________________ શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ દ્વિતીયભાણ શoઠાઈ વિવેચન મા - મr (મત્ર.). (1. પ્રાકૃત વર્ણમાલાનો દ્વતીય સ્વર 2. મર્યાદા 3. અભિવિધિ 4. અલ્પ, થોડું 5. વાક્યાલંકાર) સંસ્કૃત સુભાષિતોમાં એક સુભાષિત આવે છે. તેમાં કહેવું છે કે ધનવાન પુરુષ લોકોમાં વખણાય છે. પરંતુ પૂજાતો નથી. જયારે જ્ઞાનીપુરુષ લોકોમાં વખણાય પણ છે અને પૂજાય પણ છે. તેનું મુખ્ય કારણ છે તે વ્યક્તિમાં રહેલ જ્ઞાન ગુણ છે. જેમ હજાર ટન વજનવાળા લોખંડ કરતાં કદમાં અને વજનમાં અલ્પ એવા સોનાનું મૂલ્ય વધી જાય છે. તેમાં મુખ્ય હેતુ તે ધાતુમાં રહેલ સુવર્ણત્વ ગુણ છે. Tગ (ગામ) - માત (કિ.). (1. ઉપસ્થિત થયેલ 2. આવેલ 3. પ્રાપ્ત થયેલ). સંસારી સુખોને માણતો જીવ એમ વિચારે છે કે જે આ બધું સુખ પ્રાપ્ત થયેલ છે તે મારી મહેનતનું ફળ છે. પરંતુ શાસ્ત્રોમાં લખેલું છે કે જીવને જે સુખ-દુખ પ્રાપ્ત થાય છે તે તેના પૂર્વ કરેલા શુભાશુભ કર્મોને આધીન હોય છે. આથી તેમાં આનંદ કે ગ્લાનિ વ્યક્ત કરવાની ન હોય. જે જીવ નવા શુભકર્મો કરવાનું છોડીને માત્ર સુખો માણતો રહે છે તેના માટે કહેલું છે કે જેમ ભિખારી વાસી ભોજન દ્વારા ભૂખને મિટાવે છે. તેમ તે જીવ વાસીપુણ્ય રૂપી સુખોને ભોગવે છે. તે ખતમ થતાં જદુખોની પરંપરા ઉપસ્થિત થતાં વાર લાગતી નથી. મા (#) મરણ - વિ (પુ.) (દર્પણ, અરિસો) સંત કબીરે પોતાના એક દુહામાં લખ્યું છે કે લોકો દર્પણમાં પોતાના રૂપ અને યૌવનને જોઇને અભિમાન કરતાં હોય છે. મૂછો પર તાવ દેતા હોય છે. પરંતુ ભાઈ રૂપ અને યૌવનને જોઇને બહુ હરખાઇ જવાની જરૂર નથી. જેમ ઢાળ પર રહેલું પાણી બહું ઝાઝો સમય ત્યાં સ્થિર રહી શકતું નથી. તેમ સમયના ઢાળ પર રહેલ યૌવન કે સુંદરતા પણ કાયમ સ્થિર રહેતા નથી. સમયની સંગાથે તે પણ અસ્તાચળ તરફ ભણી જાય છે. મામg - ચા (થા.) (વ્યાપાર). વ્યાપાર શબ્દ સંભળાય એટલે આપણે ધંધો બસ એ એક જ અર્થ નીકાળીએ છીએ. કેમ કે તે આપણા લોહીમાં વણાઇ ગયું છે.' જ્યારે કેવલી ભગવંતોએ વ્યાપારનો એક બીજો સરસ અર્થ બતાવ્યો છે. તમારા મન, વચન અને કયાની શુભાશુભ પ્રવૃત્તિ તે પણ એક વ્યાપાર જ છે. જેમ બુદ્ધિશાળી વાણીયો નુકસાનીના માર્ગે ધંધો કરતો નથી. તેમ વિવેકી પુરુષદુર્ગતિદાયક પ્રવૃત્તિઓમાં પોતાના મન, વચન, કાયાનો વ્યાપાર કરતો નથી. મારિમ - મારા(કું.) (આચાર્ય, સૂરિ ભગવંત) શાસ્ત્રોમાં આચાર્ય ભગવંત માટે કહેવું છે કે વિયર કમ મૂરિ અર્થાત્ જયારે સ્વયં તીર્થકર ભગવંત વિદ્યમાન હોય તો તેઓ ધર્મતીર્થના રાજા છે. અને તેમની ગેરહાજરીમાં આચાર્ય ભગવંત તીર્થના રાજા સમાન છે. આથી જેટલું બહુમાન તીર્થકર ભગવંતનું કરીએ છીએ તેટલો જ આદર ભાવ અને બહુમાન આચાર્ય દેવનો કરવાનો હોય છે. જે જીવ આચાર્યની આશાતના કરે છે તે તીર્થકર ભગવાનનું અપમાન કરે છે. જિનેશ્વર દેવની ઉપેક્ષા કે આશાતના કરવાથી જેટલું પાપ લાગે તેટલું જ પાપ સૂરીશ્વરનો અનાદર કરવાથી લાગે છે. સાફ - ગા (.) (1. આદિ, પ્રથમ 2, પ્રધાન, મુખ્ય 3. સમીપ 4. વગેરે પ. પ્રકાર, ભેદ 6. અવયવો દરેક ધર્મમાં જીવનના મુખ્ય ચાર અંગ કહેલા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પ્રકારના અંગો જીવનમાં જરૂરી છે. 212 -