________________ ગાયક - મહેતુ (6) (આત્મનિમિત્તે, પોતાના અર્થે) માતા(ગા) - ગાત્મ (at. S.) (1. જીવ, આત્મા 2. સ્વયં, પોતે 3. શરીર, દેહ૪. આત્માના જ્ઞાનાદિ ગુણો). જ્ઞાની ભગવંત કહે છે કે “આખા સંસારનું સંચાલન જીવ અને નિર્જીવન સંયોગને આશ્રયીને છે.” જડ અને ચેતનના કારણે સંસારચક્ર પરિભ્રમણ કરી શકે છે. એકલો જડ કે એકલો ચેતન ચલાવવા અસમર્થ છે. જડ એટલે કર્મપુદ્ગલો અને ચેતન એટલે આપણો આત્મા. જડ વિના આત્મા સંસારમાં રહી શકતો નથી. તેમ આત્મા વિના પ્રત્યેક જડ પદાર્થ નિરર્થક છે. એટલે આના પરથી એક વાત તો નક્કી થાય છે કે આપણો આત્મા જડથી સર્વથા ભિન્ન છે. અને સંસાર એ આપણું સાચું સરનામું નથી. જો આત્મા જડ સાથેની દોસ્તી છોડી દે તો તેને સાચું ઠેકાણું જલ્દી મળે છે. માતા (1) અજંપ - માત્માનુષ્પન્ન (B.) (1. પોતાના આત્માની અનુકંપા કરનાર, આત્મહિતમાં પ્રવૃત્ત 3. પ્રત્યેકબુદ્ધ૪. જિનકલ્પી સાધુ) દુષ્યચરણથી દુર્ગતિ અને સદાચરણથી સદ્ગતિ થાય છે. એવો બોધ પ્રાપ્ત થયા બાદ જે જીવ સદ્ગતિમાં લઇ જવા સમર્થ એવા સદનુષ્ઠાનોનું સેવન કરે છે. તેવા જીવને શાસ્ત્રમાં આત્માનુકંપક કહેલા છે. એટલે કે તેઓ જેમ બીજા જીવોનું ભલું કરીને અનુકંપાના ફળને પ્રાપ્ત કરે છે. તેમ સ્વ અર્થે શુભપ્રવૃત્તિ કરવા દ્વારા આત્માનુકંપાના ફળ ને મેળવે છે. માતા (1) પુસ્જરી - આત્માનુસ્મરVT () (અત્માનું અનુસ્મરણ કરવું તે) માતા (થા) "સાસા - માત્માનુ/રન (જ.) (આત્માનું અનુશાસન કરવું, આત્માને નિયંત્રિત રાખવો તે) આ સારું છે અને આ ખોટું છે. આ રસ્તો ખોટો છે. આ માર્ગ સાચો છે. આ પ્રમાણે વર્તવું યોગ્ય છે અને આ પ્રમાણે વર્તવું જરાપણ યોગ્ય નથી. આવી અનેક સલાહો કે સૂચનો આપણને માતા-પિતા પાસેથી, વડીલો પાસેથી, ગુરૂજનો પાસેથી મળતાં હોય છે. આપણે રસ્તો ભટકી ન જઇએ તે માટે તેઓ જે પણ વાત જણાવે છે યોગ્ય છે. પરંતુ પરમાત્મા કહે છે કે તેઓ તારી ઉપર અનુશાસન કરે તેના કરતાં તું સ્વયં તારા આત્માનું અનુશાસન કર. એટલે કે તારા વિવેકને જાગ્રત કર. બીજા નહીં તું સ્વયં જ નક્કી કર કે શેનાથી તારું અહિત થઇ શકે છે અને શેના દ્વારા તારું કલ્યાણ થઇ શકે છે. બીજા દ્વારા કરાયેલું અનુશાસન કદાચ તને કોઈક વખત દુષ્ટ પ્રવૃત્તિ કરાવી શકે છે. પણ તે સ્વયં પોતાના આત્માને નિયંત્રિત કર્યો હશે તો તેને કદાપિ અસદનુષ્ઠાનો સેવવાનું મન નહીં જ થાય. માતલિ - માતાપ (.) (અલ્પ તાપ, ગરમી) માતા (1) વI - માતાજ(કું.) (શીત-તાપ આદિ સહન કરનાર, આતાપના લેનાર પરતીર્થિકનો એક ભેદ) શીતઋતુમાં ઠંડીને દૂર કરવા માટે સૂર્યનો તડકો લેવો, અગ્નિનું તાપણું કરવું, જાડી રજાઇઓ ઓઢવી તેને સંસ્કૃત ભાષામાં આતાપના કહેવાય છે. કેટલાક દર્શનોમાં આતાપના લેવી તેને ધર્મ કહેલો છે. પરંતુ જિનશાસનમાં તેનો નિષેધ કરવામાં આવેલો છે. જે પ્રવૃત્તિ તમારી સુખશીલતાને પોષે તેવી પ્રવૃત્તિને ત્યાજય કહેલ છે. દશવૈકાલિક સૂત્રમાં કહેલું છે કે ઠંડીની ઋતુમાં સાધુ આતાપના માટે સંપૂર્ણ તો દૂર રહો અલ્પ માત્રામાં પણ અગ્નિનું સેવન ન કરે. અને જે સેવે તેને પ્રાયશ્ચિત્ત આવે એમ જાણવું. માતા (1) વા - માતાજન () (એકવાર કે અલ્પ પ્રમાણે તાપવું)