________________ असिणाण - अस्नान (त्रि.) (નાનરહિત). દશવૈકાલિકસૂત્રમાં લખ્યું છે કે “સ્કૂલ અને સૂક્ષ્મ બન્ને પ્રકારની હિંસાના ત્યાગી મુનિવર યાવજીવ શીત કે ઉષ્ણ બન્નેમાંથી કોઇપણ પ્રકારના જલનું સ્નાન કરતાં નથી. તેઓ એકમાત્ર આત્મશુદ્ધિના લક્ષી હોવાથી આજીવન માત્ર શરીરની શુદ્ધિ કરનારા જલસ્નાનરહિત હોય છે.' મલ્થિ - વિથ (2) (પ્રવાહીમય આહાર, જેનો કોળિયો ન કરાય તેવો આહાર, ચોખાદિ લોટનું ધોવણ) મસિદ્ધ - સિદ્ધ (કિ.) (1. સંસારી 2. હેવાભાસનો એક ભેદ) પાંચ હેવાભાસમાંનો એક છે અસિદ્ધ હેત્વાભાસ. જે હેતુ વાદી કે પ્રતિવાદીના પક્ષને સિદ્ધ કરવા સમર્થ ન થાય તેવા હેતુને અસિદ્ધ હેતુ કહેવામાં આવે છે. જેમ કે શબ્દ પરિણામી છે ચક્ષુપ્રત્યક્ષ હોવાથી. ચક્ષુપ્રત્યક્ષ હેતુ શબ્દના પરિણામીને સિદ્ધ કરવા ક્યારેય સક્ષમ નથી બનતો. કેમ કે શબ્દ ચક્ષુપ્રત્યક્ષ ન થતાં શ્રવણપ્રત્યક્ષ છે. આવા દુષ્ટહેતુયુક્ત પક્ષને અસિદ્ધ કહેવાય છે. સિદ્ધિા - f iff (1) (જમાં મોક્ષમાર્ગ વિદ્યમાન નથી તેવું અનુષ્ઠાનાદિ). જેટલા પણ ધાર્મિક અનુષ્ઠાનો કે ક્રિયાઓ છે તે બધા અંતિમ મંઝિલ એવા શાશ્વત સુખની પ્રાપ્તિ માટે થતાં હોય છે. આથી જે અનુષ્ઠાનો મોક્ષમાર્ગના સાધક બનતાં હોય તે જ ધર્મ છે. ભદ્ર જીવોએ તેનો જ સ્વીકાર કરવો જોઇએ. કિંતુ જે અનુષ્ઠાનો મોક્ષમાર્ગના સાધક ન બનતાં દુર્ગતિ લઇ જનારા બનતાં હોય, તેવા ભ્રામક અનુષ્ઠાનોનો નિરંતર ત્યાગ કરવો જોઇએ. असिधारव्वयं - असिधाराव्रत ( न.) (તલવારની ધાર પર ચાલવા સમાન વ્રત) જે માત્ર અપેક્ષાઓના આધાર પર ચાલે તે સંસારી જીવન. અને જેમાં અપેક્ષા, ઇચ્છાઓને કોઇ જ સ્થાન નથી તે સાધુ જીવન. આવું જીવન જીવવા માટે મન પર અસાધારણ કાબુ જોઈએ. માટે જ તો શાસ્ત્રોમાં કહેવું છે કે સાધુવ્રત તો તલવારની ધાર પર ચાલવા સમાન કઠીન છે. असिधारागमण - असिधारागमन (न.) (તલવારની ધાર પર ચાલવું) સિઘન - મણિપર (ર) (તલવારનું પાંજરું, જેની ચારે ફરતે તલવાર છે એવું પાંજરું) પૂર્વેના કાળે રાજાઓ એવું પાંજરું બનાવતા હતાં કે જેની ચારેબાજુ તલવાર લાગેલી હોય, તેવા પાંજરામાં ભયંકર અને ક્રૂર દુશ્મનો કે કેદીઓને પૂરવામાં આવતાં. જેથી તે કોઇપણ જાતનું પયંત્ર કે ઉપદ્રવ ન કરી શકે. કર્મરાજાએ પણ આપણને ચારેય બાજુ ક્રોધ, માન, માયા, લોભ, ક્રૂરતાદિતલવારોથી વ્યાપ્ત સંસારના પાંજરામાં પૂરી દીધા છે. જે સતત જીવનું પીડન તથા શોષણ કર્યા કરે છે.અને જીવ સંસારરૂપી પાંજરામાંથી ક્યારેય બહાર નીકળી શકતો નથી. असिपंजरगय - असिपञ्जरगत (त्रि.) (તલવારના પાંજરામાં રહેલ). પિત્ત - મણિપત્ર (1) (1. તલવારની ધાર જેવા પાંદડાવાળું વૃક્ષ, નરકમાં રહેલ શાલ્મલી નામક વૃક્ષ 2. નવમો પરમધાર્મિક) શાસ્ત્રમાં પંદર પ્રકારના પરમાધામી દેવોમાં નવમાં અસિપત્ર નામક પરમાધામી દેવની જાતિ વર્ણવી છે. આ દેવો નરકમાં ઉત્પન્ન 164