________________ પૂર્વગુણો વડે ઉત્તરોત્તર ગુણોની યોગ્યતાવાળો હોય છે. તેમજ યોગબિંદુ ગ્રંથમાં પણ કહેલું છે કે અપુનબંધક જીવો વિભિન્ન પ્રકારના હોય છે. આથી તેવા ધર્મબાહ્ય આદિધાર્મિક જીવની અપુનબંધક અવસ્થાને કોઇ હાનિ થતી નથી. સાવંમ - રિજન () (બ્રહ્મા) ઇશ્વરકત્વને માનનારા લોકો જૈનધર્મને નાસ્તિક માને છે. કેમકે તેમની માન્યતા એવી છે કે આખા જગતનું સર્જન બ્રહ્મા નામના ઈશ્વરે કર્યું છે. આથી જગતના માલિક ઇશ્વર છે. જ્યારે જૈનધર્મ આ વાતને જરાય માનતો નથી. જિનધર્મ કહે છે કે જીવને જે ગતિ મળે છે. જે સુખ-દુખ, હર્ષશોક, ઉચ્ચ-મધ્યમ કે હીનફળાદિની પ્રાપ્તિ થાય છે. તેમાં મુખ્ય કારણ જીવના પોતાના કર્મો છે. આત્મા જેવા કર્મોનું ઉપાર્જન કરે છે તે અનુસાર તેને સુખ-દુખ વગેરે નિમિત્તા પ્રાપ્ત થતાં હોય છે. અને સીધી રીતે નહીં તો ફરતાં ફરતાં અન્યધર્મ પણ ઉંધા હાથે કાન તો પકડે જ છે. અર્થાત્ જીવની કર્મ અવસ્થાને તો માને જ છે. માલંમદ્ધિનિ - બિહાધ્વનિ (સ્જી.) (આદિ બ્રહ્માનો શબ્દ) માફક - મre (a.). (પ્રથમ થનાર, પહેલા થયેલ) શાસ્ત્રમાં કહેલું છે કે ચોવીસે ચોવીસ તીર્થકરોએ સમાન રીતે ધર્મનું કથન કરેલું છે. તેમણે જે ધર્મની પ્રરૂપણા કરી છે. તેમાં કોઈ જ પ્રકારનો ફરક નથી. કદાચ કાળવશ તે તે સમયના જીવો અને લોકભાષાને આશ્રયીને સૂત્રાદિ શબ્દોની રચના કે ઉચ્ચારણ અલગ હોઈ શકે છે. પરંતુ સાધુ અને ગૃહસ્થને કયા ધર્મનું પાલન કરવું તે તો એકસૂત્રમત છે. એટલે પહેલા થયેલા ઋષભદેવ આદિ 23 તીર્થકરોએ જે પંચાચાર વગેરે ધર્મોનું કથન કર્યું છે. તે જ ધર્મની પ્રરૂપણા મહાવીરસ્વામીએ પણ કરી છે. સારૂમનહર - મરિમાર (ઈ.) (પ્રથમ ગણધર) आइमज्झंतकल्लाण - आदिमध्यान्तकल्याण (त्रि.) (આદિ-મધ્ય અને અંતમાં કલ્યાણ કરનાર) જીવને બગાડવામાં કે સુધારવામાં બાધકારણો તો નિમિત્ત માત્ર છે. મુખ્ય કારણ તો તેમાં જીવની પોતાની રૂચિ અને પ્રયત્ન છે. માણસ પોતે જેવો માર્ગ પસંદ કરે છે તે પ્રકારનું ફળ તેને પ્રાપ્ત થતું હોય છે. એટલે જ જગતના હિતની ભાવનાવાળા જ્ઞાની ભગવંતો અંતે તો એક જ વાત કરે છે કે, જીવે એવા મન-વચન અને કાયાની પ્રવૃત્તિ કરવી જોઇએ કે જે તેના આદિ, મધ્ય અને અંતમાં કલ્યાણકારી સાબિત થાય. ઝાઝુમુદુ - માલિમુહૂર્ત (2) (પ્રથમ મુહૂર્ત) જ્યોતિષ શાસ્ત્રમાં આદિમુહૂર્તની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “જે દિવસે સર્વે અત્યંતરમંડલને વિષે સૂર્ય પરિભ્રમણ કરે છે, તે દિવસનું પ્રથમ મુહૂર્ત બાર અંગુલ પ્રમાણ શંકુના આકારે છન્નુ અંગુલ પ્રમાણ છાયાવાળું થાય છે. તેમજ તે દિવસ અઢાર મુહૂર્તવાળો હોય છે. તેમાં ઉપરોક્ત ગુણવાળો સમય પ્રથમ મુહૂર્ત તરીકે ઓળખાય છે.' કામુત્ર - વિમૂત્ર (2) (પ્રધાન કારણ, મુખ્ય હેતુ) આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં કહેલું છે કે “જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ વગેરે જે મોક્ષના કારણ કહેલા છે. તે ઔપચારિકરૂપ જ સમજવા. કેમકે મોક્ષનું જો કોઇ પ્રધાન કારણ હોય તો તે વિનય છે. કેમકે ધર્મની મુખ્ય શરૂઆત જ વિનયથી થાય છે. જે આત્મામાં વિનય નથી અને જો તે ધર્મ કરતો દેખાય તો સમજવું કે તે દંભ કરી રહ્યો છે. વિનયહીન જીવ માત્ર કાયિકરૂપે ધર્મને પામેલો હોય છે. પારમાર્થિકરૂપે તો તે ધર્મસંપત્તિથી દરિદ્રી જ છે.' 220