________________ ખેત્ર ( વે) - સાપક (ઈ.) (શિરોભૂષણ, મુગટમાં ધારણ કરવામાં આવતી ફૂલોની માળા) મનેT - સાપ જ઼(g) (શિરોભૂષણ, મુગટમાં ધારણ કરવામાં આવતી ફૂલોની માળા) * માનવ (2) (પરસ્પર કાંઈક સંબદ્ધ) આ વાત સર્વવિદિત જ છે કે અગ્નિનો ઇંધણ સાથે એક થોડોક પણ સંબંધ થતાં તેમાં અગ્નિ તરત પ્રગટી ઉઠે છે. કારણ કે અગ્નિનો સ્વભાવ છે કે તેના સંપર્કમાં જે પણ આવે તેને બાળી નાંખવું. અને સામે પક્ષે ઇંધણનો પણ સ્વભાવ છે કે અગ્નિ સાથે મિલન થતાં જ તે સળગી ઉઠે છે, અને સ્વયં નાશ પામે છે. તેવી જ રીતે ક્રોધ અને તેના સંપર્કમાં આવનાર વ્યક્તિનું પણ કંઈક આવું જ છે. ક્રોધનો સ્વભાવ જ છે કે તેના સંપર્કમાં આવેલ પુરુષને સંપૂર્ણ રીતે બાળી નાંખે અને તેના સંપર્કમાં આવેલ પુરુષ પણ પોતાના શુદ્ધ અધ્યવસાયો, વિવેકશક્તિ, સ્વજન કે પરજનનો વિશ્વાસ તેમજ આત્મામાં રહેલા સદ્દગુણોને બાળી નાંખે છે અને કપરિણામોનો સહભાગી બને છે. * મામો (ઈ.) (ફૂલયુક્ત કેશબંધ વિશેષ, માથાના વાળની ગૂંથણી વિશેષ) આજની સ્ત્રીઓ સ્ટાઇલિશ દેખાવવા માટે જાત-જાતની હેરસ્ટાઇલ કરતી હોય છે. વિવિધ પ્રકારે માથાના વાળની ગૂંથણી કરીને પોતાના તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરતી હોય છે. તેઓ એ વાત બહુ સારી રીતે સમજે છે કે જો બેદરકારી પૂર્વક વાળ બાંધીશ તો લોકોમાં હાંસીપાત્ર બનીશ, આથી વાળ ઓળવામાં તેઓ સહુથી વધુ સમય લેતા હોય છે. કેશબંધમાં તેઓ જેટલો સમય બરબાદ કરે છે. તેટલો સમય ઘરને સંભાળવામાં, બાળકોને સંસ્કાર આપવામાં વીતાવે તો તે લેખે ગયો કહેવાય. વાળની સ્ટાઇલીશ ગૂંથણીથી થોડોક સમય પુરતી સુંદર દેખાશે. પરંતુ માવજત પૂર્વક ઘરને સંભાળવાથી અને સંતાનોને સંસ્કાર આપવાથી તેની આખી જીંદગી સુંદર બની જાય છે. આથી જ તો સંસ્કૃત શબ્દકોષમાં સ્ત્રીનું બીજું નામ ગૃહિણી કહેવામાં આવેલું છે. ત્યાં ગૃહિણીનો અર્થ એક સ્ત્રીમાં સમસ્ત પરિવાર સમાયેલો હોય તે ગૃહિણી કર્યો છે. આમવરલ - મોક્ષ (g). (મોક્ષ, મુક્તિ, કર્મોનો સર્વથા અભાવ) શરીરમાં તાવને શરદી ભરાયેલી હતી. દવા લીધીને રોગથી મુક્તિ મળતાં મનમાં કેવો આનંદ થાય છે?. ગાડી નહોતી આવી અને બધે ચાલતાં જવું પડતું હતું. ગાડી આવતા ચાલવામાંથી છૂટકારો મળી ગયો કેવી મઝા પડી ગઇ? રોજ કપડા હાથે ધોવા પડતાં હતાં. વોશિંગમશીન આવી ગયું અને કપડા ધોવામાંથી મુક્તિ મળી ગઈ. કેવો હાશકારો અનુભવો છો ?. જો આટલા નાના નાના દુખોમાંથી મળતી મુક્તિ તમને બહુ જ આનંદ આપે છે. તો પછી વિચારી જુઓ કે બધા જ દુખોના મૂળભૂત કારણ એવા કર્મોથી સર્વથા મુક્તિ મળી જાય, તો કેવો આનંદ અનુભવાય. મોક્ષમાં બિરાજમાન સિદ્ધભગવંતો આપણા સુખ કરતાં અનંતગણ અધિક સુખોને સતત અનુભવી રહ્યા છે. મામા - મોજ (કું.) (1. પહેરવું, ધારણ કરવું 2. કચરાનો ઢગલો) સુંદર વસ્ત્રો અને ઘરેણાં ધારણ કરવાથી માણસની આકૃતિ સુંદર દેખાય છે. પરંતુ તેના કાર્યો નિદ્ય અને પરપીડક હશે તો તે વસ્ત્રાદિની કોઇ જ કિંમત નથી, હવે એનાથી વિપરીત સમજીએ. માણસ જોડે પહેરવા સુંદર વસ્ત્રો કે ઘરેણાં નહીં હોય તો કદાચ તે સુંદર નહીં દેખાય. પરંતુ તેના કાર્યો ઉમદા અને પરોપકારી હશે તો તેને આખું જગત પૂજશે. મહાત્મા ગાંધી સારા વસ્ત્રો નહોતા પહેરતાં. નીચી પોતડી અને ઉપરના ભાગે જાડી ખાદીનું એક કપડું જ હતું. પરંતુ તેમના કાર્યો ખૂબ જ સુંદર હતાં. તેઓના પ્રત્યેક કાર્યો બીજા માટે હતાં. તેમનું સુવું-ઉઠવું, ખાવું-પીવું. એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમનાગમન. યાવતું વિચારી પણ બીજા માટે કરતાં. આથી જ તો આખો દેશ તેમને રાષ્ટ્રપિતા કહીને સંબોધે છે. 324