________________ જગતની અંદર જેટલા પણ જીવો પીડા પામે છે તે માત્રને માત્ર જ્ઞાનના અભાવે. સમ્યજ્ઞાનના અભાવે જીવ પોતને જે પણ દુખ કે ખરાબ પરિસ્થિતિ આવે છે તેનું કારણ અન્યને સમજે છે. જ્ઞાનના અભાવે જ જીવને ઇર્ષ્યા, ક્રોધ, દ્વેષ, અહંકારાદિ દુર્ગુણો પ્રગટે છે. જ્યારે જ્ઞાનના સભાવમાં મહાવીર, ગૌતમસ્વામી, સ્કંધકમુનિ કે પછી મેતાર્યમુનિ જેવા આત્માઓનું નિર્માણ થાય છે. આ જીવો પર બીજા લોકોએ અત્યાચાર ગુજાર્યા હતાં. છતાં પણ તેઓને લેશમાત્ર ષ નહોતો પ્રગટ્યો. કારણ કે તેઓ જાણતા હતાં કે અમારી જે પણ પરિસ્થિતિ થઇ છે તેની પાછળ મારું પોતાનું કરેલું કર્મ જ જવાબદાર છે. આ સામેવાળો જીવ તો નિમિત્ત માત્ર છે. મામાન - ગામોગાન (7) (જ્ઞાનપૂર્વકનું ધ્યાન) મામા - મામાન(1) (1. ઉપયોગ 2. ધ્યાન 3. જ્ઞાન 4, વિચાર) મતિજ્ઞાન વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ બે પ્રકારે કહેલું છે. તેમાં સામાન્યજ્ઞાન તે વ્યંજનાવગ્રહ છે અને વિશિષ્ટજ્ઞાન તે અર્થાવગ્રહ છે. નંદીસૂત્રની ટીકામાં કહેલું છે કે અર્થાવગ્રહ થયા પછી તરત જ જે નિશ્ચયાત્મક વિશિષ્ટ બોધ થાય છે તેને આભોગન કહેવામાં આવે છે. મામા - મામળનતા(a.). (1. ઉપયોગ 2 ધ્યાન 3. જ્ઞાન 4. વિચાર 5. ઈહા) आभोगणिवत्तिय - आभोगनिवर्तित (त्रि.) (જાણીબુઝીને કરેલું, જાણપૂર્વક કરેલ) એક અજાણતા દોષનું સેવન કરે અને બીજો જાણીબુઝીને દોષને સેવે. આ બન્નેમાં વધારે પ્રાયશ્ચિત્ત જાણકારી પૂર્વક દોષ સેવનારને આવે છે. કારણ કે અજ્ઞાનપૂર્વક દોષનું સેવન થયું હોય તો તેને જ્ઞાન આપવા દ્વારા તે પાપમાંથી નિવૃત્ત કરવું સહજ બની જાય છે. જયારે જેને પહેલેથી જ ખબર છે કે આ દોષ સેવવામાં કેટલો ભયંકર પાપકર્મનો બંધ છે. છતાં પણ ઉપેક્ષા પૂર્વક સેવન કરે છે તેને સામાન્ય પ્રાયશ્ચિત્તથી દોષનું નિવારણ શક્ય બનતું નથી. આથી જ તો માયાપૂર્વક પ્રાયશ્ચિત્ત કરનાર લમણાસાધ્વીજીને ચોર્યાસી ચોવીસી સુધી રખડવું પડ્યું. आभोगबउस - आभोगबकुश (पुं.) (બકુશ સાધુનો એક ભેદ, જાણીબુઝીને દોષ લગાડનાર સાધુ) ગુરુવંદન ભાષ્યમાં વંદનને અયોગ્ય એવા સાધુના પાંચ ભેદ બતાવવામાં આવ્યા છે. આ પાંચ ભેદ અંતર્ગત એક ભેદ બકુશ સાધનો આવે છે. દીક્ષા લીધેલી હોવાથી સાધુનો વેષ ધારણ કરેલો હોય છે. પાપ અને પુણ્યનું સુદ્ધ જ્ઞાન હોવા છતાં પણ સુખશીલતા સ્વભાવના કારણે કોથી ડરી જઇને સાધુતામાં દોષ લગાડનારા હોય છે. આવા સાધુને આભોગબકુશ પણ કહેવામાં આવે છે. મમmmit - મામશન(શ્નો.) (વિદ્યાનો એક ભેદ, તે નામની એક વિદ્યા) ગામ - ગામ (મત્ર) (1. સ્વીકાર 2. અપરિપક્વ, કાચુ 3. સદોષ આહાર 3. રોગ, પીડા) અપક્વ એવી કોઇપણ વસ્તુ શરીર કે મન માટે સારી નથી હોતી. પછી તે રસોઇ હોય, જ્ઞાન હોય, સંબંધ હોય કે પછી આરાધનાસાધના હોય, અપરિપક્વ હોવાના કારણે તે સાધકને પોતાનું મુખ્ય ફળ આપવામાં અસમર્થ નીવડે છે. કાચી રસોઇ મુખ અને સ્વાથ્યને માટે હાનિકારક છે. અપૂર્ણજ્ઞાન પંડિતોની વચ્ચે હાસ્યાસ્પદ બનાવે છે. અધકેળવાયેલા સંબંધો મનમાં ખટાશ ઉત્પન્ન કરાવે છે. અને અપરિપક્વ એવી આરાધના-સાધના જીવને સાધ્યની સિદ્ધિ કરાવી નથી શકતી. 316