SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ય કર્યું હોય તેની અનુમોદનાના ભાવમાં તમારી આંખમાં આંસુ આવી શકે છે. આ સંજોગોમાં થનારા અશ્રપાતને આનંદાશ્રુપાત કહેવાય છે. આ પરિસ્થિતિમાં આવેલ આંસ તમારા ચિત્તમાં તેના પ્રત્યે રહેલ આકર્ષણને જણાવે છે. એટલે કે આવા સંજોગોના તમે ઇચ્છુક છો તે ભાવને ઉજાગર કરે છે. માજૂડે - માનદ્રશૂટ (7) (ગંધમાદન અને વક્ષસ્કાર પર્વત પર સ્થિત એક કૂટ) મારંવળ - માનન્દ્રા (4) (આત્માનંદરૂપી ચંદન) અધ્યાત્મના શાસ્ત્રોમાં આત્મરમણતા સુખના અનુભવને આનંદચંદનની ઉપમા આપવામાં આવેલ છે. અષ્ટક પ્રકરણના સત્તરમાં અષ્ટકમાં કહેલું છે કે જેવી રીતે મોરનો અવાજ સાંભળીને ચંદન પર વીંટળાયેલા સર્પો ભાગી જાય છે. તેવી જ રીતે જેણે આત્મરમણતાના સુખને માણી લીધું છે તેવા જીવના આનંદરૂપી ચંદનવૃક્ષ પર ભયરૂપી સર્ષો વીંટળાઇ શકતા નથી. અર્થાત્ તેને દુખો પીડા પમાડી શક્તા નથી. आणंदजीव - आनन्दजीव (पुं.) (આવતી ઉત્સર્પિણીના ૮માં પેઢાલ તીર્થંકરના પૂર્વભવનું નામ) आणंदज्झयण - आनन्दाध्ययन (न.) (1. ઉપાસકદશાંગ સૂત્રના પ્રથમ અધ્યયનનું નામ 2. અનુત્તરોપપાતિક સૂત્રના સાતમાં અધ્યયનનું નામ 3. નિરયાવલિકા સૂત્રના બીજા વર્ગના નવમાં અધ્યયનનું નામ) માઈiા - માન (7). (1. હર્ષ, ખુશી 2. આનંદદાયક, ખુશી આપનાર 3. ઋષભદેવના એક પુત્રનું નામ 4. ગંધમાદન અને વક્ષસ્કારસ્થિત એક દેવ) ઝાઈiviા - માનન્દ્રત (2) (આનંદરૂપી નંદનવન) અષ્ટક પ્રકરણ કહેલું છે કે જે રીતે વજને ધારણ કરતો ઇંદ્ર સમસ્ત બ્રહ્માંડમાં નિર્ભય પણે ફરી શકે છે. તેવી જ રીતે ચારિત્રરૂપી વજને ધારણ કરનાર યોગી કર્મોની બીક રાખ્યા વિના નિર્ભયપણે આનંદરૂપી નન્દનવનમાં વિહરી શકે છે. તેને કર્યો કોઇપણ ઇજા પહોંચાડી શકતા નથી.’ માઈirફૂડ - માનફૂટ (.) (ગંધમાદન અને વક્ષસ્કાર પર્વતસ્થિત એક કૂટ) માલપુર - માનપુર (2) (ત નામે પ્રસિદ્ધ એક નગર) કલ્પસૂત્ર આગમમાં આનંદપુર નગરનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ગણધર ભગવંતો દ્વારા રચિત આગમોને ભણવાનો કે સાંભળવાનો અધિકાર એકાંતે સાધુને આપવામાં આવેલો છે. ગૃહસ્થો આગમોને સાંભળવા કે વાંચવા માટે સર્વથા અયોગ્ય કહેલા છે. પરંતુ જેમ ભિખારીના હાથમાં રત્ન આવી જાય તેવી રીતે સદ્નસીબે આપણા ભાગે કલ્પસૂત્ર આગમ સાંભળવાનો અધિકાર આવેલો છે. આનો શ્રેય તે વખતના આનંદપુર અને આજના વડનગરના રાજા જિતશત્રુને જાય છે. જિતશત્રુ રાજાના પુત્રનું મૃત્યુ થયું. તેનો શોક કેમેય કરીને દૂર થતો નહોતો. આથી શોકને દૂર કરવા માટે રાજાએ કાલિકસૂરિને પ્રાર્થના કરી. તેમની પ્રાર્થનાને વશ થઈને યુગપ્રધાન કાલિકસૂરિએ જે આગમ માત્ર સાધુ સમક્ષ વંચાતુ હતું. તેને ગૃહસ્થો સમક્ષ વાંચવાનું શરૂ કર્યું. ત્યારથી લઈને આજ પર્યત તે પરંપરા ચાલી આવી છે. કલ્પસૂત્ર વાંચન શરૂ કરતા પૂર્વે પ્રત્યેક સાધુ આ કથાનું વર્ણન કરે છે. 268 -
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy