________________ સામાન્યથી લોકમાં જલશૌચ અર્થાત પાણી વડે કરવામાં આવતું સ્નાન કે શુદ્ધિની ક્રિયા પ્રસિદ્ધ છે. પરંતુ વૈદિક શાસ્ત્રોમાં કુલ આઠ પ્રકારના સ્નાન કહેલા છે. તેમાં જેઓ સંસારમાં રહેલા છે. અને જેઓનું મન ક્રોધ, માન, માયા, લોભ વગેરેથી ગ્રસિત છે તેવા સંસારી જીવો માટે જલશુદ્ધિ કરીને જિનપૂજાદિ કરવાનું વિધાન છે. જયારે સંસારથી વિરામ પામેલા અને નિત્ય જિનાજ્ઞામાં જીવન વ્યતીત કરતાં સાધુઓ તો બ્રહ્મચર્યસ્નાન દ્વારા આત્માની શુદ્ધિ કરનારા હોવાથી, તેઓને જલસ્તાનની આવશ્યકતા હોતી નથી. आउस्सिया - आवश्यक (न.) (અવશ્ય થનાર, અવયંભાવી) આવશ્યક શબ્દની વ્યાખ્યા વ્યક્તિ-વ્યક્તિએ ભિન્ન હોય છે. કોઇના માટે સંબંધો આવશ્યક હોય છે. કોઇના માટે પૈસો આવશ્યક હોય છે. કોઇના માટે પ્રોપર્ટી આવશ્યક હોય છે. તો કોઈકના માટે સ્વાચ્ય અતિઆવશ્યક હોય છે. આપણે લોકો પૈસા, સ્વાથ્ય અને બાહ્યસંબંધોને મહત્ત્વ આપીને તેને સાચવવા માટે તનતોડ મહેનત કરીએ છીએ. પરંતુ આ બધા બાહ્ય આવશ્યકોમાં આપણે આત્માનું કલ્યાણ કરવાનું છે એ આવશ્યક કાર્ય તદન વિસરાઇ જ ગયું છે. બીજાને સાચવવાની લ્હાયમાં જીવ પોતાના આત્માનું અહિત કરતો હોય છે. માટે બીજા બધા આવશ્યકો કરતાં પોતાના આત્મકલ્યાણરૂપી આવશ્યક કાર્ય પર ધ્યાન આપીને આજથી જ લાગી જઇએ. મારિયર - સાવચક્કરdf (1.) (મન વચન કાયાનો શુભવ્યાપાર) મોક્ષ પ્રાપ્તિ પૂર્વે એક સમુદ્દાત કરવામાં આવતો હોય છે. જેને કેવલિસમુદ્દાત કહેવામાં આવે છે. આ સમુદ્યાત બધાજ કેવલજ્ઞાની કરે એવું જરૂરી નથી. જેમના શેષ કર્મોની સ્થિતિ આયુષ્ય કર્મ કરતાં વધુ હોય તે જ કેવલિભગવંત આ સમુઘાત કરે છે. પરંતુ મન-વચન અને કાયાના શુભવ્યાપારરૂપ આવશ્યકકરણ તો પ્રત્યેક કેવલીએ ફરજીયાતપણે કરવો પડે છે. મોક્ષપ્રાપ્તિ માટે તેને અનિવાર્ય કારણરૂપે સ્વીકારાયું છે. તેના વિના મોક્ષપ્રાપ્તિ અશક્ય કહેલી છે. મારું - માયુધ () (શસ્ત્ર, હથિયાર) કોઇના મારવા માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણવિશેષને આયુધ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં 1. પ્રહરણ 2. હસ્તમુક્ત અને 3. ય—મુક્ત એમ ત્રણ પ્રકારના શસ્ત્રો કહેલા છે. તેમાં હાથમાં રહેલ ગદા, તલવારથી હણાય તે પ્રહરણ શસ્ત્ર છે. ચક્ર વગેરે હાથ દ્વારા છૂટું ફેંકીને બીજાને હણાય તે હસ્તમુક્ત શસ્ત્ર છે. તથા બાણમાંથી તીર છોડીને સામેનાને ઘાયલ કરવામાં આવે તે ચન્નમુક્ત શસ્ત્ર કહેલ છે. માયા -- ગાયુથ (2) (જ્યાં શસ્ત્રો રાખવામાં આવે તે સ્થાન, આયુધશાળા, શસ્ત્રાગાર) નેમિનાથ ભગવાનના ચરિત્રમાં આવે છે કે કુમારાવસ્થામાં પ્રભુ મિત્રો સાથે કૃષ્ણ મહારાજાની આયુધશાળા જોવા ગયા. અને તેઓએ બીજાઓ માટે ઉપાડવા કે ચલાવવા માટે એકાંતે અસંભવ ગણાતા કૃષ્ણ વાસુદેવના ગદા, ચક્ર, ધનુષ, શંખ વગેરે. શસ્ત્રોને મિત્રોના મનોરંજન માટે બાળક જેમ ફૂલ ઉપાડે તેમ ઉપાડીને પોતાની શક્તિનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગ પ્રત્યેક સાધુ ભગવંત કલ્પસૂત્રના વ્યાખ્યાનોમાં અવશ્ય વાંચે છે. आहघरसाला - आयुधगृहशाला (स्त्री.) (શસ્ત્રો મૂકવાનું સ્થાન, આયુધશાળા, શસ્ત્રાગાર) आहधरिय - आयुधगृहिक (पुं.) (આયુધ શાળાના અધ્યક્ષ, શસ્ત્રાગારનો અધિકારી વિશેષ) મારગર - ગાથા (.) (શસ્ત્રાગાર, આયુધશાળા) 239