________________ મકુમ (4) - ગા (સ્ત્ર.) (પાપ કર્મની પ્રકૃતિ, અશુભ પરિણામ આપનાર કર્મપ્રકૃતિ) સુમr () "પેદા - અમાનુpક્ષા (સ્ત્રી) (સંસારના અશુભપરાનું ચિંતન કરવું તે) સંસારનો લાભ કરાવે તે કષાય. ઠાણાંગજી સૂત્રમાં લખ્યું છે કે અસંયમિત ક્રોધ અને માન તથા નિરંતર વૃદ્ધિને પામતા માયા. અને લોભ સંસારની પુનરુત્પત્તિરૂપ વૃક્ષનું સિંચન કરનારા છે. આ પ્રકારના સંસારના અશુભપણાની ચિંતવના તે અશુભાનુપ્રેક્ષા છે. સુય - શ્રત (fa.) (નહિ સાંભળેલ, શ્રવણને અગોચર) પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં દશ આશ્ચર્યોમાં એક આશ્ચર્ય અસંયતિપૂજાનું વિવરણ કરતાં લખ્યું છે કે “નવમાં ભગવાન સુવિધિનાથ અને દસમાં શીતલનાથ ભગવાનના વચ્ચેના કાળમાં જિનધર્મની એવી હાનિ થઇ કે જિન એવો શબ્દ પણ શ્રવણને અગોચર અર્થાત્ સાંભળવામાં નહોતો આવતો. તેવા સમયમાં અંધશ્રદ્ધાના માધ્યમે અસંયતિઓની પૂજા થવા લાગી. જે ક્યારેય ન બને એવું બન્યું માટે તેને આશ્ચર્યની કક્ષામાં મૂકવામાં આવ્યું.” असुयणिस्सिय - अश्रुतनिश्रित (न.) (સાંભળ્યા કે અનુભવ્યા વિના બુદ્ધિથી થતું જ્ઞાન, ચાર પ્રકારની બુદ્ધિ) શાસ્ત્રમાં શ્રુતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત એમ બે પ્રકારના જ્ઞાન કહેલા છે. જે જ્ઞાન ગુરુની દેશના કે શાસ્ત્રાભ્યાસથી થાય તે શ્રુતનિશ્રિત કહેવાય છે. પરંતુ કોઇપણ પ્રકારના શાસ્ત્રાભ્યાસ કે દેશનાદિ સાંભળ્યા વિના ઔત્પાતિકી આદિ બુદ્ધિએ જે જ્ઞાન થાય છે. તે અશ્રતનિશ્ચિત કહેવાય છે. ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિક અને પરિણામિકી એમ ચાર પ્રકારની બુદ્ધિનો આ અશ્રુતનિશ્રિત જ્ઞાનમાં સમાવેશ થાય છે. અસુર - મયુર (પુ.) (1, ભવનપતિ અને વાણવ્યંતર જાતિના દેવ 2. અસુરકુમાર દેવતા) તિછલોકથી એકલાખ એંસીહજાર યોજન નીચે ભવનપતિ જાતિના દેવોના આવાસો આવેલ છે. આ ભવનપતિ કુલ દસ પ્રકારના કહેલા છે. તે ભવનપતિ દેવો તેમજ વાણવ્યતર જાતિના દેવો અસુર તરીકે લોકમાં પ્રસિદ્ધ છે. ભવનપતિ દેવો સ્વભાવે નવયુવાનોની જેમ ઉશૃંખલ, મસ્તીખોર અને મજાકીયા સ્વભાવવાળા કહેલા છે. આથી તેમના નામની પાછળ કુમાર શબ્દ જોડવામાં આવે છે. જેમ કે અસુરકુમાર, નાગકુમાર વગેરે. असुरकुमार - असुरकुमार (पुं.) (ભવનપતિ દેવોનો એક ભેદ). કસુરવાર - અશુદ્વાર (2) (અસુરોના આવાસરૂપ સિદ્ધાયતનનું દક્ષિણ દ્વાર) અસુરકુર - મસુરસુર (ઈ.) (સુર સુર એવા શબ્દરહિત) ગ્રંથોમાં લખ્યું છે કે “ખાતા કે પીતા કચરાચર કે સુર સુર વગેરે શબ્દો કરવા તે રાગના પોષક છે. તેનાથી આહાર પ્રત્યેની આસક્તિ છતી થાય છે. માટે શ્રમણે તેવા પ્રકારના શબ્દોથી રહિત આહાર વાપરવો જોઇએ.' અર્થાત ભોજન લેતી વખતે તેવા શબ્દોનો કે પછી તેવા અવાજ કરનારા આહારનો ત્યાગ કરવો જોઇએ. અસુff - ગણુ (ઈ.) (અસુરકુમાર દેવોના ઇંદ્ર, અમરેન્દ્ર અને બલેન્દ્રો 172 -