________________ મામો (નવ) - મનોજ () (એક પ્રકારનું વાજિંત્ર) ગામ - કામર્શ (ઈ.) (1. પરામર્શ, વિચાર 2. સ્પર્શ) સંસ્કૃત ભાષામાં કિરાતાર્જુનીયમ્ કરીને એક કાવ્ય આવે છે. આ કાવ્યમાં પાંડવોના વનવાસનું વર્ણન આવે છે. પાંડવો જ્યારે વનવાસમાં હતાં ત્યારે તેઓએ દુર્યોધનના કાર્યોની બાતમી મેળવવા માટે એક ગુપ્તચર રાખ્યો હતો. તેમના ગુપ્તચર હસ્તિનાપુરમાં જઇને દુર્યોધનના કાર્યોની બાતમી લઈને આવે છે. તે સમયનું વર્ણન કરતાં લખ્યું છે કે સુખની ઇચ્છાવાળા પુરુષે કોઇપણ કાર્ય કે કોઇપણ વાત સમજી-વિચારીને બોલવી જોઇએ. જે પુરુષ વિચારીને કાર્ય કરે છે તેને સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ જેઓ વગર વિચાર્યું કે દુષ્ટવિચાર પૂર્વક કાર્ય કરે છે, તેને ઘણાંબધા કષ્ટોનો સામનો કરવો પડે છે. માત્ર અવિચારીપણે જ નહીં પરંતુ બીજાનું ખરાબ કરવાના વિચારે કરાયેલું કાર્ય પણ વિપ્નો લાવનારું બને છે. * મામઈ (પુ.) (સ્પર્શ, પ્રમાર્જના કર્યા વિના અડકવું તે) સાધુએ કે ગૃહસ્થ કોઇપણ વસ્તુનો ઉપયોગ પ્રમાર્જના પૂર્વકનો કહેલો છે. સવારે ચૂલો પેટાવવાની પૂર્વે બહેનોએ પૂંજણીથી ગૅસને પ્રમાર્જવાનો હોય છે. તે પૂંજણીના નરમ સ્પર્શથી રાત્રિના સમયે ચૂલાની અંદર ખૂણેખાંચરે ક્યાંક કોઇ જીવ ભરાઇને બેસી ગયો હોય તો બહાર આવી જાય. અને તે સ્થાનેથી દૂર ચાલ્યો જાય. આમ કરવા દ્વારા જીવદયાનું પાલન થાય છે. આ તો માત્ર એક સામાન્ય બાબતની વાત થઇ. આવી જેટલી પણ ક્રિયા હોય તે બધામાં પ્રમાર્જના ભળવી જોઇએ. આવશ્યકસૂત્રમાં તો ત્યાં સુધી કહેલું છે કે કોઇ અચિત્ત વસ્તુ સચિત્ત વસ્તુને સ્પર્શીને રહેલી હોય. તે તેવી વસ્તુનો સ્પર્શ કરવો પણ સાધુને ત્યાજ્ય છે. ગામોષ (!). (ચોરી કરનાર, ચોર) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે “હે પ્રભુ! તમે એક ચોર છો. તમે ચોરી કરવામાં ખૂબ પાવરધા છો. એટલું જ નહીં ચોરી કરવામાં પણ જાદુગરી વાપરો છો.' સ્વામી તુમે કાંઇ કામણ કીધું ચિત્તડું હમારું ચોરી લીધું “હે નાથ ! આપે અમારી ઉપર એવું તો શું કામણ-ટુમણ કર્યું છે કે અમે તારી પાછળ મોહાઇ ગયા છીએ. અમે સહર્ષ તમને અમારું મન ચોરવાની અનુમતિ આપી બેઠા છીએ. આપ માત્રવિતરાગ નથી. કિંતુ અમારા ચિત્તની ચોરી કરનારા ચિત્તચોર પણ છો.' आमोसग - आमोषक (पुं.) (ચોર. ચોરી કરનાર) માદિ- મામf() વધ(g) (ત નામે એક લબ્ધિ, આમાઁષધિ) આવશ્યકસૂત્ર, પ્રવચન સારોદ્ધાર, વિશેષાવશ્યક મહાભાષ્યાદિ ગ્રંથોમાં જીવને પૂર્વકૃત પુણ્ય કે ચારિત્રની આરાધનાથી પ્રાપ્ત થતી વિવિધલબ્ધિઓનું કથન કરવામાં આવેલું છે. તે લબ્ધિઓ કુલ અઠ્યાવીસ પ્રકારે કહેલી છે. તદંતર્ગત આમાઁષધિ નામક લબ્ધિની વ્યાખ્યા કરતાં કહે છે કે આ લબ્ધિને પ્રાપ્ત પુરુષના હાથ-પગ કે કોઇપણ અવયવના સ્પર્શમાત્રથી પુરુષના અસાધ્ય વ્યાધિઓ પણ નાશ પામી જાય છે. અરે અવયવની વાત તો દૂર જવા દો તેઓના ઘૂંક કે પસીનાનો પણ સ્પર્શ થઇ જાય તો રોગીની. કાયા કંચન વરણી થઈ શોભી ઉઠે છે. માપત્ત - ગામ () પધાસ (કિ.) (આમાઁષધિ લબ્ધિવાળો) 325