________________ વ્યવહારમાં તમને ખબર છે કે કોઈને પ્રેમથી, આદરથી બોલાવીએ તો તેનું શું પરિણામ આવે છે. અને કોઈને નિરાદરપણે બોલાવીએ તો શું ફરક પડે છે. કોઇને આદર પૂર્વક બોલાવીએ તો બન્ને વચ્ચે પ્રેમ અને સ્નેહ વધે છે, અને ઉપેક્ષા ભાવથી બોલાવીએ તો સંબંધ બગડે છે. બસ! એવી જ રીતે જિનધર્મના પ્રત્યેક અનુષ્ઠાન તમે કેવી રીતે કરો છો, તેના પર નક્કી થાય છે કે તમને કેવા ફળની પ્રાપ્તિ થશે. જો અનાદર પણે આરાધના સાધના કરી હશે તો તે માત્ર કાયક્લેશ થશે. પણ જો આદર કરીને બહુમાન પૂર્વક કરી હશે તો સદ્ગતિ કે મોક્ષ અપાવશે. ઝાયHIT - કિયા (ઉ.). (આદર કરાતો, સન્માન કરાતો) સાહિત્ય -- સાકૃત (રિ.) (આદર કરાયેલ, સન્માન કરેલ) માળ - ઝા () () (શ્વાસોચ્છવાસ, તંદુરસ્ત માણસના એક ઉચ્છવાસપ્રમાણ કાળ) શાસ્ત્રોમાં અમુક ક્રિયા કે કાયન્સર્ગાદિ શ્વાસોચ્છવાસ પ્રમાણે કહેલી છે. તે શ્વાસોચ્છવાસનો પણ કાળ નિશ્ચિત કરવામાં આવેલો છે. એક સશક્ત અને નિરોગી પુરુષ જેટલા કાળમાં શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરે તેટલા પ્રમાણના કાળમાં જે તે ક્રિયાદિ કરી લેવી જોઇએ. જેવી રીતે પ્રતિક્રમણાદિમાં 108 શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસગ્ન કરવાનું વિધાન છે. તો ત્યાં આગળ ઉપર કહેલ શ્વાસોચ્છવાસ કાળને માન્ય ગણીને કાઉસગ્ન કરવો જોઇએ. અર્થાત્ નિરોગી માણસના શ્વાસોચ્છવાસના કાળ પ્રમાણમાં કાઉસગ્નની પૂર્ણાહૂતિ કરવી. મidય -- માનત્તર્ણ (જ.). (અવ્યવહિત, તુરંત પછીનું, વ્યવધાનરહિત, અનુક્રમે) જેમ એકની પછી તુરંત બે આવે છે. આ એક અને બેની વચ્ચે બીજા કોઇની ઉપસ્થિતિ નથી હોતી આથી બે તે આનંતર્ય કહેવાય છે. તેવી જ રીતે શાસ્ત્રોમાં એક પદાર્થનું કથન કર્યા પછી તેના અનુક્રમે કહેવામાં આવતા પદાર્થ માટે આનંતર્થ વાક્યનો પ્રયોગ કરવામાં આવે છે. મા - માન(g) (1. ચિત્તાદ્વાદ, હર્ષ, સુખવિશેષ 2. અહોરાત્રિના ત્રીસ મુહૂર્તમાંના ૧૬માં મુહૂર્તનું નામ 3. છઠ્ઠા બળદેવનું નામ 4. શીતલ જિનના પ્રથમ ગણધરનું નામ 5. તે નામે એક શ્રાવક 6. ઋષભદેવના એક પુત્રનું નામ 7. મહાવીર સ્વામીના એક શિષ્ય 8. ગંધમાદન અને વક્ષસ્કાર પર્વતસ્થિત એક દેવ) આત્માની પૃષ્ઠભૂમિ પર ઉત્પન્ન થનાર આહાદની લહેરીને આનંદ કહેવામાં આવે છે. એટલે કે ચિત્તની અંદર ઉત્પન્ન થતો હર્ષ કે સંતોષ તે આનંદ છે. આ વાત પરથી નક્કી થાય છે કે સુખ તે ચિત્તનો વિષય છે. બાહ્ય જડ કે ચેતન પદાર્થોમાં સુખનો સર્વથા અભાવ રહેલો છે. તે બધા તો નિમિત્ત માત્ર છે. મૂળ સુખનું સ્થાન તો તમારી અંદર રહેલો આતમરામ છે. આથી જ ગુરુભગવંતો આપણને કહે છે કે તમે જે વસ્તુઓમાં સુખ માનીને ચાલો છો તે તમારો ભ્રમ છે. ખોટી માન્યતા છે. તે ખોટી સમજણને છોડો, ભ્રમણાને તોડો અને સત્યને સ્વીકારો. જો સત્યને સ્વીકારીને ચાલશો તો તમારા આનંદને કોઇ લૂંટી નહીં શકે. કોઈ તમને દુખી નહીં કરી શકે. आणंदअंसुपाय - आनन्दाऽश्रुतपात (पुं.) (હર્ષના આંસુ) આંસુ બે પ્રકારના હોય છે. એક દુઃખના આંસુ હોય છે જે અત્યંત વિકટ પરિસ્થિતિમાં આવી શકે છે. તમને શરીરમાં પીડા થતી હોય તે સમયે આવી શકે છે અથવા તો કોઇ દ્વારા તમને ઠપકો આપવામાં આવે તે સમયે આઘાતથી પણ આવી શકે છે. આવા સંજોગોમાં આવનાર આંસુ તમારો તે વસ્તુ વગેરે પ્રત્યેનો અણગમો છતો કરે છે. બીજા છે આનંદના અશ્રુ કોઇ પ્રિયનું મિલન થયું હોય. તમારી ઇચ્છિત વસ્તુની પૂર્તિ થઇ હોય. તમને કોઇ શુભકાર્ય કરવાનો પ્રસંગ સાંપડ્યો હોય, અથવા અન્ય કોઇએ શુભ 2670