________________ મમિત્તે - મrfમહેશ્ય(3) (અભિષેકને યોગ્ય) પૂર્વના કાળમાં રાજાઓ પોતાની ગાદી ઉપર યોગ્ય પુરુષને સ્થાપિત કરતાં હતાં. તે પુરુષ પછી રાજપુત્ર પણ હોઈ શકે છે અથવા પછી કોઇ અન્ય પણ. પરાક્રમ, સંસ્કારીતા અને બુદ્ધિ વગેરે ગુણોથી યુક્ત હોવા ઉપરાંત જે નેતૃત્વ ગુણવાળો હોય તેવા જ પુરુષને અભિષેક યોગ્ય ગણતાં હતાં. અને તેવા જે પણ પુરુષનો અભિષેક કરવામાં આવે તેને સમસ્ત નગર, રાજય કે દેશ પોતાના અધિપતિ તરીકે સ્વીકારીને તેની આજ્ઞામાં રહેતો હતો. પરંતુ જે રાજાને પુત્ર ન હોય તેની ગાદી ઉપર યોગ્ય જીવને સ્થાપિત કરવા માટે રાજહસ્તિની સૂંઢમાં અભિષેક જળને આપવામાં આવતું. તે રાજહસ્તિ નગરમાંથી જે પણ વ્યક્તિ ઉપર અભિષેક જળ સીચે તેને રાજા તરીકે ઘોષિત કરવામાં આવતો હતો. આમીર - મીર (ઈ) (1. એક શદ્રજાતિ, આહીર, ગોવાળ 2. તે નામે એક દેશ 3. તે નામના દેશમાં રહેનાર 4. તે નામના દેશનો રાજા) आभीरदेस - आभीरदेश (पुं.) (ત નામે એક દેશ) आभीरविसय - आभीरविषय (पुं.) (ત નામે એક દેશ) आभीरसाहु - आभीरसाधु (पुं.) (તે નામે પ્રસિદ્ધ આહીરપુત્ર) आभीरीवंचग- आभीरीवञ्चक (त्रि.) (આહીરની સ્ત્રીને ઠગનાર વણિક) એક વણિકની દુકાને આહીરની સ્ત્રી રૂ લેવા આવી. તેણે બે રૂપિયાનું રૂ માંગ્યું. વેપારીએ ચાલાકી કરીને એક જ રૂને બેવાર તોલીને સ્ત્રીને આપ્યું. સ્ત્રી તો ભોળાભાવે રૂલઇને ચાલી ગઈ. આ બાજુ વણિકે વિચાર્યું કે આજે તો મેં ઉસ્તાદીથી પૈસા મેળવ્યા છે માટે તે પૈસાથી હું પોતે માલપુઆ ખાઇશ. તેણે ઘરે આવી પત્નીને તે પૈસા આપીને કહ્યું કે મારા માટે માલપુઆ બનાવ ત્યાં સુધી હું જરૂરી કામ પતાવીને આવું છું. આ બાજુ સ્ત્રીએ માલપુઆ બનાવ્યા તેટલી વારમાં તેમનો જમાઇ મિત્ર સાથે આવ્યો. એટલે વણિકપત્નીએ તે માલપુઆ જમાઈને પીરસી દીધા. માલપુઆ જમાઇ અને તેનો મિત્ર ખાઇ ગયા. આ બાજુ વણિક કામ પતાવી ઘરે આવ્યો અને જમવા બેઠો. પત્નીએ સાદુ ખાવાનું પીરસું. વણિકે પૂછવું માલપુઆ ક્યાં પત્ની બોલી તે તો જમાઈ તેમનો મિત્ર જમી ગયા. આ સાંભળી વણિકને પસ્તાવો થયો કે મેં બિચારી આહીરસ્ત્રીને ખોટી રીતે ઠગી. તે શરીરચિત્તાર્થે બહાર ગયો ત્યાં સાધુનો સંજોગ મળ્યો અને સાધુની વાણી સાંભળીને ભૂલનો પસ્તાવો થયો. તેણે પરિવારની સમ્મતિપૂર્વક દીક્ષા લઇને આત્મકલ્યાણ સાધ્યું. મામા - મામયિત્વા (મ.) (જાણીને) મોર્ડ - મોજ (પત્ર.) (જાણીને) મામ માળ - ગામોગાયત(કિ.) (જોતો, જાણતો) મામા - મામા(કું.) (જ્ઞાન, બોધ, ઉપયોગ)