. પરંતુ તે સ્થાને પહોંચવા માટે રિક્ષા, ટ્રેન, પ્લેન કે રસ્તો તે તેનું સાધન છે. સાધન વિના સાધ્યનું પ્રાપ્ત થવું અશક્ય છે. તેમ સર્વદુખોનો નાશક એવો મોક્ષ તે સાધ્ય છે. પરંતુ તે સાધ્ય સુધી પહોંચવા માટે જ્ઞાન-દર્શન અને ચારિત્ર તે સાધન કહેલા છે. આ ત્રણેય યોગમાંથી કોઈપણ એક કે અધિક યોગના સેવન દ્વારા સાધ્ય એવા મોક્ષને પૂર્વે કેટલાય જીવ પામ્યા છે. વર્તમાનમાં પામે છે અને ભવિષ્યમાં પામતાં રહેશે. માયાળ - ગામન (1) (શૌચ, શુદ્ધિ) જયાં જયાં પણ આપણી બેઠક હોય તે ચોખ્ખી હોવી જોઇએ તેવો આગ્રહ આપણે રાખતાં હોઇએ છીએ. ઘર, દુકાન, ઓફીસ કે પછી મિત્રો સ્વજનો સાથે મળવાનું ચોતરા જેવું સ્થાન સ્વચ્છ હોય તો આપણો મૂડ સારો રહે છે. ત્યાં બેસવાનું મન થાય છે. અને જો તે સ્થાન શુદ્ધ નથી હોતું તો આપણો મૂડ સતત ઓફ રહ્યા કરે છે. જો અશુદ્ધ એવા બાહ્યસ્થાનો તમને ખૂંચે છે, તો પછી આત્મામાં પડેલ ક્રોધ, અહંકાર, ઇર્ષ્યા વગેરે અશુદ્ધિઓ શું કામ નથી ખૂંચતી ? આત્મામાં પડેલી આ અશુદ્ધિઓને દૂર કરીને આત્માને સ્વચ્છ કરવાનું આપણું કર્તવ્ય નથી? જવાબ જો હા છે તો આજથી જ કામે લાગી જાઓ અને પોતાના આત્માને સ્ફટિક જેવો શુદ્ધ કરી દો. માયમHIT - મામત (વિ.) (શૌચ કરતો, શુદ્ધિ કરતો) મમvi - માથમિનt (1) (એક પ્રકારની વિદ્યા) માયવ - 2 (થા.) (ધ્રુજવું, કંપવું)