________________ आज्वज्जिय - आयुर्वर्जित (त्रि.) (આયુષ્ય કર્મને છોડીને શેષ) માવિMI - મયુર્વા ( સ્ત્રી.) (પાપશ્રુતવિશેષ, તે નામે એક શાસ્ત્ર) आउविवागदसा - आयुर्विपाकदशा (स्त्री.) (આયુષ્ય કર્મને ભોગવવાની અવસ્થા) એક જીવ કોઇપણ ગતિનું આયુષ્ય બાંધે છે. અને જ્યારે તે જીવ ઉદયપ્રાપ્ત ગતિમાં જઇને બાંધેલા આયુષ્ય કર્મનો ભોગવટો કરે છે તેને આયુર્વિપાકદશા કહેવામાં આવે છે. સંક્ષિપ્તમાં કહેવું હોય તો ઉદયમાં આવેલા જે તે ગતિના આયુષ્યને અનુભવવું તે આયુષ્ય વિપાકદશા છે. મધ્યેય - આયુર્વેદ (ઈ.) (વૈદ્યકશાસ્ત્ર) આ વાત જગપ્રસિદ્ધ છે કે આયુર્વેદ શાસ્ત્રમાં જીવના માનસિક, વાચિક અને કાયિક રોગોનું વર્ણન, તેનું કારણ અને તેના નિર્મુલનની વિધિ બતાવવામાં આવી છે. પરંતુ તે આયુર્વેદ કુલ આઠ પ્રકારે છે તે વાત ભાગ્યે જ કોઇ જાણતું હશે. સૂત્રકતાંગ સૂત્રમાં કહેલું છે કે 1. કુમારભૂત્ય 2. કાયચિકિત્સા 3. શલાકાકર્મ 4. શલ્યહનન 5. જાગોલી 6, ભૂતવિદ્યા 7. ક્ષારતંત્ર અને 8. રસાયણ એ આઠ પ્રકારે આયુર્વેદ શાસ્ત્ર છે. માઉસ () - મઝા (ઈ.) (ગુસ્સો કરવો, આક્રોશ કરવો, ઠપકો આપવો) મિથ્યાત્વ કે પ્રમાદને વશ થયેલો જીવ કોઇને ગાળો આપવા રૂપ વચનથી અથવા લાકડી વગેરે શાસ્ત્રો કે હાથે-પગે કરીને અન્યને તિરસ્કૃત કરે છે. તેને આક્રોશ કહેલો છે. ક્રોધથી હણાયેલો વ્યક્તિ સૌ પ્રથમ પોતાના વિવેકનો નાશ કરે છે. જેથી તે વ્યક્તિ, સ્થાન, યોગ્યતાદિનું ભાન ભૂલી જાય છે. આમ કરવાથી તે સામેનાનું નુકશાન કરવા કરતાં, પોતાનું જ નુકશાન વધારે કરે છે. ક્રોધની સઝાયમાં પણ કહેવું છે કે જેમ ઉત્પન્ન થયેલો અગ્નિ પ્રથમ પોતાના ઘરને બાળે છે અને પછી બાજુનું ઘર સળગાવે છે. તેમ ગુસ્સો પહેલા પોતાના ગુણોને બાળે છે. અને પછી સામેવાળાને નુકશાન પહોંચાડે છે. સારસંત - માનુપમાળ (fa.) (વસતાં, રહેતા, વસવાટ કરતા) આ એક જૈન પારિભાષિક શબ્દ છે. પિસ્તાલીસ આગમની પ્રત્યેક શરૂઆતમાં આ શબ્દ ફરજીયાત પણે વાપરવામાં આવ્યો છે. સુજેમાં અથવુ સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે હે આયુષ્યમાનું ! ભગવાન મહાવીર પાસે રહેતાં રહેતાં તેમના શ્રીમુખેથી મેં આ પ્રમાણે સાંભળ્યું છે. * ગાયુમન્ (.) (1. દીર્ધાયુષ્યવાળો, ચિરંજીવી 2. શિષ્ય કે પુત્રને બોલાવવામાં વપરાતું સંબોધન 3. તીર્થંકર) દશાશ્રુતસ્કંધમાં કહેલું છે કે “આયુષ્ય એ બાકીના સર્વગુણોનો આધારસ્તંભ છે. કારણ કે દીર્ઘ આયુષ્ય હશે તો સર્વગુણો પોતાનું કાર્ય કરી શકશે.' આથી જ શાસ્ત્રમાં કહેલું છે કે દીક્ષા કે પદનો ભાર આપતા પૂર્વે ગુરુએ શિષ્યના આયુષ્યનો યોગ પ્રથમ જોવો. તેમાં જે દીર્ધાયુષી હોય તેને જ પોતાના સ્થાન પર નિયુક્ત કરવો. સુહ - માયુસુમ (1) (તીર્થંકરાદિ સંબંધી શુભ આયુષ્ય) માડય - અa (1) (જલ વડે કરવામાં આવતી શુદ્ધિ, જલશૌચ ક્રિયા) 238