________________ આત્મ પ્રત્યક્ષ એવા અવધિજ્ઞાનના વિવિધ પ્રકાર માનવામાં આવેલા છે. તેમાં ઉત્કૃષ્ટ અને ચરમકક્ષાનું અવધિજ્ઞાન એટલે પરમાવધિજ્ઞાન કહેવાય છે. આ અવધિજ્ઞાન થયા પછી જીવને અંતર્મુહૂત કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. શાસ્ત્રમાં પરમાવધિ જ્ઞાનથી નીચેના દરેક પ્રકારના અવધિજ્ઞાનને અધોવધિ જ્ઞાન કહેલા છે. મોટ્ટિય-યતા (પુ.) (નિશ્ચિત ક્ષેત્ર પ્રમાણ થનારું અવધિજ્ઞાન) આનંદ શ્રાવકને પ્રથમ દેવલોક અને નીચે સુધીનું અવધિજ્ઞાન હતું. શિવમુનીને અઢીદ્વીપ પ્રમાણનું અવધિજ્ઞાન હતું. તેમની જેમ કેટલાકને અમુક કિલોમીટર, યોજન, ગામ, પરગામ, એકલોક, બે લોકયાવત્ ચૌદલોકાદિ પ્રમાણનું અવધિજ્ઞાન થતું હોય છે. આવા અમુક નિર્ધારિત ક્ષેત્રપ્રમાણ થનારા અવધિજ્ઞાનને યથાવધિ કહેવામાં આવે છે. શ્રી અબિયાન રાજેન્દ્ર કોષ પ્રસાદ શાઈલિયન સમાપ્ત 211 -