SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ . માતા (1) વાયા - સતાપરતા (શ્નો.) (શીત-તાપને સહન કરવું તે, શરીરને તપાવવું તે) માતા (વા) ના - માતાપના (રૂ.) (1. શીતાદિને સહન કરવું તે 2. તપનો એક ભેદ) શરીરની સુખશીલતા માટે જેમ આતાપના કરવી નિષિદ્ધ છે. તેવી જ રીતે વિશિષ્ટ કર્મોના ક્ષય અર્થે આતાપના ગ્રહણ કરવી તે એક પ્રકારનો તપ કહેલો છે. વૈશાખાદિ ઋતુમાં ધોમધખતા તડકામાં બેઠા બેઠા કે ઉભા ઉભા ઉષ્ણતાને અનુભવવી તે આતાપના નામનો તપ છે. આ આતાપના પરિષહ જેનું શારીરિક અને માનસિક બળ સંપૂર્ણપણે યોગ્ય છે તેવા જીવે ગુરુની અનુમતિ લઈને કરવાનો શાસ્ત્રાદેશ છે. તિવિ (?) - માતfપન (ઈ.) (આતાપના લેનાર, શીત-તાપાદિ સહન કરનાર) માતા (1) faણ - તિાપવિત (વ્ય.) (આતાપના માટે, તાપણા માટે) માતા () fજા - સતાપયિત્વા (વ્ય.) (આતાપના કરીને, તાપણું કરીને) માતા () તેમાળ - માતાપ (વિ.) (આતાપના કરતો, તાપાદિ સહન કરતો) માતા (1) firm - ભિનિવેશ (g) (પોતાપણાની બુદ્ધિ, કદાગ્રહવિશેષ) બૌદ્ધ શાસ્ત્રમાં કહેલું છે કે જીવને જ્યાં સુધી આત્માભિનિવેશ હોય છે ત્યાં સુધી તેનો સંસારમાંથી નિતાર થવો અશક્ય છે. હું, મારુ ઘર, મારો પરિવાર, મારી પત્ની, પુત્ર એવો જે હું ને મારા પણાનો ભાવ છે. તેને આત્માભિનિવેશ કહેલો છે. અને જીવને આ બધામાં જે રાગબુદ્ધિ થાય છે તેની પાછળ આત્માની અજ્ઞાનદશા રહેલી છે. કારણ કે જ્ઞાનદશામાં આવો ભાવ જીવને કદાપિ થતો નથી. જ્યારે જૈનશાસ્ત્રમાં તો કહેવું છે કે જ્યાં સુધી જીવને રાગ, દ્વેષ અને મોહનું વળગણ લાગેલું છે ત્યાં સુધી ભવસમુદ્રનો અંત થવો દુર્લભ છે. માતા (1) freત્ત - માત્મff (.) (સ્વબળે રાજયે સ્થાપિત થનાર ભરતાદિ રાજા) વ્યવહાર પ્રજ્ઞપ્તિ આગમમાં કહેવું છે કે રાજા કુલ બે પ્રકારના હોય છે. એક હોય છે આત્માભિષિક્ત અને બીજા પરાભિષિક્ત. જે પોતાના પુણ્ય અને શારીરિક ક્ષમતાએ રાજ્યને મેળવ્યું હોય તે આત્માભિષિક્ત છે. જેમ કે ભરત ચક્રવર્તી રાજાએ છ ખંડનું અધિપતિપણું સ્વબળે મેળવ્યું. તથા તેની ગાદી પર આવેલ તેના જ સંતાન તે પરાભિષિક્ત જાણવા. માતા (1) રામ() - માત્માRifમન (ઈ.) (આત્માનુભવમાં મગ્ન, આત્મસુખમાં રમણ કરનાર), અષ્ટક પ્રકરણમાં કહેલું છે કે “અધ્યાત્મયોગીઓ, કેવલજ્ઞાની અને સિદ્ધ ભગવંતો આત્મારામી છે. કારણ કે તેઓએ આત્મસુખના રસને ચાખ્યો છે.” આત્મરમણતાના સુખને માણેલો હોવાથી તેઓને સંસારના પૌગલિક સુખો કચરાના ઢગલા જેવા લાગે છે. અરે તેઓને સાંસારિક સુખો તરફ નજર સુદ્ધાંય કરવાનું મન નથી થતું. અષ્ટક પ્રકરણમાં વિશેષ કહેવું છે કે “આત્મારામ જીવો સ્વયં સંસારથી નિવૃત્ત થયેલા છે, અને તેમની સેવા કરનાર બીજા આત્માઓનો પણ ભવનિતાર કરનારા છે.” आतालिज्जंत - आताड्यमान (त्रि.) (તાડના કરતો)
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy