________________ ગૌમુત્ત-ગૌતસૂત્ર (B). (જેણે સૂત્રોનો અભ્યાસ કરેલ છે તે) અક્ષૌર-ગીર (2) (તંતુ રીત, જેને છેદતા રેસા ન પડે તે) જીવવિચાર પ્રકરણાદિ શાસ્ત્રોમાં જમીનકંદને ઓળખવાના વિવિધ લક્ષણો બતાવવામાં આવેલ છે. તેમાં એક લક્ષણ છે કે વનસ્પતિ ને કે ફળ ને છેદતાં તેમાં રેસા ન પડે તે વનસ્પિને કંદમૂળ જાણવા. આવા કંદમૂળમાં અનંતા જીવોની ઉત્પત્તિ હોવાથી સર્વથા ત્યાજય છે. મહુધા -કુનાથા (3) (તત્કાળનું ધોવાણ, શસ્ત્ર દ્વારા અપરિચિત, સચિત્ત) દશવૈકાલિક સૂત્રના પાંચમાં અધ્યયનમાં લખ્યું છે કે “ગોચરી જનાર સાધુએ જે આહાર અગ્નિ વગેરેથી શસ્ત્રથી પરિણિત નથી થયેલો અર્થાત હજું સચિત્ત અવસ્થામાં છે તેવા આહારનો નિષેધ કરવો.’ કેમ કે સચિત્ત આહાર લેવો સાધુને કલ્પતો નથી. अहुणुव्वासिय-अधुनोद्वासित (त्रि.) (1. તુરંતનો ઉભો થયેલ 2. તત્કાળનું ઉજાડવામાં આવેલ) अहणोवलित-अदुनोपलिप्स (त्रि.) (તરતનું લખેલું) પૂર્વના કાળમાં ઘરોને છાણથી લીંપવામાં આવતાં હતા. અને તે તરતના લીધેલા છાણમાં જાત જાતના સુંદર ચિત્રામણ કરવામાં આવતાં. જેથી ઘરની શોભામાં વધારો થાય. છાંણના લીધેલા તે ઘરો કાચા હતા પરંતુ તે ઘરમાં રહેનારા લોકોના સંબંધો પાક હતાં. જ્યારે આજના કાળમાં મકાનો એકદમ પાકા છે, પરંતુ તેમાં રહેનારા લોકોના સંબધો કાચ જેવા તદ્દન તકલાદી છે. अहुणोववन्नग-अदुनोपपन्नक (त्रि.) (તત્કાળનો ઉત્પન્ન થયેલ) સંસારની આ કેવી વિચિત્રતા છે. કોઈ જીવ પાપકર્મ કરીને નરકમાં જાય છે. ત્યા ઉત્પન્ન થયા ત્યારથી આયુષ્ય ક્ષય સુધી તે પૂર્વ ભવને ભૂલવા માંગે છે. તો પરમાધામીઓ તેના દુષ્કમ યાદ અપાવીને પીડા આપે છે. જ્યારે કોઈ જીવ શુભકર્મ કરીને દેવલોકમાં હજી તત્કાળ ઉત્પન્ન થાય છે. અને ત્યાના દિવ્ય ભોગસુખોમાં એવો આસક્ત થઈ જાય છે કે તેને એકક્ષણમાં પૂર્વભવના સંબંધો કે સંબંધી સુદ્ધાય યાદ નથી આવતા. અદ્દે-મથ (મત્ર.) (નીચે, દિશાનો એક ભેદ) મથ (મ.) (૧.હવે 2. અથવા 3. મંગલ 4. પ્રશ્ન ૫.સમૂહ 6. ઉત્તર 7. વિશેષ 8, વાક્યાલંકારમાં વપરાતો શબ્દ) મદેડ-હેતુ (પુ.). (હેતુનો પ્રતીપક્ષી એવો હેતુ) ન્યાયશાસ્ત્ર અંતર્ગત અનુમાન પ્રમાણમાં કાર્યની સિદ્ધિ કરાવનાર કારણને હેતુ કહેવામાં આવે છે. તથા જે કાર્યની સિદ્ધિ કરાવવામાં હેતુભૂત નથી. એટલું જ નહિ, કિંતુ જે હેતુ જેવી ભ્રામક પ્રતીતિ કરાવે તેવા કુલ પાંચ અહેતુ અથવા હેત્વાભાસ બતાવવામાં આવેલા છે. શાસ્ત્રોક્ત તે પાંચેય અહેતું કદાપિ કાર્યસિદ્ધિનું અનુમાન કરાવવામાં કારણભૂત બની શકતા નથી. अहेउवाय-अहेतुवाद (पु.) (આગમવાદ) 207