SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ MIR - માજ્ઞવિ (ત્રિ.) (આજ્ઞાનું પાલન કરનાર) દરેક માતા-પિતા પોતાના સંતાનોને નાની નાની બાબતોમાં શિખામણ આપતાં હોય છે. કેમ કે તેઓને ખબર છે કે સંતાનો દરેક અનુભવોમાંથી પસાર નથી થયા. આથી તેઓ અજાણપણે કોઈને કોઈ મુસીબતમાં મૂકાઇ શકે છે. આથી તેમની હિતભાવનાથી સંતાનને ગમે કે ન ગમે શિખામણ ચોક્કસ આપે જ છે. અને જે સંતાન તેમની હિતશિક્ષાનુસાર વર્તે છે તેઓને કોઇ જ તકલીફ નડતી નથી. બસ! એવી જ રીતે સીમિત દૃષ્ટિવાળા આપણે માત્ર એક જ ભવનું જ્ઞાન ધરાવીએ છીએ. જયારે ત્રણેય કાળનું જ્ઞાન ધરાવતાં સર્વજ્ઞ ભગવંત આપણા અનંતા ભવો જોઇ શકે છે. અને તેઓના હૃદયમાં આપણા માટે પત્ર જેવો જ પ્રેમ વસેલો છે. આથી આપણી ગતિ બગડી ન જાય તે માટે તેઓએ હિતોપદેશ આપેલો છે. જે જીવ તેમની આજ્ઞાનું પાલન કરે છે તે મોક્ષની નજીકમાં ગતિ કરે છે. અને જે જીવ વિપરીત વર્તે છે તે સંસાર તરફ વધુ સરકતો જાય છે. માઈIછું - મશ્નર (પુ.) (આજ્ઞા કરનાર, હુકમ આપનાર) કાર્યાદિ અર્થે જેને હુકમ કરવામાં આવ્યો છે તે કાર્યકરના હાવભાવ હુકમ કરનાર વ્યક્તિની ગુણવત્તા નક્કી કરે છે. આજ્ઞા થતાં જ જો મનમાં આનંદ થાય, તે કાર્ય કરવા માટે ઉત્સાહ પ્રગટે અને તે કાર્ય હું જાતે જ કરું એવી ભાવના પ્રગટ થાય તો સમજવું કે આજ્ઞા કરનાર સ્વામી, નેતા કે આદર્શ પુરુષ તેને પ્રિય અને ઉત્તમકોટિના હશે. પરંતુ જો સેવકનું મોઢું બગડી જાય, અને અનિચ્છાએ કાર્ય કરતો હોય તેમ વર્તતો હોય તો સમજવું કે હુકમ કરનાર માલિક વગેરેના ગુણોમાં સો ટકા કચાશ વર્તી રહી आणाईसरसेणावच्च - आज्ञेश्वरसेनापत्य (न.) (આજ્ઞાપ્રધાન સેનાપતિપણું, હુકમ કરનાર માલિકની સેનાનું અધિપતિપણું) आणाकंखिन् -- आज्ञाकाक्षिन् (त्रि.) (આજ્ઞાની અપેક્ષાવાળો, સર્વજ્ઞની આજ્ઞાનું પાલન કરનાર) અપેક્ષા બે પ્રકારની હોય છે. એક અપેક્ષા દુખ આપનારી અને બીજી અપેક્ષા સુખ આપનારી. સંસારમાં દરેક વ્યક્તિ એકબીજાની અપેક્ષા રાખીને જીવતો હોય છે. આ અપેક્ષા ક્યારેક સુખ તો ક્યારેક દુખ આપનારી હોય છે. જે સુખ આપનારી છે તે પણ અંતે તો ટુંકગાળાની હોવાથી પંરપરાએ નિષ્ફળ અને દુખ આપનારી જ બને છે. જ્યારે આપ્તપુરુષ એવા તીર્થંકર અને ગણધરાદિના વચનોની અપેક્ષા રાખીને તેનું પાલન કરનાર જીવ નિરંતર સુખને પ્રાપ્ત કરી શકે છે. કેમ કે તેઓ પ્રત્યે રાખેલી અપેક્ષા ક્યારેય નિષ્ફળ જતી નથી. માર - માઝારા (2) (આજ્ઞાનું પાલન, સર્વજ્ઞ વચનને સેવવું) શરીરમાં ઉપડેલી વલૂર પ્રારંભમાં તો સારી લાગે છે. વ્યક્તિને જે સ્થાને વલૂર થઇ હોય ત્યાં તેને ખણવામાં બહુ જ મજા આવે છે. પરંતુ જ્યારે તે વલૂરી લે છે ત્યારપછી શરીરમાં ભયંકર દાહપ્રગટે છે. તેમજ માંદગીમાં લીધેલી દવાનો સ્વાદ તો કડવો હોય છે. પરંતુ તેનું ફળ રોગનાશ હોવાથી સ્વીકાર્ય છે. તેવી જ રીતે સર્વજ્ઞ ભગવંતની આજ્ઞાનું પાલન અત્યંત કઠિન અને કષ્ટદાયક છે. પરંતુ તેનું પરિણામ મધુર હોવાથી પુરુષ તેનું પાલન ખુશીખુશી કરે છે. બાપા (m) [R(1) - માચ્છા િ(કું.) (આજ્ઞાનું પાલન કરનાર, આજ્ઞાવર્તી) સાબ-ઉંડા - ઝા+gઇન (જ.) (આજ્ઞાભંગ, આદેશનું ખંડન કરવું તે) વિરતિ એટલે અશુભથી અટકવું અને શુભમાં પ્રવૃત્ત થવું. વિરતિનું બીજું નામ ચારિત્ર પણ છે. આ ચારિત્રની સાધના સર્વશની 02739
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy