________________ असुभ (ह) किरियादिरहिय - अशुभक्रियादिरहित (त्रि.) (અશુભ કાયચેષ્ટાદિ રહિત) જે પ્રવૃત્તિથી બીજાનું અહિત થાય કે ન થાય પરંતુ પોતાના આત્માનું તો નિરો અહિત થાય જ. તેવી પ્રવૃત્તિઓને અશુભ કહેલ છે. ભવાભિનંદી જીવોની ચેષ્ટા એકાંતે અશુભ અને કર્મબંધ કરાવનારી હોય છે. અવિરત સમ્યગ્દષ્ટિ અને શ્રાવકની ચેષ્ટા કર્મના ક્ષયોપશમ કરનારી અને સમસ્ત સંસારનો ત્યાગ કરનારા શ્રમણ ભગવંતોના મન વચન અને કાયાની ચેષ્ટા માત્રને માત્ર કર્મનિર્જરા કરાવનારી હોય છે. કેમ કે તેઓ સર્વથા અશુભક્રિયાદિ રહિત હોય છે. અમ (4) વસાન - અમાધ્યવસાન (જ.) (અશુભ અધ્યવસાય, ક્લિષ્ટ આત્મપરિણામ) વચન અને કાયાની ચેષ્ટા ભલે ગમે તેટલી શુદ્ધ હોય પણ મનના પરિણામ અશુદ્ધ હોય તો તે પ્રવૃત્તિ માત્ર કાયક્લેશ બની રહે છે. અભવ્ય આત્મા મોક્ષપ્રાપ્તિને યોગ્ય ઉત્તમ ચારિત્રની આરાધના કરીને પણ માત્ર દેવલોક સુધી સીમિત રહે છે. તેમાં કારણ છે તેના આત્માના અશુભ અધ્યવસાય. જયારે શુદ્ધ અધ્યવસાયે અઈમુત્તા મુનિ જેવા એક ઇવહી કરવા માત્રથી મોક્ષ મેળવી જાય છે. એમ () જામ - રામનામનું (જ.) (અશુભ નામકર્મ, નામકર્મની એક પ્રકૃતિ) કોઇ માથે પગ મૂકીને નીકળી જાય તો પણ જાણે આનંદ થાય છે. અને કોઇનો સામાન્ય હાથ કે પગ લાગી જાય તો તેને ન બોલવાના શબ્દો કહેવા લાગી જઇએ છીએ. આ બધો પ્રભાવ નામકર્મ પ્રકૃતિને આભારી છે. શુભ નામકર્મના ઉદયે તમે લોકોને પ્રિય થઈ જાવ છો. તેમજ અશુભ નામકર્મની ઉદયવેળાએ તમે સારું પણ કરો તેમ છતાં તમારે સાંભળવાનો વારો આવે છે. આમાં વાંક બીજાનો નહિ પરંતુ આપણે સ્વયં બાંધેલા કર્મો છે. પંચસંગ્રહ ગ્રંથમાં કહ્યું છે કે જે કર્મના ઉદયે નાભિના નીચેના ભાગના અવયવો અશુભ મળે તે અશુભ નામકર્મ જાણવું. असुभ (ह) तरंडुत्तरणप्पाय- अशुभ ( असुख) तरण्डोत्तरणप्राय (त्रि.) (અશુભ કે અસુખકારી કંટકાદિ વડે પાર પામવા સમાન) દુખથી બચવા માટે કે સુખપ્રાપ્તિની આશાએ જે સ્વયં દુખનું કારણ છે તેવા કંટકાદિનો આશ્રય કરે તેને આપણે શું કહીશું? મૂર્ખ જ ને ! તેવી જ રીતે જે ભોગ સામગ્રીઓ સ્વયં કર્મબંધની કારણ અને અતૃપ્તિની જનની છે. તેના વડે તૃપ્તિની અપેક્ષાઓ રાખવી કેટલી વ્યાજબી કહેવાય? #સુમ (દુ) 4 -- () (અશુભપણું, અમંગલપણું) મકુમ (4) સુદ્ધમr () - મમઃgifજન (કિ.) (અશુભ પ્રકૃતિજન્ય દુખનો ભાગી) વીજળીને હાથ લગાડવાથી જ કરંટ લાગે છે. કાદવમાં પથ્થર ફેંકવાથી જ ગંદકી ઉડે છે. કેળાની છાલ પર પગ પડે તો જ લપસી જવાય છે. તેમ જીવનમાં જે કષ્ટો, દુખો કે વિનો આવે છે તે બધા અશુભ કર્મના ઉદયે જ આવે છે. જેમ આગ વિના ધૂમાડો થવો અશક્ય છે તેમ અશુભ કર્મના ઉદય વિના દુખના ભાગી બનવું પણ અશક્ય છે. મકુમ (4) વિવાT - અણુમfaiાજ () (અશુભ પરિણામ આપનાર કમ) જેમ શિયાળાની ઋતુ ઠંડીનો અહેસાસ કરાવે છે. ઉનાળાની ઋતુ ગરમીનો અહેસાસ કરાવે છે. તેમ જીવને જે ભય, રોગ, આતંકાદિ દુખનો અનુભવ થાય છે. તે અશુભ કર્મના ઉદયનો પરિણામ છે. જેમ કેટલાક કર્મો સુખનો અનુભવ કરાવે છે. તેમ અશુભ પરિણામ આપનારા કર્મો જીવને અશાતારૂપ દુખનો અનુભવ કરાવનારા હોય છે. 171 -