________________ નથી. જે જીવો પોતાના આત્માનું હિત કરવા માટે કલ્યાણકારી માર્ગનો સ્વીકાર કરે છે. તેવા જીવોનો સમાવેશ થાય છે. તમે ક્યા પ્રકારમાં આવો છો તે હવે તમારે વિચારવાનું રહ્યું. મહિલ્તય ()- ક્ષ (થા.) (ઈચ્છા , અભિલાષા) એક સ્થાને સુંદર વાક્ય લખવામાં આવેલું કે જરુરિયાત તો એક ફકીરની પણ હમેંશા પૂરી થાય છે. અને ઈચ્છાઓ તો રાજા કુબેરની પણ પૂરી નથી થતી. જો જરૂરિયાત હશે તો તે કોઈ દિવસ અટકવાની નથી. પરંતુ મહાત્વાકાંક્ષાઓ લઈને જીવશો તો. તેને પૂરી કરવામાં આખું જીવન પણ ઓછું પડશે. દિલ્લા-મહિનાન (જ.) (મુખનું બંધન વિશેષ, લગામ, ચોકડું) ઘોડાના મુખને અને તેની પ્રવૃત્તિઓને નિયંત્રણમાં રાખવા માટે લગામ રાખવામાં આવે છે. જ્યારે પણ ઘોડા અનિયંત્રિત થાય એટલે તરત લગામ ખેંચીને તેને સ્થિર કરાય છે. તેવી જ રીતે આપણાં જીવનને અને જે તે આચરકુચર ખાનારા મોંઢાને નિયંત્રણમાં રાખે, તેવી લગામ જિનશાસનમાં ઉપલબ્ધ છે. જિનેશ્વર ભગવંતે બતાવેલ તપ તમારા મોઢાને નિયંત્રણમાં રાખે, તેવી લગામ જિનશાસનમાં ઉપલબ્ધ છે. જિનેશ્વર ભગવંતે બતાવેલ તપ તમારા મોંઢાને કાબૂમાં રાખે છે. તથા શુદ્ધ ચારિત્રના પાલક ધર્મગુરુ તે તમારા જીવને સાચી દિશામાં લઈ જવામાં લગામનું કાર્ય કરે છે. अहिलावित्थी-अभिलापरस्त्री (स्त्री.) (સ્ત્રી જાતીનો શબ્દ, શબ્દ ઉચ્ચારમાં સ્ત્રી) મહિલ્લોય-શ્નમજ્ઞોજન (7) (ઉન્નત સ્થાન, ઉંચી જગ્યા) સાહિત્ય જગતમાં બે પ્રકારના અવલોકન પ્રસિદ્ધ છે. પ્રથમ વિહંગાવલોકન અર્થાત જેવી રીતે પક્ષી આકાશમાં ઉંચા સ્થાને રહીને નીચેના સ્થાન અને જીવોનું અવલોકન કરે છે. તેવી રીતે રચવામાં આવતું કે રચેલ શાસ્ત્રની ઉપર ઉપરથી જે આલોચના કરવામાં આવે તે વિહંગાવલોકન. તથા દ્વીતીય સિંહાવલોકન જેમ સિંહ સ્વયં આખા જંગલમાં ફરીને બધું જ નજીકથી અને બારીકાઈથી જુએ છે. તેવી રીતે શાસ્ત્રના પ્રત્યેક અર્થોની આલોચના કરવી તે સિંહાવલોકન કહેવાય છે. દિવ૬-ભધિપતિ (પુ.) (સ્વામી, રાજા, નાયક) જેવી રીતે નગરનો અધિપતિરાજા પોતાના નગરમાં સુશાસન સ્થાપિત કરીને લોકોનું અને નગરનું હિત કરે છે. તેવી રીતે તીર્થના અધિપતિ એવા તીર્થકર ભગવંતો સન્માર્ગના પ્રવર્તન દ્વારા તેમના શાસનને પ્રાપ્ત જીવોનું કલ્યાણ કરનારા હોય છે. તથા જીવોને ધર્મ પમાડવા દ્વારા જેઓ જીનમાર્ગથી જોડાયેલા નથી તેવા લોકોની પણ અનુકંપા કરતા હોવાથી તીર્થંકર પરમાત્માઓ સાચા અર્થમાં તીર્થાધિપતિ છે. अहिवइजंभग-अधिपतिजम्भक (पु.) (જુભક દેવોના અધિપતિ દેવ) હિવતંત-મણિપતન (ઉ.). (સન્મુખ આવતો, સામે આવતો) अहिवासण-अधिवासन (न.) (સુગંધિત વસ્તુ છાંટવી) અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં જિનાલયમાં મૂળનાયક સ્થાને બિરાજમાન થનારા તેમજ અન્ય જિનબિંબો પર વિવિધ અનુષ્ઠાન કરવામાં આવતાં હોય છે. આ અનુષ્ઠાનોમાનું એક અનુષ્ઠાન છે અધિવાસન. આ ક્રિયા અંતર્ગત આચાર્ય ભગવંત 205 -